________________
પ્રસ્તાવના
૧૫
પરિવર્તન - વધારા ઘટાડા - કરવાનો હક્ક હતો. અને આવા પાઠને તેમના પ્રાચીનતમ યા મૂલ સ્વરૂપે પહોંચાડવાનું કાર્ય પાઠસમીક્ષક માટે અઘરું અને ઘણી વાર અશક્ય બને છે. તદુપરાંત એવી પણ શક્યતા રહેલી હતી કે મૂળ પરંપરામાં વિક્ષેપ પહોંચે અને પાછળથી તેને કેવળ અંશતઃ પુનર્જીવિત કરવામાં આવે. પરિણામે જેમ જૈન આગમ ગ્રંથોમાં બન્યું છે તેમ મૂલ આગમ ગ્રંથ કેટલાક પરસ્પર સંકળાયેલા અથવા પરસ્પર વિરોધી વર્ગોમાં વહેંચાઈ જતો.
મૌખિક સંચારણમાંથી લિખિત યા પ્રલેખીય (documental) સંચારણ તરફ સંક્રાંતિ ક્રમશઃ થઈ હોવી જોઈએ. જેમ જેમ મૌખિક રીતે સંચારિત કરવાના ગ્રંથોની સંખ્યા વધવા માંડી તેમ તેમ બધી જ પરસ્પર સંકળાયેલી વિદ્યાશાખાઓ પર પ્રભુત્વ ધરાવનારા સમર્થ વ્યક્તિઓની સંખ્યા પાઠ્યગ્રંથોની સરખામણીમાં ઘટવા લાગી હોવી જોઈએ. આને પરિણામે મૌખિક સંચારણોની વિશિષ્ટ પરંપરાઓનો ઉદ્ભવ થયો. બૌદ્ધ અને જૈન ધાર્મિક સાહિત્યની બાબતમાં આપણે જાણીએ છીએ કે તેમના આગમ ગ્રંથોને નોંધવાનું કાર્ય વિશિષ્ટ ચર્ચાસભાઓને સોંપવામાં આવ્યું હતું. આ સભાઓનું * કાર્ય આ રીતે આ સંચારણની વિખરાયેલી પરંપરાઓને એક જગ્યાએ એકત્રિત કરવાનું અને સંચારણના વિશિષ્ટ સંપ્રદાયોમાં અલગ અલગ રીતે જાણીતા પાઠોને એક બિંદુએ પ્રસ્થાપિત કરવાનું રહેતું. બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોના પાઠોને નિશ્ચિત કરવા માટે યોજાયેલી આવી કેટલીક ચર્ચાસભાઓ વિશે આપણે જાણીએ છીએ. પરંતુ સાહિત્યના ઈતિહાસને અન્ય પાઠ્યગ્રંથો સંબંધે આવા પ્રસંગો નોંધાયા હોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું નથી. આ નોંધાયેલા પ્રસંગોની બાબતોમાં પણ તેઓએ આ વિખરાયેલા પાઠોને સંગઠિત કરી તેમનું એકીકરણ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી હતી તે વિષે આપણે અજ્ઞાત છીએ; જેમ કે, આપણે જાણતા નથી કે તે પાઠને ખરેખર લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા કે પછી ફરીથી કોઈ કેન્દ્રિય સંપ્રદાય (school) દ્વારા કેવળ મૌખિક રીતે તેમનું સંચારણ કરવામાં આવ્યું હતું.
જેમ મૂળ પરંપરામાં વિક્ષેપ પહોંચે તે પ્રમાણે પાડ્યગ્રંથોનું મૌખિક સંચારણ ખંડિત થવાની શક્યતા હતી, તેવી જ રીતે લિખિત ગ્રંથને તેના સંચારણનાં વધુ ગંભીર વિક્ષેપ પહોંચવાની ખરેખર વધારે શક્યતા રહેતી. આપણે પ્રાચીન તથા મધ્યકાલીન ભારતમાં પ્રચલિત લેખનસામગ્રી વિષે જોયું. જેમના પર આપણા પાઠ્યગ્રંથો આધારિત છે તે હસ્તપ્રતોમાંની ઘણીખરી દશમી શતાબ્દી પહેલાંની નથી, અને તેમાંની ઘણીખરી તેરમા સૈકા પછીની છે. આ હકીકત પરથી લિખિત દસ્તાવેજોના નશ્વર સ્વરૂપને આપણે સહેજે સમજી શકીએ. આ પ્રમાણે જે ગ્રંથોને ઘણાખરા ધર્મગ્રંથોની જેમ, અથવા રામાયણ મહાભારત કે પુરાણગ્રંથોની જેમ, મૌખિક સંચારણનું સૌભાગ્ય સાંપડ્યું ન હતું, તેવા ગ્રંથોનું સંરક્ષણ ખાસ કરીને હસ્તપ્રતોના સંગ્રહ અને તેમના પ્રતિલિપીકરણ પર