________________
ભારતીય પાઠ-સમીક્ષા
તેમ નથી, કારણ કે મોહેંજો-દડો અને હડપ્પામાં પ્રાપ્ત થયેલ મુદ્રાઓ અને તાવીજોથી હવે સાબિત થાય છે કે આ સમય અગાઉ પણ લિખિત અક્ષરો(સંજ્ઞાઓ) અસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ સિંધુ સંસ્કૃતિની ચિત્રાત્મક વર્ણમાળા અને મૌર્ય યુગની બ્રાહ્મી યા ખરોષ્ઠી લિપિના અક્ષરો વચ્ચેના સમયનો ગાળો ભારતીય ઇતિહાસમાં અંધકારમય યુગ છે, જો કે આ બન્નેને સંકલિત કરવાના પ્રયાસો ઓછા નથી થયા. પ્રો. લેંગ્વન પ્રાચીન બ્રાહ્મી મૂળાક્ષરોનો વિકાસ સિંધુ લિપિમાંથી થયો હોવાનું પ્રતિપાદિત કરે છે, પરંતુ જ્યાં સુધી નવાં સંશોધનો દ્વારા એ બન્ને વચ્ચેનો ગાળો પુરાય નહીં, સિંધુ લિપિને ઉકેલવામાં ન આવે અને તે દ્વારા અંધકારમય યુગ પર પ્રકાશ ન પડે, ત્યાં સુધી આવા સિદ્ધાંત કેવળ કલ્પનાના ક્ષેત્ર પૂરતા જ મર્યાદિત રહેશે.
લેખનકલાના પ્રચારનાં સાહિત્યિક પ્રમાણ બ્રાહ્મણ ધર્મ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ ગ્રંથોનો કાલક્રમ ચોક્સાઈપૂર્વક નિશ્ચિત થયેલો ન હોવાથી આપણે વિદેશી તારીખવાળી સામગ્રીમાં પ્રાપ્ત થતાં પ્રમાણોને વધુ મહત્ત્વનાં ગણવાં પડે છે. ઈ.સ.પૂ.ચોથી સદીની અંતિમ પચીસી વિષે નિરિકોસનું વિધાન પ્રાપ્ત થાય છે, જે અનુસાર હિન્દુઓ રૂને સારી રીતે ટીપીને બનાવેલા કાપડ પર અક્ષરો લખતા હતા; અને યૂ.કર્ટિયસની નોંધ, વૃક્ષોની અંદરની કોમળ છાલ આ જ હેતુ માટે પ્રયોજાતી હોવાનો ઉલ્લેખ કરે છે અને સુપ્રસિદ્ધ ભૂર્જની છાલ પ્રાચીન કાળથી પ્રયોજાતી હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આ વિધાનો નિર્દેશ છે કે ઈ.સ.પૂર્વે ૩૨૭ થી ૩૨૫ ના ગાળા દરમ્યાન ભારતમાં બે ભિન્ન સ્વદેશી સામગ્રી પર લેખનનો પ્રચાર હતો. તે જ રીતે મોહેંજો-દડો અથવા હડપ્પા સિવાયના અન્ય પ્રાચીનતમ ભારતીય શિલાલેખોની પુરાલિપિશાસ્ત્રીય ચકાસણીનાં પરિણામો સાહિત્યિક પ્રમાણો સાથે સંપૂર્ણ બંધ બેસે છે, જે પાંચમી શતાબ્દી દરમ્યાન અને કદાચ તેથી પણ પૂર્વે લેખન-કલાનો વ્યાપક પ્રચાર હોવાનું સાબિત કરે છે.
સિંધુ સંસ્કૃતિથી માંડીને બ્રાહ્મી અને ખરોષ્ઠી અને તેમના પાછળના સ્વરૂપ પર્વતનો લેખનકલાનો સંપૂર્ણ વિકાસ ભારતીય પુરાલિપિશાસ્ત્ર પરના સ્વતંત્ર પુસ્તકનો વિષય બનવો જોઈએ. આ કાર્ય સિંધુ લિપિ ઉકેલી શકાય ત્યારે પછી જ થઈ શકે. પછીની લિપિઓ વિષે તો બૂલરનો તે વિષય પરનો ઉત્કૃષ્ટ નિબંધ હજી પણ અવલોકનાઈ છે. .
* હિંદુઓ દ્વારા વપરાતી લેખનસામગ્રીની બાબતમાં નીચેનાનો ઉલ્લેખ કરી શકાય :
૧૩.
અંજન પૃ. ૬