________________
પ્રસ્તાવના
મળેલાં અને ઉત્તર ભારતીય (ગુપ્ત) બ્રાહ્મી લિપિમાં લખાયેલાં કેટલાંક ભૂર્જપત્ર પર પાનના પ્રથમ પૃષ્ઠ પર પત્ર સંખ્યા લખવામાં આવી છે. તે પરથી બૂલરે તે દક્ષિણ ભારતનાં હોવાનું પ્રતિપાદિત કરેલું છે. પરંતુ હોર્નલનો મત એવો હતો કે ઉત્તર ભારતીય લિપિના અક્ષરો દક્ષિણ ભારત સાથે તેમનો કોઈ પણ સંબંધ ન હોવાનું દર્શાવે છે અને પૃછાંકનની આ પદ્ધતિ સ્વતંત્ર રીતે પણ મધ્યએશિયામાં પ્રચલિત બની હોય એ સંભવ છે, કારણ કે મકાઈનીની હસ્તપ્રતોમાંની જ કેટલીક મધ્ય એશિયાઈ બ્રાહ્મી લિપિમાં કાગળ પર લખાયેલી હસ્તપ્રતો આ હકીકતને પ્રમાણિત કરે છે.
દોરી વડે બાંધેલાં ભૂર્જપત્ર અને તાડપત્રનાં પાનાં પર તેમના માપનાં લાકડાનાં કવર (આવરણ) મૂકવામાં આવતાં અને આ રિવાજ હજી પણ કાગળની હસ્તપ્રતોની બાબતમાં પ્રચલિત છે. દક્ષિણમાં આવરણોને પણ ઘણું ખરું કાણાં પાડવામાં આવતાં હતાં અને તેમાંથી લાંબી દોરી પસાર કરવામાં આવતી હતી. આ દોરીને આવરણની આજુબાજુ વિટાળવામાં આવતી અને તેને ગાંઠ મારવામાં આવતી હતી. આ કાર્યપદ્ધતિ અતિપ્રાચીન કાળમાં પણ પ્રચલિત હતી અને પશ્ચિમ તથા ઉત્તર ભારતની તાડપત્ર હસ્તપ્રતોમાં આ દૃષ્ટિગોચર થતી હતી. નેપાળમાં ખાસ કરીને મૂલ્યવાન હસ્તપ્રતોનાં આવરણ કેટલીક વાર ધાતુમાંથી બનાવવામાં આવતાં. આ રીતે તૈયાર કરેલી હસ્તપ્રતો સામાન્ય રીતે રંગીન અથવા ભરત ભરેલા કાપડમાં વીંટાળવામાં આવતી. કાશ્મીરમાં મુસ્લિમ પ્રણાલિકા પ્રમાણે હસ્તપ્રતોને ઘણી વાર ચામડામાં બાંધવામાં આવતી.
આવી હસ્તપ્રતો સામાન્યતઃ મંદિરો, મહાવિદ્યાલયો, મઠો, રાજસભાઓ અથવા ઘણી વ્યક્તિઓનાં અંગત રહેઠાણોમાંના ગ્રંથાલયોમાં સાચવવામાં આવતી. ગ્રંથાલય માટેનું પ્રાચીન નામ (સંજ્ઞા) ભારતીભાંડાગાર' અથવા “સરસ્વતીભાંડાગાર' છે. કવિ બાણ (ઇ.સ.૬૨૦ની આસપાસ) વિશે કહેવાય છે કે તે પોતાનો અંગત વાચક રાખતો. તે પરથી તેની પાસે સમૃદ્ધ અંગત ગ્રંથાલય હશે એવું અનુમાન કરી શકાય. મધ્યયુગનું એક પ્રસિદ્ધ રાજદરબારી ગ્રંથાલય ૧૧મી શતાબ્દીમાં થઈ ગયેલ ધારાનગરીના રાજા ભોજનું હતું. આશરે ઈ.સ.૧૧૪૦માં માળવા પર ચડાઈ કરી | વિજયી બનેલ સિદ્ધરાજ જયસિંહ તેને અણહિલવાડ (આજનું પાટણ) લઈ ગયો હતો,
જ્યાં તેને ચૌલુક્યોની રાજસભાના ગ્રંથાલયની સાથે જોડી દેવામાં આવેલું જણાય છે. સૈકાઓ વીતતાં આ ગ્રંથાલયો અત્યંત સમૃદ્ધ બન્યાં. આ રીતે બૂલરને ખંભાતનાં બે જૈન ગ્રંથાલયોમાંથી ત્રીસ હજાર ઉપરાંત હસ્તપ્રતો અને તાંજોરના રાજમહેલ ગ્રંથાલય' (Palace Library)માંથી બાર હજાર ઉપરાંત હસ્તપ્રતો મળી હતી. ચૌલુક્યા વિશળદેવ (ઈ.સ. ૧૨૪૨-૬૨)ના ગ્રંથાલયમાં “નૈષધીય'ની હસ્તપ્રત મળી હોવાનું કહેવાય છે, જેના પર વિદ્યાધરે તે કાવ્યની સર્વપ્રથમ ટીકા લખી હતી. આ ઉપરાંત
;