________________
: ૩૦
ભારતીય પાઠ-સમીક્ષા
લહિયો બન્ને લિપિથી પરિચિત હોય તે જ તે આદર્શપ્રતનું અનુલેખન બીજી લિપિમાં કરી શકે અને ત્યાર બાદ આ પ્રત તે લિપિમાં નવી સંચરણ-પરંપરાનો મૂળ સ્રોત બની શકે. જેટલા પ્રમાણમાં લિપિ અલ્પ પ્રચલિત હોય, તેટલા પ્રમાણમાં તે લિપિની હસ્તપ્રતો એક જ પ્રકારની પરંપરાને અનુસરવાની વધુ શક્યતા રહે છે. જો સંશોધકો, સંપાદકો અથવા લહિયાઓ સ્વયં એક કરતાં વધુ લિપિઓથી પરિચિત ન હોય અને આ પ્રિતિલિપિઓ તૈયાર કરવામાં ઘણી હસ્તપ્રતો ઉપયોગમાં લઈ શકે એવી સ્થિતિમાં ન હોય તો, સુક્શનકર જણાવે છે તે પ્રમાણે, આ વિભાજનનો સિદ્ધાંત (principum divisionis) જેટલો પ્રથમ નજરે દેખાય છે એટલો આપખુદ નથી. અનુભવથી જણાયું છે કે વાસ્તવમાં આ લિપિના ઉપરછલ્લા ભેદનો, પાઠમાં જોવા મળતા ઊંડા ભેદ સાથે મેળ બેસે છે. આ સામાન્ય નિયમનો એક માત્ર અપવાદ દેવનાગરી લિપિ છે; જે સારા યે ભારતવર્ષમાં વ્યાપકપણે પ્રયોજાતી અને સમજાતી એક પ્રકારની “જનસાધારણા' લિપિ છે. જેમ આ સિદ્ધાન્ત સંપૂર્ણપણે યત્રવત યા આપખુદ નથી તેમ તે પૂર્ણ રીતે આદર્શ યા સંપૂર્ણ પણ નથી. ઉદાહરણ તરીકે, આ દેવનાગરી લિપિ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન થાય છે. અવ્યવસ્થાનું બીજું કારણ એ છે જ્યાં ભિન્ન ભિન્ન લિપિઓ પ્રચલિત હોય છે અને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલાતી હોય છે, તે પ્રાન્તીય સરહદોમાં અવશ્ય દ્વિભાષી અને ક્રિલિપીય કટિબંધો હોય છે અને ત્યાં બે લિપિઓ દ્વારા રજૂ થતા પરંપરાના જુદા જુદા પ્રવાહોના સંમિશ્રણની ઉપર જણાવેલી તેનો ઉજ્જવળ હોય છે.