Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ [૪] ઐતિહાસિક પૂજન આપે છે અને મહાત્મા ગાંધીજીએ અહિંસા યાને દયા જેવા અમોઘ ગુણને રાજકારણમાં અપનાવી એ દ્વારા કેવી અપૂર્વતા સિદ્ધ કરી શકાય છે એ સ્વઆચરણથી પુરવાર કરી આપ્યું છે કે જેથી એ સામે મજાક ઉડાવનારાના મુખ સહજ શ્યામ પડી ગયા છે. જેનધર્મ પાળનારા માત્ર વણિક જ હતા અને તેઓ બીકણ વા ભીરુ હતા, અર્થાત શસ્ત્રો ધારણ કરી જરૂર પડયે શૌર્ય દાખવી શકતા નહોતા.” એવા કેટલાકના પ્રલાપ સામે અહીં મણકારૂપે કેટલાક એતિહાસિક વૃત્તાન્ત રજૂ કરી એ પ્રલાપ કેવા ખોટા અને મેં માથા વિનાના છે એ બતાવવા, તેમજ જૈનધર્મ પાળનાર વર્ગમાં પણ ક્ષત્રિયવટ રાખનારા ક્ષત્રિય થયા છે એ દર્શાવવા પ્રયાસ સેવ્યા છે. જૈન સમાજ પિતાના પૂર્વજોની ગૌરવગાથા વાંચી, દેશ-કાળને અનુરૂપ જીવન ઘડતો થાય એવી મનેકામના છે. આ પુસ્તકમાં જુદા જુદા વીસ અંક હેઠળ જૈનધર્મ પાળનારા પણ સાથોસાથ રાષ્ટ્રપ્રેમ તેમજ માનવતા ઘડીભર પણ વિલી ન મૂકનારા પરાક્રમશાળી આત્માઓના જીવનની ઝાંખી કરાવવામાં અભિલાષા તો એ જ છે કે એ વાંચી વર્તમાન કાળના જેને પોતાનામાં દેશકાળને અનુરૂપ ચેતના પ્રગટાવે. આ પ્રયાસને સફળતા વરશે તો આ જ ધોરણ-વિમલશા, દયાલશા આદિ શૂરવીરોની યશરેખા દોરવાની ઈચ્છા છે. - અંતમાં એટલું જણાવવું ઉચિત લેખાશે કે-આમાં સંપૂર્ણ જીવનચરિત્ર આલેખાયા નથી, પણ માત્ર અગત્યના પ્રસંગે વાનકીરૂપે અને ઐતિહાસિક દષ્ટિ નેત્ર સામે રાખી ગુંચ્યા છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154