Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 11
________________ ભારતીય પાઠ-સમીક્ષા tablets) જેવી અન્ય સામગ્રીના અભાવે આપણે અનુમાન કરવું રહ્યું કે સિંધુ સંસ્કૃતિના જમાનાના લહિયા માટીને બદલે ભોજપત્ર, તાડપત્ર, ચર્મપત્ર, લાકડું યા સુતરાઉ કાપડ જેવાં ઓછાં ટકાઉ સાધનોનો ઉપયોગ કરતા હતા, જે સ્વાભાવિક રીતે યુગો પસાર થતાં નષ્ટ થયાં હશે.” સિંધુ સંસ્કૃતિ પર લખેલા ndas chilisation નામના રસપ્રદ પુસ્તકમાં, સર જોન માર્શલને અનુસરીને મેકે લખે છે કે –“બધા જ પદાર્થો પરની લિપિ તદન સરખી જ જણાય છે, ભલે પછી તે પદાર્થો તે બે શહેરોના ઉચ્ચ સ્તરમાંથી ખોદી કાઢવામાં આવેલા હોય કે નીચલા સ્તરમાંથી. અલબત્ત, સામાન્ય પ્રસંગોએ લેખન માટેની કોઈ જુદી અથવા ઝડપી પદ્ધતિ પ્રચલિત હશે. પરંતુ આની સાબિતી તરીકે અત્યારે કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. કોઈ પણ લાંબા દસ્તાવેજોનો સદંતર અભાવ સૂચવે છે કે સામાન્ય રીતે લેખનસામગ્રી તરીકે ચામડું, લાકડું અથવા સંભવતઃ પત્રનો પણ ઉપયોગ થતો હશે, જે બધાં ભેજવાળી અને ખારી જમીનમાં ક્યારનાય નષ્ટ થયાં છે..'...કેટલીક પાતળી લંબચોરસ આકારવાળી મૃત્પટ્ટિકાઓ મળે છે. તેમને એક છેડે કાણું પાડેલી દાંડી બેસાડેલી હોય છે. આમનો ઉપયોગ લેખન પટ્ટિકાઓ તરીકે થતો હોય તે સંભવિત છે. આમનું કદ નાનું છે. તેમની લંબાઈ ૪ થી ૭ ઈંચની હોય છે. અને કોઈ સમયે તેમના પર ચોક્કસપણે કોઈ એવો સુંવાળો પદાર્થ લગાડવામાં આવતો હતો, જેના પરથી લખાણ ભૂંસી શકાતું હતું....આ પ્રકારની કાઠ-પટ્ટિકાઓ ભારતમાં આજે પણ પ્રચલિત છે..... માટી પરની સંજ્ઞાઓ મોહેંજોદડોમાં બહુ સામાન્ય નથી. પરંતુ હડપ્પામાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી મોહેંજો-દડોમાં મળેલી સંજ્ઞાઓ મોટા ઘડાઓના કાંઠા (shoulders) પર કોતરવામાં આવેલી છે. આ કિસ્સામાં સંજ્ઞાઓ મુદ્રાઓ અને તાવીજો પરના વર્ષોના આકારને મળતી આવે છે. પરંતુ વિચિત્ર વસ્તુ એ છે કે લાંબા લખાણવાળું કોઈ મૃત્પાત્રખંડ (potsherd) હજુ મળ્યા નથી. કદાચ ઘણી સહેલાઈથી દ્રવી જાય તેવા શાહી વપરાઈ હોય, અને તે સૈકાઓના ગાળા દરમ્યાન વિલુપ્ત થઈ હોય તો જુદી વાત છે......તેમ છતાં મોહેંજો-દડોમાં એક મૃત્પાત્રખંડ મળી આવ્યો છે, જેની એક બાજુએ કંઈક હોડી જેવું ચિત્ર કોતરવામાં આવ્યું છે અને બીજી બાજુએ બે ચિત્રાત્મક સંજ્ઞાઓ જોવા મળે છે.” આગળ તે નોંધે છે કે - “પશુની આકૃતિવાળા પાત્રનો કેવળ એક નમૂનો પ્રકાશમાં ૩. ૪. ૫. ૬. ૭. એજન, ૧,૩૫ Indus Civilisation, પૃ. ૧૩ એજન, પૃ. ૧૩૯ એજન, પૃ. ૧૫૫ એજન, પૃ. ૧૫૫

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 162