Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ગૌરવગાથા | [ ૭૩ ] ધૂરા પણ વહન કરતા. જરૂર પડે ભાલા-તલવારના દાવ પણ ખેલવા રણમેદાનમાં દેડી જતા. પોરવાડ જાતિના પ્રખ્યાત વંશમાં ચંડપ મંત્રી થયા. તેમને ચંડપ્રસાદ નામનો એક તેજસ્વી પુત્ર થયે. ચંડપ્રસાદને સમ નામને પુત્ર થયો. એ પોતાની આવડતના જોરે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંત્રીપદે પહોંચે અને તેમને પ્રીતિપાત્ર તેમજ વિશ્વાસપાત્ર બન્યું. એ સેમ મંત્રીના પુત્રનું નામ અશ્વરાજ, એ જ આપણા નાયક આસરાજ. આસરાજના સમયમાં આબુ નામના મંત્રીધર વધુ ખ્યાતિ પામ્યા હતા. માત્ર રાજદરબારમાં જ એ માનતા હતા એમ નહીં પણ જેન સંઘમાં અગ્રેસર અને કત્તીકારવતા ગણાતા. સૌ કોઈની નજર કંઈક મહત્ત્વને પ્રશ્ન ઊભું થતું ત્યારે ખાસ કરી તેમના પ્રતિ વળતી. પોતાની પ્રજ્ઞાના જોરે એને ઊકેલ પણ એ સુંદર રીતે આણતા. રાજા અને પ્રજા વચ્ચે એ સાંકળરૂપ લેખાતા. એમને કુમારદેવી નામની એક સૌન્દર્યશાળી પુત્રી હતી. માબાપના ગુણે તેને વારસામાં મળ્યા હતા. એની વયની અન્ય કુમારિકાઓ કરતાં એ ઘણી રીતે ચઢિયાતી હોવાથી સૌમાં અગ્રપદે આવતી. વાદ્યપિ ર્તિ પ્રા એ નીતિકારના કથન મુજબ, તેનામાં બુદ્ધિબળ એવું તે પ્રશંસાપાત્ર હતું કે ભલભલા પ્રૌઢને પણ એ સલાહ લેવાના સ્થાનરૂપ મનાતી. ધાર્મિક તેમજ વ્યવહારિક અભ્યાસમાં તે મોખરે રહેતી. વૈશ્ય કુળમાં જન્મ છતાં ક્ષત્રિય બાળાઓ સાથના સહીયરપણાથી શસ્ત્રા ફેરવવાના ઘણા દાવો તે શીખી હતી. સૌ કોઈ માનતા કે કુમારદેવી પરણને શ્વસુરગૃહે ગયા પછી પોતાના આચરણ દ્વારા નીતિકારને નિમ્ન લેક અક્ષરશ: સાચો કરી દેખાડશે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 154