________________
ગૌરવગાથા
[ 4 ]
અરે ! ગાચરી જેવા પ્રસંગે પણ નજર નીચી રાખે છે. અહીં તે ખુદ આચાય પોતે જ સનાતન કાનૂનના ભ`ગ કરી રહ્યા છે. એ પાછળ જરૂર કંઇ રહસ્ય હાવું જોઇએ. આ જાણીતા શ્રમણમાં વિકારના ઉદ્ભવ તે સંભવે જ નહીં.
દેશના પૂરી થતાં જ બુદ્ધિશાળી આસરાજ એકાંત સાધી ગુરુ સન્મુખ ઉપસ્થિત થયા અને પાતે જે જોયું હતુ તે પાછળનું કારણ જાણવા આતુર બન્યા.
ગુરુજી યુવકના લલાટ પરથી કળી ગયા કે આ કોઇ સામાન્ય માનવી નથી. તરતજ સમજ આપતાં કહેવા લાગ્યા કે
“ વત્સ ! હું હાલ સામુદ્રિક શાસ્ત્રનુ અવલેાકન કરું છું. એમાં નર–નારીના જુદા જુદા લક્ષણ્ણા સંબંધી અધિકાર ચાલે છે. એના ઉપરથી ફળપ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ પૂર્વપુરુષાએ પેાતાની જ્ઞાનગરિમાથી દર્શાવ્યું છે. કાળા પાશાકે મારી નજર અચાનક કુમારદેવીના ચહેરા પ્રતિ વાળી. એ ઉપર રમતા ચિન્હા અને લક્ષણુશાસ્ત્રના શબ્દો વિચારતાં મને લાગ્યું કે સૂર્ય ચંદ્ર જેવા પ્રતાપશાળી પુત્રાની એ માતા થવી જોઇએ. ખાતરી કરવા પુન: ષ્ટિ ફેંકી તેા કપાળ કુંકુમ તિલક વિનાનું અને દેહલતા સાભાગ્યવતીને શાલતા અલંકાર વગરની જોઇ. મન હીંડાળે ચઢ્યું. શાસ્ત્ર સાચું કે વ્યવહાર સાચા ’ એ પ્રશ્ન સહજ ઉદ્દભવ્યેા. વેશ પરથી કુમારદેવી ખાળવિધવા છે એમ નક્કી થયું, તેા પછી પુત્રવતી થવાના સંભવ કેવા ? અંતરમાં ઉઠેલ આ સભ્રમ દષ્ટિપાતામાં કારણરૂપ છે. ”
·
66
પૂજ્ય ગુરુદેવ, આપ આખરે શા નિર્ણય પર આવ્યા ? ’’ “ વત્સ ! ભલે વર્તમાનમાં જુદું નજરે ચઢે, પણ શાસ્ત્રવચનમાં મને શંકા છે જ નહીં. કોઈવાર અપવાદ જોર:કરી જાય છે. ‘ ધર્મમાં વિચિત્રા ગતિઃ ' અર્થાત્ કની ગતિ ન્યારી છે. ”
9