________________
૧. અમરસિંહ બરવા ?
-~આ પ્રસંગ મેવાડના સિંહાસન ઉપર દ્વિતીય રાજસિંહ મહારાણા તરીકે બિરાજતા હતા તે સમયને છે. નગરરક્ષાને સર્વ ભાર રાણાજીએ સલુબ્રા સરદાર ભીમસિંહના હાથમાં સેં યે હતો. તેઓ જાતે વરવર જયમલના વંશજ રાઠેડવીર, બેદરપતિની સાથે આવા સંકટના સમયમાં નગર અને રાજ્ય તથા પ્રજારક્ષા કરવા માટે ભયંકર રણભૂમિમાં ઉતરી ચૂકયા હતા. એમના જે ચુનંદા અને વફાદાર સહાયકો હતા એમાંનાં એક અમરચંદ બરવા પણ હતા. એ પરાક્રમશાળી વૈશ્યપુત્રે એ વેળા જે ઉત્સાહથી કાર્ય કર્યું તે રાજસ્થાનના ઈતિહાસમાં આજે પણ સુવર્ણાક્ષરે શેભે છે.
અમરચંદ બરવાનો જન્મ વૈશ્યકુળમાં થયો હતો. તેઓ મેવાડ રાજ્યમાં મંત્રીપદે હતા. તેમના સરખા ચતુર અને દક્ષ અમાત્ય વિરલ જોવાય છે. સલુબ્રા સરદાર ભીમસિંહને માત્ર તેઓ ન્યૂહરચના દર્શાવી બેઠા નહેાતા રહ્યા, પણ સાથેસાથે શસ્ત્રો ધારણ કરી, રણમેદાન પર પણ પહોંચ્યા હતા. સંગ્રામભૂમિ પર બતાવેલી શૌર્યતાના પ્રતાપે જ અમરચંદમાંથી તેઓ અમરસિંહ બન્યા હતા. ત્યારથી જ કલમ ચલાવનાર સમય આવે કટાર યાને તલવાર પણ ચલાવી જાણે છે એ વાત જનતાના હૃદયમાં ઉતરી ચૂકી હતી અને વધુ જોર તો એ માટે પકડી રહી હતી કે વીરતા સાથે બુદ્ધિમત્તાને વેગ સાંપડે ત્યારે કેઈ અનેરી જમાવટ થાય છે અને વિજય નિશ્ચિત બને છે.
ઉપર કહ્યું તેમ પિતાની તેજસ્વિતાના જોરે આગળ વધેલા અમાત્ય અમરસિંહ પણ રાજ્યખટપટનો ભોગ બન્યા. રાણા ઉરસીના સમયમાં એમનું મંત્રીપદ છીનવી લેવામાં આવ્યું. એક તરફ આ દીર્ધદશી પુરુષની સલાહને અંત આવ્યું અને બીજી તરફ ઉપદ્રથી મેવાડ ઘેરાવા માંડયું.