________________
પ્રસ્તાવના
0 () ઈંટો : વાયવ્ય પ્રાંતોમાંથી બૌદ્ધ સૂત્રો જેમના પર કોતરવામાં આવ્યાં હોય એવી ઈંટો મળી આવી છે. દેખીતી રીતે જ માટી ભીની હોય ત્યારે પહેલાં તેમના પર અક્ષરો કોતરવામાં આવતા અને પછી તે ઈંટોને પકવવામાં આવતી.
" (૯) કાગળઃ કાગળ પરની હસ્તપ્રતો ઘણું કરીને તેરમી શતાબ્દીથી પ્રાચીન નથી. કાશગરમાંથી મળી આવેલી જિપ્સમના થરવાળા વિશિષ્ટ કાગળ પર લખાયેલી પ્રાચીન હસ્તપ્રતો મૂળ ભારતીય હોવા વિષે શંકા છે. હોર્નલના મત પ્રમાણે આ બધી જ હસ્તપ્રતો મધ્ય એશિયામાં લખાયેલી હતી. કાગળ પર લખાયેલી હસ્તપ્રતોની બાબતમાં ઘણું સંશોધન કરવાનું બાકી છે.અત્યાર સુધી આ પ્રકારની હસ્તપ્રતોની સામગ્રીનો અભ્યાસ કરવાનો સ્થિરતા અને ખંતપૂર્વક કોઈ પ્રયત્ન થયો નથી, કારણ કે તેમની પ્રાપ્તિ આપણને જુદે જુદે સ્થળેથી થઈ છે, અને તેમનો સમય જુદો જુદો છે. આ દિશામાં કરવામાં આવેલો અભ્યાસ આપણને, ઉદાહરણ તરીકે, કાગળની પ્રાપ્ત થયેલી હસ્તપ્રતોનો સમય વાજબી મર્યાદામાં રહીને નિશ્ચિત કરવા શક્તિમાન બનાવી શકે; જે કાગળ પર હસ્તપ્રત લખાઈ હોય, તેની બનાવટ, દેખાવ, માપ, વોટર-માર્ક (જો હોય તો) ઈત્યાદિના અભ્યાસથી તેનું કાલક્રમની દૃષ્ટિએ વર્ગીકરણ શક્ય બને અને પુરાલિપિવિદ્યાના સંદર્ભમાં હસ્તપ્રતના કાલ-નિર્ણય માટે સ્વતંત્ર પ્રમાણ તરીકે કાર્ય કરી શકે. એક રીતે ઐતિહાસિક પુરાલિપિવિદ્યા પર આ એક નિયંત્રણરૂપ બની શકે.
બહુ પ્રાચીન સમયથી લેખન માટે શાહીનો ઉપયોગ થયેલો હોવાનું મનાય છે. મેકે અને અન્ય વિદ્વાનોની ધારણા એવી છે કે મોહેંજો-દડોમાં પીઠ પર ઊંડા પોલાણવાળા તથા બેઠેલા ઘેટાના આકારવાળા પશ્વાકૃતિ પાત્રનો જે નમૂનો મળ્યો છે તે ખડિયો હોવાની શક્યતા છે. વધુ જાણીતા સમય તરફ આવતાં નિયરકોસ અને યુ.કર્ટિસનાં વિધાનો ભારતમાં ઈ.સ. પૂર્વે ચોથી શતાબ્દી દરમિયાન શાહીનો ઉપયોગ થતો હોવાની વાતને અત્યંત સંભવિત બનાવે છે. પોતાનમાંથી પ્રાપ્ત થયેલા ખરોષ્ઠી દસ્તાવેજો ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં શાહીના ઉપયોગની લોકપ્રિયતા સાબિત કરે છે. પરંતુ શાહીના લખાણોનો અત્યાર સુધી જાણમાં આવેલ સૌથી પ્રાચીન નમૂનો અંધેરના સ્તૂપના અવશેષ-પાત્ર (relic vase) પરનું લખાણ છે. અને તે નિશ્ચિતપણે ઈ.સ.પૂર્વે બીજી શતાબ્દી પછીનું તો નથી જ. અજંટાની ગુફાઓમાં હજીયે રંગીન શિલાલેખો મળે છે. જૈનોએ પાછળથી તેમની હસ્તપ્રતોમાં રંગીન શાહીનો છૂટથી ઉપયોગ કર્યો છે. તદુપરાંત પ્રાચીન કાળથી જ શાહીની જગ્યાએ ચાક, સિંદુર તેમ જ હિંગળોક (હિંમુત્ત) નો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.
લખવાના સાધનનું સામાન્ય નામ “લેખની’ છે, તેમાં અણીદાર સીસાપેન, પીંછી, બરુ અને લાકડાની કલમનો સમાવેશ થાય છે. ઈ.સ.પૂર્વે ચોથી શતાબ્દીમાં