________________
પ્રસ્તાવના
આવતું અને તે પણ જરૂરિયાતોને સંતોષે એટલી હદે. આમ અમુક ગ્રંથની જરૂરિયાત પ્રમાણે ગમે તેટલી પ્રતિલિપિઓ તૈયાર કરવાનું કામ પ્રતિલિપિકાર સમક્ષની પ્રત અર્થાત્ આદર્શપ્રતને આધારે કરવામાં આવતું હતું. આથી, આ બધી પ્રતિલિપિઓને હસ્તપ્રતો' યા 'હસ્તપ્રત પ્રતિલિપિઓ' કહે છે. તેમની સામગ્રી ભોજપત્ર, તાડપત્ર યા કાગળરૂપે હતી. જૂની પુરાણી અને જીર્ણ બની ગયેલી હસ્તપ્રતની પ્રતિલિપિ બનાવવાના ઉત્સાહનો આધાર તે પાઠ્યગ્રંથના મહત્ત્વ પર રહેતો. હસ્તપ્રતોને ગ્રંથાલયોમાં એકત્રિત કરવામાં આવવા માંડી, તે પૂર્વે આ અનુલેખન (પ્રતિલિપીકરણ) સંભવતઃ તે હસ્તપ્રતોની દેખરેખ માટે રહેલા માણસો દ્વારા વ્યક્તિગત ધોરણે અને પાછળથી કદાચ ગ્રંથાલયોના માલિકોના આદેશ અનુસાર કરવામાં આવતું હશે. ગ્રંથોના સંરક્ષણની દૃષ્ટિએ આવું પ્રસંગોપાત્ત અનુલેખન જરૂરી હતું. જેને પરિણામે ક્રમશઃ જીર્ણ થયેલી પ્રતની જગાએ નવી તાજી હસ્તપ્રત મૂકી શકાય. રાજશેખરની “કાવ્યમીમાંસા'માં એક રસપ્રદ પરિચ્છેદ મળે છે, જેમાં કવિને તેની રચનાઓ સારી રીતે નિશ્ચિતપણે સચવાઈ રહે તે માટે તેમની કેટલીક પ્રતિલિપિઓ તૈયાર કરવાનું અથવા કરાવવાનું જણાવામાં આવ્યું છે. આવા ખ્યાલોથી પ્રેરાઈને લેખકોએ પોતે જ તેમના જીવનકાળ દરમ્યાન તેમની કૃતિની એક કરતાં વધુ પ્રતિલિપિઓ તૈયાર કરાવી હોવાનો સંભવ છે. તદુપરાંત જો કોઈ લેખકની રચના સુપ્રસિદ્ધ બને તો ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી વિદ્યાના આશ્રયદાતા રાજાઓ દ્વારા કે વિદ્યાના ઉપાસકો દ્વારા તેની પ્રતિલિપિઓ માટે માંગણીઓ થવાની સંભાવના રહેતી. આ સંચારણની પ્રક્રિયામાં મૂળ પ્રતમાંથી જ એકથી વધુ વાર અનુલેખન કરવામાં આવે અથવા આ પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી બીજી કોઈ પ્રત જ આદર્શપ્રત બને અને નવી હસ્તપ્રતોના નિર્માણનો આધાર બને.
જ્યારે ગ્રંથની મૂળપ્રત વર્તમાન હોય એવે સમયે પણ આ પદ્ધતિ અચોક્કસપણે ચાલુ રહેવાની સંભાવના હતી, કારણ કે આપણે એવા સમયની વાત કરીએ છીએ જ્યારે મુસાફરી પ્રમાણમાં ધીરી અને અગવડભરી હતી અને વ્યક્તિ મૂળ સ્રોતનો લાભ લેવા ઈચ્છતી હોય ત્યારે પણ તેમ કરવાનું સાધનોને અભાવે શક્ય ન બનતું.
જ્યારે પાડ્યગ્રંથોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે બે વિભિન્ન શક્યતાઓનો ખ્યાલ કરવો રહ્યો. પ્રાચીન ભારતીય સાહિત્ય ઘણુંખરું વ્યક્તિગત લેખકોની રચના હોવા કરતાં વિશેષતઃ વિશિષ્ટ સંપ્રદાયની પેદાશ હતું અને તેનું સંચારણ મૌખિક રીતે થતું. આથી તેને લિપિબદ્ધ કરવાનું કામ વિભિન્ન વિદ્યાધામો યા સંસ્કૃતિકેન્દ્રોમાં વિભિન્ન સમયે કરવામાં આવ્યું હોવું જોઈએ. જ્યાં પાઠ્યગ્રંથોના પવિત્ર સ્વરૂપને કારણે અત્યંત ચોક્કસાઈ જાળવવી જરૂરી હતી, જેમ કે વૈદિક સાહિત્યમાં, તે સ્થળે લિખિત પાઠ
૧૬.
Kane Festsecrift, પૃ.૪૪૫