________________
[૮]
ઐતિહાસિક પૂર્વજોની कार्येषु मंत्री, करणेषु दासी, भोज्येषु माता, शयनेषु रंभा। मनोऽनुकूला क्षमया धरित्री, गुणैश्च भार्या कुलमुद्धरन्ति ।
પણ વિધાતા, માનવની ધારણાઓ ભાગ્યે જ બર આવવા દે છે! સંસારી જીવોની પાછળ પૂર્વકર્મોને વળગાડ જીવતેજાગતો પડ્યો હોય છે. તક મળતાં જ એ પિતાની લીલા વિસ્તારે છે. રંગમાં ભંગ પાડતાં એને વિલંબ થતો જ નથી. આબુ મંત્રીશ્વરના સુખભર્યા ગૃહસંસારમાં કુમારદેવીના લગ્નદિનને આનંદ હજુય ભુલાયે ન હોતે ત્યાં વિધાતાએ વિષાદની વર્ષો વરસાવી! સાસરીના આવાસમાં જતાં પૂર્વે કુમારદેવી બાળવિધવા બની !
પ્રધાનજીના આવાસમાં શોકની કાલીમા પથરાઈ ગઈ ! દુઃખનું ઓસડ દહાડા” એ સૃષ્ટિના ક્રમ પ્રમાણે કુમારદેવીવાળું દુખ પણ ભુલાતું ગયું. યૌવનના આંગણે આવી ઊભેલી કુમારદેવી પણ કુલીન ઘરના સંસ્કારે જાણે કંઈ બન્યું જ નથી એમ મન મનાવી, પિતાને સમય દેવદર્શન અને ગુરુજીના વ્યાખ્યાનશ્રવણમાં તેમજ ધાર્મિક વ્રત-નિયમ કરવામાં વ્યતીત કરવા લાગી.
એકદા મંત્રી ગૃહે આસરાજનું અતિથિરૂપે આવવું થયું. મંત્રીપુત્રી કુમારદેવી અચાનક નજરે ચઢી. ખીલતી કળી જેવી તરુણીને શ્યામ વેશ જોઈ એને કુતુહળ જગ્યું. મંત્રીશ્વર સાથે એ ગુરુજીના વ્યાખ્યાનમાં ગયે છતાં એની દષ્ટિ ત્યાં પણ નારીગણમાં બેઠેલી કુમારદેવી તરફ વારંવાર ખેંચાવા માંડી. વધુ આશ્ચર્ય તે ત્યારે થયું કે ખુદ ગુરુજીને એ લલનાના ચહેરા પ્રતિ અવારનવાર ચક્ષુ ફેરવતા નિહાળ્યા. સામાન્યત: સંસારત્યક્ત સંતે સરાગ નજરે સ્ત્રીગણ તરફ જતાં જ નથી.