________________
ભારતીય પાઠ-સમીક્ષા
આસપાસ) બુદ્ધના સમયથી પ્રાપ્ત થયેલાં તામ્રપત્ર પર અપાયેલાં દાનોનો ઉલ્લેખ કરે છે. સોઘરા-પત્ર આપણને જણાવે છે કે મૌર્યયુગ દરમ્યાન સરકારી હુકમનામાં તાંબા પર લખવામાં આવતાં હતાં. આ પત્ર(plate)ને રેતીના બીબામાં ઢાળવામાં આવેલું છે, જેમાંના અક્ષરો અને તેમના પરનાં મુદ્રાંકો પહેલેથી જ અણીદાર સાધન યા ધારદાર લાકડાના ટુકડા વડે કોતરવામાં આવેલા હતા. આથી અક્ષરો તથા મુદ્રાંકો એ બન્ને બીબામાં ઢાળેલો પત્ર પર ઊપસી આવે છે. બીજાં બધાં તામ્રપત્રો હથોડાથી ટીપીને તેયાર કરવામાં આવેલાં છે; અને તેમાંનાં ઘણાંના ઉપર હથોડાના ઘાનાં ચિહ્નો સ્પષ્ટપણે વરતાય છે. તેમની જાડાઈ અને કદમાં સારું એવું વૈવિધ્ય પ્રવર્તે છે; જેમ કે કેટલાંકનું પતરું એટલું પાતળું હોય છે કે તેમને બેવડા વાળી શકાય અને તેમનું વજન થોડા
સમાત્ર હોય છે. જ્યારે બીજાં કેટલાંક અતિશય વજનદાર હોય છે, જેમનું વજન આઠ યા નવ પાઉન્ડ(શેર) કે તેથી પણ વધુ હોય છે. તેમનું કદ કંઈક અંશે જે પ્રદેશમાંથી મૂળ બહાર પાડવામાં આવ્યાં હોય ત્યાં સામાન્યતઃ જે પ્રકારની લેખન-સામગ્રી પ્રચલિત હોય તે પર આધારિત હોય છે અને કંઈક અંશે જે દસ્તાવેજ તેમના પર કોતરવાનો હોય તેની લંબાઈ, લખનાર અધિકારીના અક્ષરોનું કદ, ઇત્યાદિ પર અવલંબે છે. લુહારો હંમેશાં તેમને જે મૂલાદર્શ આપવામાં આવ્યો હોય તેનું જ અનુકરણ કરતા હોય છે. અને પરિણામે જો મૂલાદર્શ તાડપત્ર પર હોય તો ધાતુપત્ર સાંકડું ને લાંબુ રહેતું અને જો તે ભૂર્જપત્ર પર હોય તો વધુ પહોળું બનાવવામાં આવતું, જે ઘણીવાર લગભગ ચોરસ બની જતું. સાંકડાં તામ્રપત્ર દક્ષિણ ભારતની વિશિષ્ટતા છે, અને વધુ પહોળાં તેનાથી ઉત્તરના પ્રદેશોની વિશિષ્ટતા છે. જો એક કરતાં વધુ પત્રોની જરૂર પડે તો આવાં પત્રોને સામાન્ય રીતે તેમાં ગોળ કાણાં પાડી તેમાંથી તાંબાની કંડીઓ પસાર કરીને જોડવામાં આવતાં. દક્ષિણમાં માત્ર એક જ કડી જોવા મળે છે. વિવિધ તામ્રમૂર્તિઓના પાયા પર પણ વ્રતપૂર્તિ (યા પ્રતિજ્ઞાપૂર્તિ) સંબંધી લખાણ કોતરેલાં દેખાય છે. -
- (૭) પથ્થર : અતિ પ્રાચીન કાળથી, તદ્દન ભિન્ન ભિન્ન પ્રકારના પથ્થરો, ગોળ અને કૃત્રિમ રીતે સુંવાળા બનાવેલા અસિતાશ્મ (basalt) અથવા ટ્રેપની શિલાઓ, તેમજ કલાત્મક રીતે કોતરેલા પથ્થરના ખડકોના સ્તંભ અને સ્ફટિકના પાસા (prism) પણ દસ્તાવેજ લખવા માટે પ્રયોજાતા હતા. આવું લખાણ સરકારી યા બિનસરકારી (અંગત) દસ્તાવેજોથી માંડીને કાવ્યાત્મક ઉગારો સુધી ગમે તે પ્રકારનું રહેતું. અજમેરમાં ચાહમાન રાજા વિગ્રહ ચોથા અને તેના રાજકવિ સોમદેવનાં નાટકોના ઘણા અંશ પ્રાપ્ત થાય છે. વળી બિઝોલ્લીમાં જૈન “સ્થલપુરાણ'ના ઘણાં સર્ગો આ રીતે અસ્તિત્વ ધરાવે છે.