________________
શ
ભારતીય પાઠ-સમીક્ષા
આવી હતી. કારણ કે દળદાર ગ્રંથોના અંશોનું અનુલેખન પ્રત્યેક હસ્તપ્રતમાં અલગ અલગ રીતે કરવામાં આવેલું હશે એમ માનવું વધુ તર્કસંગત છે. લેખન-સામગ્રીનું સ્વરૂપ અને પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણોને આધારે આવા ગ્રંથના સંયોજિત વિભિન્ન અંશો ક્યા ક્યા સમયે લખાયા હશે તેનું અનુમાન આપણે સંભવતઃ કરી શકીએ. આથી હસ્તપ્રતના નિર્માણમાં કામે લાગેલા જુદા જુદા હાથોને ઓળખી કાઢવા જરૂરી છે.
જે રીતે હસ્તલિખિત ગ્રંથો આપણી પાસે ઊતરી આવ્યા છે, તે પ્રમાણે કોઈપણ હસ્તપ્રત સામાન્ય રીતે સ્વચ્છ પ્રત હોતી નથી કે એક હાથે સળંગ લખાયેલી હોતી, નથી. તેમાં ઘણીવાર પરિવર્તનો, જેમ કે છેકાછેકી, ઉમેરા, એકને સ્થાને બીજું મૂકવું ઈત્યાદિ હોય છે. આ પરિવર્તન હસ્તપ્રતના લહિયા યા લહિયાઓ દ્વારા અથવા સંશોધક તરીકે ઓળખાતી બીજી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતાં હોય છે. આ સુધારાઓનું તુલનાત્મક મહત્ત્વ ભિન્ન ભિન્ન હોય એ સંભવિત છે.
પ્રત્યેક લહિયાને તેનું પોતાનું પ્રકૃતિ-વૈશિષ્ટ્ય હોય છે અને પ્રત્યેક હસ્તપ્રતની તેની પોતાની વિશિષ્ટતાઓ હોય છે. લહિયાનું પ્રકૃતિ-વૈશિષ્ટ્ય, તેના હસ્તાક્ષરની લઢણ, અમુક પ્રકારની ભૂલો કરવાની પ્રવૃત્તિ તેમજ અન્ય પ્રકારની ભૂલોમાંથી નિવૃત્તિ અને જ્યારે બે કે વધુ પાઠાન્તરોમાંથી પસંદગી કરવાની હોય ત્યારે તેની પ્રતિલિપિમાં વ્યક્ત થતું અમુક વિચારતરફી વલણ યા અભિરુચિ, ઇત્યાદિમાં પ્રગટ થાય છે. આ વિશિષ્ટતાઓ હસ્તપ્રતના અવિરત અને ઊંડા અધ્યયન દ્વારા જ જાણી શકાય.
* લહિયામાં જે વિશિષ્ટ ગુણોની ખાસ આવશ્યકતા છે તે છે પ્રામાણિકતા અને કાળજી અથવા એક શબ્દમાં કહીએ તો નિષ્ઠા (તથા બુદ્ધિ). પરંતુ આ ગુણો તેનામાં ઉચ્ચ કક્ષાએ વિકસ્યા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે અનુલેખનની કાર્યપદ્ધતિ ગમે તેટલી યાંત્રિક હોય છતાં પણ માનવબુદ્ધિ અસંપ્રજ્ઞાતપણે દૃષ્ટિગત યા માનસશાસ્ત્રીય દોષો દ્વારા અનુલેખનમાં ભૂલો કરવાના નવા નવા પ્રકારો શોધી કાઢે છે. ભલે એ વિચિત્ર જણાય તો પણ નોંધવું ઘટે કે મૂર્ખ પરંતુ મૂળને વફાદાર (નિષ્ઠાવાન) લહિયાએ કરેલું યાંત્રિક અનુલેખન વધુ યોગ્યતા ધરાવનાર લહિયાએ કરેલા બુદ્ધિશાળી પરંતુ મૂળને વફાદાર ન હોય એવા અનુલેખન કરતાં પાઠનો વધુ સારો ખ્યાલ આપે છે. લહિયાની આ નિષ્ઠાનો નિર્ણય આંતરિક કસોટીઓ વડે કરવાનો હોય છે. જે લહિયો પોતાની પ્રતિલિપિના પાઠમાં તેની આદર્શપ્રતમાંના લુમાંશ અને અન્ય દોષોને સુધારવાનો પ્રયત્ન કર્યા વિના જેમને તેમ સાચવી રાખે તે સંભવતઃ વિશ્વસનીય છે. જો તે નાની બાબતોમાં મૂળને વફાદાર હોય તો તે સામાન્ય રીતે પણ વફાદાર જ હશે એમ માની શકાય. જેમ કે, જો તે આદર્શપ્રતની ખાસ જોડણી
'