________________
પાઠોના પ્રકાર
કર્યા હોવાનું જણાયું છે. આધુનિક યુગમાં છપાયેલાં પુસ્તકોમાં પણ આમ બનતું આપણે ઘણીવાર જોઈએ છીએ. પરંતુ આજના જેવાં યાંત્રિક ઉપકરણોને અભાવે, તે કાળે લેખક પોતે જ તેની પોતાની હસ્તપ્રતને તેના સંશોધિત સ્વરૂપે નવેસરથી લખી નાખતો અથવા તો વધુ સંભવિત એ છે કે બીજી હસ્તપ્રત બનાવતાં પહેલા પ્રથમ સ્વહસ્તલેખમાં જ જરૂરી સુધારાવધારા કરી લેતો. આ બન્ને પ્રસંગોએ લહિયા પાસે તેની સમક્ષ સ્વયં લેખક દ્વારા સંશોધિત સ્વહસ્તલેખ છે અને તેને બે પાઠમાંથી કોઈ પણ એક પાઠની પસંદગીની તક રહે છે. બન્ને પાઠોનો મૂળ સ્રોત લેખક પોતે જ હોય છે. અને લહિયો પોતાની વ્યક્તિગત પસંદગીને આધારે કોઈ એક પાઠને સ્વીકારશે અને અન્યનો અસ્વીકાર કરશે અથવા તો અસ્વીકૃત પાઠને હાંસિયામાં કે બે પંક્તિઓની વચ્ચે ઉમેરશે. આ મૂલાદર્શની પાછળની પ્રતિલિપિઓમાં હાંસિયામાં કે બે લીટીઓ વચ્ચે લખાયેલા પાઠોને સદંતર કાઢી નાખવામાં આવે એ સંભવિત છે.
માલતીમાંધવની બધી જ પ્રાપ્ત હસ્તપ્રતોની ચકાસણી ર્યા પછી ભાંડારકર એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે ભવભૂતિએ પોતે જ તેના સ્વહસ્તલેખમાં કેટલાંક પરિવર્તન કર્યાં હતાં. ટોડરમલે મહાવીરચરિતના તેના સંપાદનમાં પણ આ જ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ભાંડારકરની ધારણા માટે નીચેનાં બે ઉદાહરણો ટાંકી શકાય :
૧
માલતીમાધવ ૧,૩ માં તેમણે સરખાવેલી નવ હસ્તપ્રતોમાંથી છ હસ્તપ્રતોમાં આ પાઠ આપ્યો છે :- ત્યાળાનાં ત્વમસિ મમાં માનનું વિશ્વમૂર્તે । આ જ પંક્તિ બાકીના ત્રણ હસ્તપ્રતો (મ, ૢ અને ઓ) માં આ પ્રમાણે મળે છે : ત્યાળાનાં સ્વમિદ મહસામીશિષત્વ વિધત્તે). આ પાઠ પાછળની પંક્તિમાંની પ્રાર્થનાને લક્ષમાં લેતાં વધુ સારી રીતે બંધ બેસે છે. અને TM હસ્તપ્રતમાં પ્રથમ પંક્તિનો પાઠ છેલ્લા બે શબ્દો સિવાય (જેમાં તે નાના વર્ગ સાથે ઐક્ય ધરાવે છે) આવો જ છે. વળી ત્રીજા અંકના સાતમા શ્લોકના પ્રથમ ચરણમાં કેવળ જગદ્ગુરની ટીકાને આધારે રચાયેલ પાઠમાં અને હસ્તપ્રત ન માં આ પ્રકારનો પાઠ છે : સ્વાતિ વચનં તે પયત્વજ્ઞમમ્ । આ પાઠ ભાંડારકરની દૃષ્ટિએ બાકીની આઠ હસ્તપ્રતોના પાઠ કરતાં વધુ સારો છે, જેઓમાં સ્વંયંતિ ની જગ્યાએ સંયતિ એવો પાઠ છે. દક્ષિણની ‘7’ હસ્તપ્રતનો વધુ ઉત્કૃષ્ટ પાઠ તે તરફના વિદ્વાન વાચકોની પટુતાને આધારે હોઈ શકે, કારણ કે કેટલાક સમય સુધી દક્ષિણ સંસ્કૃતિ અને વિદ્યાનું ધામ રહ્યું હતું. પરંતુ આવા સમાન રીતે બંધબેસતા સંખ્યાબંધ પરિચ્છેદો આ સંશોધન કવિએ પોતે કર્યું હોય તે સંભાવનાને વધુ પુષ્ટિ આપે છે.
1
હસ્તપ્રતોના સંશોધકોએ કેટલીક વાર સંપાદકોનું પણ કામ કર્યું છે. એ રીતે તેમણે હસ્તપ્રતમાંના લુપ્તાંશની પૂર્તિ કરવા અથવા પાઠમાં પ્રવેશેલી ત્રુટિઓને દૂર