________________
પાઠોના પ્રકાર
sed elu 9.' (Quandoque bonus dormitat Homerus : Even Homer nods sometimes.) આ સૂક્તિ સ્વહસ્તલેખમાં થતી ભૂલોનું સ્વરૂપ દર્શાવે છે. શ્રેષ્ઠ લેખકો પણ હંમેશાં પોતાને છાજે તે રીતે લખતા હોતા નથી. સર્વોત્કૃષ્ટ રચનાઓમાં પણ અવારનવાર શૈલીનું સૌષ્ઠવ, વિશદતા, સુસંવાદિતા આદિમાં અલનો અને કેટલીક વાર બેદરકારીથી શુદ્ધ વ્યાકરણ સંબંધી દોષો પણ હોવા સંભવ રહે છે. જો લેખક કે જે સામાન્ય રીતે તે વિષયમાં પારંગત હોય છે, તેની બાબતમાં પણ આમ બનતું હોય તો લહિયાની બાબતમાં તે વધુ સંભવે છે. અજાણતાં અને જાણી જોઈને પણ તેની આદર્શપ્રતમાં ક્યારનીય પ્રવેશી ચૂકેલી ભૂલોમાં તે વધારો કરતો રહે છે. આમાંની ઘણીખરી ભૂલો લહિયા યા પ્રતિલિપિકારની ત્રુટિને કારણે હોય છે. આ ત્રુટિઓમાં પ્રતિલિપિકારની ઈચ્છા અભિવ્યક્ત થાય છે કે નહિ તેને આધારે તેનું વર્ગીકરણ
અનૈચ્છિક (યા યાંત્રિક), “અર્ધ ઐચ્છિક અને “ઐચ્છિક એ પ્રમાણે કરી શકાય. અન્ય વર્ગીકરણ પ્રમાણે ત્રુટિઓના “આકસ્મિક' અને “વૈચ્છિક એવો ભેદો પણ પાડવામાં આવે છે.
પ્રતિલિપિકારે ઉપયોગમાં લીધેલ આદર્શપ્રત ભેજ અને સતત વપરાશને કારણે અવાચ્ય બનવાની સંભાવના રહે છે. તેના કેટલાક ભાગો ફાટી જાય અને આખા પાનાં છૂટાં પડી જઈ કાં તો ખોવાઈ જાય યા તો ખોટી જગ્યાએ મુકાઈ જાય એ શક્ય છે. હસ્તપ્રતના સૌથી નબળા અંશ તેના હાંસિયા હોય છે. અને તેથી પંક્તિઓના પ્રારંભ અને અંતના ભાગ તેમજ પૃષ્ઠની પ્રથમ અને અંતિમ પંક્તિને સવિશેષ હાનિ પહોંચવાનો સંભવ રહે છે. આથી પ્રતિલિપિમાં પ્રવેશેલી કેટલીક અશુદ્ધિઓ આદર્શપ્રતની આવી બહિરંગ ક્ષતિઓને કારણે હોઈ શકે. આ રીતે દુર્ગેઈલ દ રીન્સ દ્વારા શોધાયેલ પ્રસિદ્ધ પ્રાકૃત ધમ્મપદના અંશોને પણ આ બાબત લાગુ પડે છે. આ હસ્તપ્રતનાં પાનાં બાહ્ય ક્ષતિને કારણે ખંડિત થયેલાં હતાં અને આ પાનાંને એકત્રિત કરી પ્રકાશિત કરતાં સોનાર્ટ દ્વારા સંપાદિત આવૃત્તિમાં કેટલીક ત્રુટિઓ પ્રવેશી છે. - જો ગ્રંથ દળદાર હોય તો તેનું આલેખન એક યા એકથી વધુ પ્રતિલિપિકારો દ્વારા થયું હોય તેવી સંભાવના રહે છે. જો અનુલેખન એક કરતાં વધુ લહિયાઓ દ્વારા થયું હોય તો આપણે કેવળ એક લહિયાના નહિ પરંતુ અનેક લહિયાઓના મનોવિજ્ઞાન સાથે કામ કરવાનું રહે છે. આ હકીકત પાઠ-પરંપરાના અભ્યાસને વધુ ગૂંચવણભર્યો બનાવે છે. કારણ કે સમયના આટલા ગાળા પછી આપણે કહી શકીએ નહીં કે એક જ આદર્શપ્રતને આધારે એક જ સ્થળે અનુલેખન કરવામાં આવ્યું હતું કે પછી જુદી જુદી આદર્શપ્રતોને આધારે ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન સમયે તૈયાર કરવામાં આવેલા અંશો - એકમોને એકત્રિત કરીને હસ્તપ્રત તૈયાર કરવામાં