________________
પ્રસ્તાવના
આવ્યો છે. આની આકૃતિ બેઠેલા ઘેટા જેવી છે. તેની પીઠમાં ઊંડું પોલાણ છે. તેનો ઉપયોગ કદાચ ખડિયા તરીકે થતો હશે.” આ ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે જો કે સિંધુ સંસ્કૃતિની લિપિ વિષે અથવા સિંધુ સંસ્કૃતિના લહિયા દ્વારા વાપરવામાં આવતી શક્ય લેખનસામગ્રી વિષે આપણે નિશ્ચિતપણે કંઈ જાણતા નથી છતાં પણ તે જમાનામાં લેખનકળાં અસ્તિત્વ ધરાવતી હતી તે વિષે શંકાને કોઈ સ્થાન નથી.
મોહેંજો-દડો સાથે સંકળાયેલ એક બીજી હકીકત, જે વિષે સરકારી અહેવાલોમાં આશ્ચર્યજનક રીતે કોઈ ઉલ્લેખ નથી, તે એ છે કે રાવ બહાદુરતિ વખતે શ્રી) કે.એન. દીક્ષિતે ઈ.સ. ૧૯૨૬ની પહેલી જાન્યુઆરીએ ચાંદીના એક ટુકડાની શોધ કરી હતી. તેનો ક્રમાંક ડી કે ૧૩૪૧ (એન.એસ.) છે. તેની બંન્ને બાજુએ શંકુલિપિમાં મુદ્રાંકન (cuneiform punches) હોવાનું તેમણે નોંધ્યું છે. આ સૌથી પ્રાચીન નમૂનો છે અને તે ભવિષ્યના પુરાલિપિશાસ્ત્રીએ કરવાના સંશોધન કાર્યનો ભાગ બનશે. તેણે આને આધારે બ્લરના હાલ પ્રસિદ્ધ પ્રશિષ્ટ સિદ્ધાંતનું પુનઃ સંશોધન કરવાનું રહેશે.
વસ્તુસ્થિતિ આમ છે તો પછી સિંધુ સંસ્કૃતિ પછીના ભારતીય સાહિત્યમાં લેખન વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કેમ મળતો નથી? ભારતમાં આ સમસ્યા મુશ્કેલીભરી છે. કારણ કે આધુનિક હિન્દુની દૃષ્ટિએ પણ વેદો અને શાસ્ત્રો ગુરુમુખમાં જ રહેલાં છે. તેમનો શબ્દ લિખિત પુસ્તક કરતાં વધુ પ્રમાણભૂત ગણાય છે. તેમનો અભ્યાસ કેવળ ગુરુ પાસેથી જ થઈ શકે, હસ્તપ્રતો કે ગ્રંથોમાંથી નહીં. આજે પણ હિન્દુઓ મુઉસ્થા વિદ્યા’ અર્થાત્ જે પંડિતની સ્મૃતિમાં જડાયેલી હોય તે વિદ્યાનો જ આદર કરે છે. બૂલર કહે છે તે પ્રમાણે ““આધુનિક કવિઓ પણ તેઓની રચનાનું પઠન યા વાચન થાય તેમ ઈચ્છતા નથી. પરંતુ તેમની કાવ્ય પંક્તિઓ વિદ્વાન પુરુષોના કંઠનું આભૂષણ' (સતાં Gભૂષણ) બની રહે તેવી આશા સેવે છે.” એ જ વિદ્વાનના મતાનુસાર, “આપણી દષ્ટિ પહોંચી શકે ત્યાં સુધી તો આ વસ્તુસ્થિતિ પ્રાચીનકાળથી માંડીને સદૈવ આ જ પ્રકારની રહી છે. પરંતુ જ્યારે તે કહે છે કે “આનું મૂળ કારણ કદાચ એ હોવાની સંભાવના છે કે હિન્દુ શાસ્ત્રો અને કાવ્યોનો પ્રારંભ એવે સમયે થયો હતો કે જયારે લેખનકલા અજ્ઞાત હતી, અને લિખિત વર્ણો પ્રચલિત થયા તે પૂર્વે મૌખિક અધ્યાપનની પદ્ધતિ પૂર્ણ રીતે વિકસિત થઈ ચૂકી હતી, જેનાં મૂળ ઋગ્વદમાં જોવા મળે છે.”૧૨ ત્યારે તેના આ વિધાન સાથે સંમત થઈ શકાય ૮. એજન, પૃ. ૧૫૭.
આ માહિતી માટે હું પ્રો.ડી.ડી. કોસમ્બીનો ઋણી છું. ૧૦. Indische Palaeographie, સ્ટ્રાસબર્ગ, ૧૮૯૬. ૧૧. એજન ૧૨. એજન