________________
પાઠોના પ્રકાર
૨૧
આ હ્રાસ યા અવનતિને સમજાવવા એક સાંખ્યિક ઉદાહરણ જોઈએ :- સંપૂર્ણ શુદ્ધિ દર્શાવવા ૧૦૦નો આંકડો લઈએ. હવે મૈં ગ્રંથની બે પ્રતિલિપિઓ બનાવવામાં આવે છે તેમ ધારીએ. અ માંથી વ પ્રતિલિપિ બનાવવામાં આવી છે અને વ માંથી જ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવી છે. હવે આપણે ધારી લઈએ કે અ હસ્તપ્રતમાંથી પ્રથમ લહિયાની ત્રુટિને કારણે વ હસ્તપ્રતમાં ૩% અશુદ્ધિ પ્રવેશી છે. વળી બીજા લહિયાની ત્રુટિને કારણે હ્ર હસ્તપ્રતમાં પણ ૩% અશુદ્ધિ પ્રવેશે છે. આથી અ ની સરખામણીમાં વ અને હ્ર હસ્તપ્રતોનું સાપેક્ષ મૂલ્ય અનુક્રમે ૯૭.૦ ને ૯૪.૦૯ ગણાય. હવે જો જ માંથી ૬ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવે અને તેમાં પણ અગાઉની પ્રતિલિપિઓના પ્રમાણે જ અશુદ્ધિ પ્રવેશતી રહે તો ૩ હસ્તપ્રતનું સાપેક્ષ મૂલ્ય ૯૧.૧૭ થશે. જો આપણે ધ્યાનમાં રાખીએ કે ઘણાખરા સંસ્કૃત અને પ્રાકૃત પ્રશિષ્ટ ગ્રંથોના પાઠ ‘સંચારિત પાઠ’ છે, એટલે કે એવા પાઠ છે જે અનુલેખનના કેટલા તબક્કામાંથી પસાર થયા હશે તેથી આપણે અજ્ઞાત હોઈએ છીએ, તો આપણે આનું મહત્ત્વ સ્પષ્ટપણે સમજી શકીએ.
હાથ વડે થતા અનુલેખનની પ્રક્રિયાને આધુનિક પ્રિન્ટિંગ પ્રેસોમાંના કૉમ્પોઝિટરની કલા સાથે સરખાવી શકાય. (પછી ભલે તેમાં કોમ્પોઝિટર અક્ષરોને હાથથી ગોઠવતો હોય કે મશીનથી.)કૉમ્પોઝિટર સર્વપ્રથમ તો પોતાની સમક્ષ પોતાની પ્રત રાખે છે, જેને આધારે તેમાંના અક્ષરે અક્ષર માટે પોતાના ‘ટાઈપ' પસંદ કરે છે. અલબત્ત, યાંત્રિક લાભો ઉપલબ્ધ હોય ત્યારે કૉમ્પોઝ કરવાના કાર્યમાં થતી ત્રુટિઓ ઘણે અંશે ઓછી થઈ શકે. પરંતુ જ્યાં-આવાં સાધનો સુલભ ન હોય ત્યાં કૉમ્પોઝિટરને તેની સઘળી મર્યાદાઓ સહિત લહિયા સાથે સરખાવી શકાય. કૅમ્પોઝિટર પાઠ્યપુસ્તકને અક્ષરે અક્ષર લખવાને બદલે તે પોતાના ટાઈપ પસંદ કરે છે. તેની આંખ અવિરતપણે ઘડીક કૉમ્પોઝ ૫૨ અને ઘડીક તેની પોતાની પ્રત પર ફરતી રહે છે. અને જો પુસ્તકનું લખાણ તેને માટે બહુ રસપ્રદ ન હોય તો તેનું મન બીજે ક્યાંય ભટકતું રહે છે. પાઠ્યપુસ્તક કૉમ્પોઝ થાય કે તરત જ પ્રૂફરીડરોનો વર્ગ ધ્યાનપૂર્વક ‘ગેલીપ્રુફ’ તપાસવા લાગે છે. આ લોકો તે પ્રુફને મૂળપ્રત સાથે સરખાવે છે અને આસ્મિક રીતે થયેલી ભૂલોને નોંધે છે. આ રીતે જોઈએ તો છાપકામ એક સહકારી પ્રવૃત્તિ છે. હાથ દ્વારા થતા અનુલેખનંના કાર્યમાં આમ બનતું નથી. જેમ મુદ્રણકાર્યમાં આજે પ્રૂફરીડરની સહાય લેવાય છે. તેમ પ્રાચીન લહિયાઓ પણ કેટલીકવાર સંશોધકો(revisers)નો લાભ લેતા હતા, જેઓ પ્રતિલિપિમાં જ પરિવર્તન યા સુધારા નોંધતા. જો આધુનિક સમયમાં કૃતિનો લેખક જીવતો હોય તો તે પોતે જ છાપવાની મંજૂરી આપતાં પહેલાં મુદ્રણદોષો સુધારી લેશે. જો લેખક જીવતો ન હોય તો લેખકનો કોઈ પ્રતિનિધિ આ અંતિમ પ્રુફવાંચનનું કાર્ય કરશે. હસ્તલિખિત ગ્રંથોમાં લેખક યા તેના પ્રતિનિધિ જીવતા હોય