________________
૨૮
ભારતીય પાઠ-સમીક્ષા
કરવા પોતે ઉપયોગમાં લીધેલી આદર્શપ્રત ઉપરાંત તેઓ પ્રાપ્ત કરી શકે તેવી વિદ્યમાન હસ્તપ્રતો સાથે તુલના કરી તેમના પાઠને સુધારવા પ્રયાસ કર્યો છે. આ અર્થમાં તેઓએ હસ્તપ્રતના સંપાદક તરીકે કામ કર્યું છે એમ કહી શકાય.
સમય દ્વારા થતી બરબાદી, લહિયાઓની બેદરકારી અને અજ્ઞાન, તેમ જ કેટલી ત્વરાથી કૃતિ દૂષિત થઈ શકે તેના ઉદાહરણ તરીકે પારંપરિક અહેવાલ અનુસાર જ્ઞાનેશ્વરીના પાઠનો ઇતિહાસ અવલોકી શકાય. જ્ઞાનેશ્વર દ્વારા શક સંવત ૧૨૧૨ (ઈ.સ. ૧૨૯૦) માં રચાયેલા આ ગ્રંથનો પાઠ કવિ એકનાથના સમય સુધીમાં તો એટલો બધો દૂષિત થઈ ગયો હતો કે સ્વહસ્તલેખથી ૩૦૦ વર્ષથી પણ ઓછા ગાળામાં ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે શક સંવત ૧૫૦૬ (ઈ.સ.૧૫૮૪)માં તેમણે તેનું સંશોધન કરવું પડ્યું હતું. દુર્ભાગ્યવશ એકનાથે જ્ઞાનેશ્વરીના પાઠનું સંશોધન ક્યા સિદ્ધાંતોને આધારે કર્યું હતું તે જાણવા માટે આપણી પાસે અત્યારે કોઈ સાધન નથી. તે ત્યારે જ થઈ શકે કે જ્યારે એકનાથથી પૂર્વેના સમયની જ્ઞાનેશ્વરીની હસ્તપ્રતો મળી આવે. પરંતુ અન્ય પ્રાચીન સંપાદકોની જેમ તેમને પણ એ ખ્યાલ તો હશે જ કે વિવિધ હસ્તપ્રતોની સરખામણી દ્વારા પાઠને સુધારવો શક્ય બને છે. ઘણીખરી હસ્તપ્રતોમાં હાંસિયામાં તેમ જ બે લીટીઓ વચ્ચે સુધારા કરવામાં આવ્યા હોય છે, તેનું પણ આ જ કારણ છે. જો કે સંપાદકોએ શાસ્ત્રીય ઢબે કામ કર્યું નથી, પરંતુ તે દોષ તેમનો નહીં, પણ જે યુગમાં તેઓ રહેતા હતા તે યુગનો છે. આને પરિણામે અમુક પાઠ્યપુસ્તકની પોતાની પાસેની આદર્શપ્રત સાથે તેની અન્ય ઉપલબ્ધ હસ્તપ્રતોના પાઠના સંમિશ્રણ યા સંકરીકરણ દ્વારા, જેને આપણે સંમિશ્રિત હસ્તપ્રતો (Conflated Mss) અર્થાત મિશ્રમતો (misch corices) કહીએ છીએ તેમની ઉત્પત્તિ થઈ. આ સંમિશ્રણ યા સંકરીકરણ કોઈ સુવ્યવસ્થિત સિદ્ધાંતોને આધારે કરવામાં આવતું ન હતું. અને આથી તે હાનિકારક રીતે સારગ્રાહી (સંકલનાત્મક : eclectic) હતું.
- પ્રાચીન ગ્રંથો આપણી પાસે પૂર્વપ્રતોમાંથી ક્રમિક પ્રતિલિપીકરણની પ્રક્રિયા દ્વારા જ ઊતરી આવ્યા છે. અને અંતે બધાનું મૂળ એક જ હોય છે. આથી કોઈ પણ ગ્રંથની બધી જ હસ્તપ્રતો, જો તે પ્રમાણભૂત હોય તો, પરસ્પર સંબંધ ધરાવતી હોય છે, અને આ સંબંધને વંશાનુક્રમે (વંશવૃક્ષરૂપે) દર્શાવી શકાય.’
' બીજા શબ્દોમાં કહીએ તો આ હસ્તપ્રતો અમુક નિશ્ચિત પ્રણાલિકા અનુસાર વિસ્તરતી પરંપરાની ઘોતક છે, પરંતુ ઘણાખરા કિસ્સાઓમાં પરંપરાનો પ્રત્યેક પ્રવાહ
૨.
જે સિદ્ધાન્તો, કસોટીઓ અથવા લક્ષણોને આધારે આ વંશાનુક્રમ પ્રસ્થાપિત કરી શકાય તેમનું નિરૂપણ અધિકૃત વાચનાના પ્રકરણમાં કરવામાં આવશે,