________________
પ્રસ્તાવના
(૧) ભૂર્જ વૃક્ષની છાલ (ભૂર્જપત્ર યા ભોજપત્ર) : હિમાલયમાં ભૂર્જ વૃક્ષો વિપુલ પ્રમાણમાં થાય છે. તેમની અંદરની છાલ લેખન માટે વપરાતી હતી. સંભવતઃ કર્ટિયમ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે સિકંદરના આક્રમણ સમયે આનો લેખન-સામગ્રી તરીકે ઉપયોગ થતો હતો. પાછળથી ઉત્તરના બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મનાં સંસ્કૃત લખાણોમાં તેનો “ભૂર્જત્વમ્' તરીકે સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે.
આ ઉપકરણ (ભૂfપત્ર) પર લખાયેલા સૌથી પ્રાચીન ઉપલબ્ધ દસ્તાવેજ પોતાનમાંથી મળી આવેલ ખરોષ્ઠી ધમ્મપદ અને અફઘાનિસ્તાનના સૂપમાં મેસનને મળી આવેલા દોરીથી બાંધેલા “વીંટા' છે.
આ પછી ગોડફ્રેના સંગ્રહના અંશો અને બાવર હસ્તપ્રતોનો ઉલ્લેખ કરી શકાય. બાવર હસ્તપ્રતનાં પાન(પત્ર) તાડપત્રના કદ પ્રમાણે કાપવામાં આવ્યાં છે. અને તેમની મધ્યમાં કાણું પાડવામાં આવ્યું છે, જેથી તેમને એકત્રિત રાખવા માટે દોરી પસાર કરી શકાય. તે પછી સમયની દૃષ્ટિએ બક્ષાલી હસ્તપ્રત આવે છે. અને ત્યાર બાદ લાંબા ગણનાપાત્ર સમયના ગાળા પછી કાશ્મીરની હસ્તપ્રતો જોવા મળે છે. આ હસ્તપ્રતો પૂના, લાહોર, કલકત્તા, લંડન, ઓકસફર્ડ, વિયેના અને બર્લિનના પુસ્તકાલયોમાં સચવાયેલી છે. આમાંની એક પણ હસ્તપ્રત ઘણું ખરું ઈ.સ.ની પંદરમી શતાબ્દીથી પૂર્વેની નથી.
. (૨) સુતરાઉ કાપડ : આનો ઉલ્લેખ નિયરકોસે કર્યો છે. વળી કેટલીક પદ્યાત્મક સ્મૃતિઓ અને સાતવાહન સમયના કેટલા શિલાલેખોમાં પણ આનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે અનુસાર સરકારી અને અંગત દસ્તાવેજો આના પર લખવામાં આવતા હતા. આને “પટ” “પટિકા' અથવા કાર્યાસિક પટ' કહેવામાં આવે છે. બર્નેલ અને રાઈસના મત પ્રમાણે આજે પણ કર્ણાટકના વ્યાપારીઓ “કડતમ' નામના એક પ્રકારના કાપડનો લેખન માટે ઉપયોગ કરે છે. તેના પર આમલીના કચુકાની લુગદી લગાડવામાં આવે છે, અને પાછળથી કોલસાથી તેને કાળું કરવામાં આવે છે. તેના ઉપર ચાક અથવા સીસાપેન વડે લખવામાં આવે છે. આ અક્ષરો ધોળા અથવા કાળા હોય છે.
બૂલરને જેસલમેરમાંથી એક રેશમી પટ્ટો મળ્યો હતો, જેના પર જૈન સૂત્રો શાહીથી લખાયેલાં છે. પિટરસનને અણહિલવાડ પાટણમાંથી વિક્રમ સંવત ૧૪૧૮ (ઈ.સ.૧૩૫૧-૫૨)માં કાપડ પર લખાયેલી હસ્તપ્રત મળી આવી હતી. ત્યા-મેનના અવશેષોમાં સ્ટેઈનને ખરોષ્ઠી લિપિમાં લખાયેલ સફેદ રેશમી પટ્ટી પ્રાપ્ત થઈ હતી. વળી મિરાનનાં પ્રાચીન મંદિરોમાં તેમને ખરોષ્ઠી લિપિમાં લખાયેલા (કોતરાયેલા) ઝીણા રંગીન રેશમના ત્રણ મોટા ટુકડા મળ્યા હતા. આવા જ અક્ષરોવાળો એક બીજો