________________
ગાથા : ૧૩૩થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા.. ભાવાર્થ - ક્ષાયિકાદિ ભાવો ઔદયિક નથી એમ કહેવાથી શરીરનામકર્મથી ઉપનીત એવી ઔદયિકક્રિયા ચારિત્રલક્ષણને પામતી નથી. આમ છતાં, સમિતિ-ગુપ્તિની ક્રિયાઓમાં ચારિત્રનો વ્યવહાર છે તેથી, આચારિત્ર છે એ પ્રકારના વ્યવહારને પેદા કરે છે. તેથી તેમાં તટસ્થતા છે, એટલે કે તે ક્રિયાઓ ચારિત્ર સ્વરૂપ નથી પરંતુ બંને વચ્ચેનું મધ્યમ સ્વરૂપ છે, તેથી તે ક્રિયા તટસ્થ છે, કેમ કે ઔદયિકભાવરૂપ છે માટે ચારિત્રસ્વરૂપ નથી, આમ છતાં અચારિત્રનો વ્યવહાર થતો નથી, તેથી ચારિત્ર અને અચારિત્રના મધ્યમાં ક્રિયા રહે છે, માટે તેમાં તટસ્થપણું છે. તેથી કરીને જ ભાવિ અને ભૂતમાં પેદા થતા ચારિત્રને તે ક્રિયા ઉપકારક છે. કેમ કે જે અચારિત્રની ક્રિયાઓ છે તે વર્તમાન ચારિત્રને ઉપકારક નથી, તેથી જ ત્યાં ચારિત્રનો વ્યવહાર થતો નથી. અને ભાવિ-ભૂતને ઉપકારક હોવાથી તે દ્રવ્યચારિત્ર છે.
વળી, તે ક્રિયા ભાવિને ઉપકારક એ રીતે છે કે, જે વ્યક્તિ તે દ્રવ્યક્રિયા કરે છે તે વ્યક્તિને ભાવિમાં જે ચારિત્ર નિષ્પન્ન થાય છે તેનું કારણ તે ક્રિયા છે. અને ભૂતમાં ભાવરૂપ ચારિત્ર નિષ્પન્ન થયેલ હોય અને તે ક્રિયા કરે તો નિષ્પન્ન થયેલ ચારિત્ર ટકી રહે છે, અને વૃદ્ધિ પામે છે, તેથી ભૂતચારિત્રને તે ઉપકારક છે. અર્થાત્ નિમિત્તરૂપે ઉપકારક છે તેથી તે દ્રવ્યચારિત્ર જ છે. જયારે અત્યંતરચારિત્ર જીવનો સંસારના બધા પદાર્થો પ્રત્યે અનવલિત એવો જે સ્વપરિણામ છે તે રૂપ ભાવચારિત્ર છે. આમ કહીને સંપ્રદાયપક્ષી તે અનવલિત જીવના પરિણામરૂપ ચારિત્રસિદ્ધમાં છે તેમ કહે છે.
ટીકાર્ય - ઉ - અને કહ્યું છે- મોહના ક્ષોભથી રહિત આત્માનો પરિણામ ધર્મ છે.
' હૂ “ત્તિ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ' હીટ અનવલિત સ્વપરિણામ જ આત્યંતર ચારિત્ર છે. અને “3 રથી તેની પુષ્ટિ માટે સાક્ષી આપી અને * માથા gg. ૧૩૯મી ગાથામાં કહેલ કથન દ્વારા તેની જ પુષ્ટિ કરે છે, અને તે કથનને તથાથી ટીકામાં દર્શાવે
ટીકાર્ય- તથા'- તથા ‘આત્મા સામાયિક છે, આત્મા સામાયિકનો અર્થ છે એ પ્રમાણે સૂત્ર પણ આત્મપરિણામરૂપ ચારિત્રને જ કહે છે.
ઉત્થાના પૂર્વમાં યોગાખ્યા ક્રિયા ઔદયિકી છે તેથી ચારિત્ર નથી, પરંતુ ક્ષયોપશમાદિ ભાવરૂપ અત્યંતર પરિણામ એ જ ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું. ત્યાં સિદ્ધાંતપક્ષી કહે કે સમિતિ-ગુપ્તિની આચરણારૂપ યોગક્રિયાઓ ભલે ઔદયિક હોય, પરંતુ યોગા પ્રશસ્ત મનોવ્યાપાર જ ચારિત્ર છે, અને તે સિદ્ધમાં નથી. કહેવાનો ભાવ એ છે કે સર્વત્ર અપ્રતિબદ્ધભાવને ધારણ કરવાનો અનુકૂળ એવો પ્રશસ્ત મનોવ્યાપાર એ જ ચારિત્ર પદાર્થ છે, અને તેવો પ્રશસ્ત મનોવ્યાપાર સિદ્ધમાં નથી, એમ સિદ્ધાંતપક્ષીનું કહેવું છે. તેના નિરાકરણરૂપે સંપ્રદાયપક્ષી કહે છે -
ટીકાર્ય ન ર યોગાખ્ય પ્રશસ્ત મનોવ્યાપાર જ ચારિત્ર નથી, કેમ કે યોગનું બંધહેતુપણું છે, અને ચારિત્રનું અનાશ્રવરૂપપણું છે. (માટે પ્રશસ્ત મનોવ્યાપાર જ ચારિત્ર નથી, પરંતુ મોહના લોભથી રહિત એવા જીવપરિણામરૂપ ચારિત્ર છે, જે મોલમાં છે.)