Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 391
________________ અધ્યાત્મમતપરીક્ષા ગાથા -૧૮૨:૧૮૩ ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે, જે અગીતાર્થ છે અને સમુદાયમાં સમ્યક્ પ્રકારની નિર્દોષ ભિક્ષાદિની પાલના અસંભવ દેખાવાથી એકાકી વિચરે છે, અને નિર્દોષ ભિક્ષાચર્યા અને સાધુસામાચારી પાળવા યતમાન છે, અને શક્તિ અનુરૂપ તપાદિમાં ઉદ્યમશીલ છે, ત્યાં સામાન્યથી જોતાં પાપનું વર્જન અને કામનો અનભિષ્યંગ દેખાય છે; કેમ કે નિર્દોષ સાધુચર્યામાં યત્ન હોવાથી હિંસાદિ પાપો આચરણરૂપે હોતાં નથી, અને તપાદિમાં યત્ન હોવાને કા૨ણે કામનો અભિષ્યંગ પણ જણાતો નથી; તો પણ જ્ઞાનીની સહાયતા નહિ હોવાના કારણે તે દોષોનું અવારણ છે. કેમ કે બાહ્યથી પાપની અપ્રવૃત્તિ હોવા છતાં અને કામનો અનભિષ્યંગ હોવા છતાં, જ્ઞાનના બળથી જ તે સાનુબંધ બને છે; અને નિરનુબંધ હિંસાદિ પાપોનું વારણ અને કામનું વારણ અભવ્યને પણ હોઇ શકે છે, પરંતુ તે સાનુબંધ ત્યારે જ બને કે નિશ્ચયને અભિમત એવું આત્માનું શુદ્ધસ્વરૂપ જેને જ્ઞાત હોય; અને તેની પુષ્ટિ કરે તે રીતે વ્યવહા૨ને અભિમત એવી અહિંસાદિની અને તપાદિની આચરણા હોય=ચારિત્રાચારની બાહ્યક્રિયા હોય. અને તે ગીતાર્થને જ હોય છે; અને અગીતાર્થને ગીતાર્થના સમ્યગ્ વચનના ઉપદેશથી, તે પ્રકારની ચારિત્રાચારની ક્રિયા નિશ્ચયને અભિમત એવા શુદ્ધ આત્માના પ્રાદુર્ભાવ માટે કારણીભૂત બને એ રીતે બને છે. તેથી તે પાપનું વર્જન અને કામનો અનભિષ્યંગ સાનુબંધ થવાના કારણે ધીરે ધીરે આત્માના શુદ્ધ સ્વરૂપમાં વિશ્રાંત પામે છે. ૯૫૨ ટીકાર્ય :- ‘પિ ' - અને વળી અગીતાર્થને ગુરુપારતંત્ર્યથી જ જ્ઞાનની સિદ્ધિ છે, કેમ કે તેને=અગીતાર્થને, પારમાર્થિક જ્ઞાનનો અભાવ છે. ‘ä ’ – અને આ પ્રમાણે=અગીતાર્થને ગુરુપારતંત્ર્યથી જ જ્ઞાનની સિદ્ધિ છે એ પ્રમાણે, તેને=અગીતાર્થને, સ્વોચિત સહાયનો અલાભ હોતો જ નથી. એથી કરીને તેને ઉલ્લંઘીને નિષ્કારણપણા વડે એકાકી વિહારનો સ્વચ્છંદ વિહારપણાનો પ્રસંગ આવશે, અને તે પ્રમાણે ‘અપિ = થી વિહારત્નપ્રસ' સુધી કહ્યું તે પ્રમાણે, ગીતાર્થ જ અહીં=એકાકીવિહારમાં, અધિકારી છે, એ પ્રમાણે વ્યવસ્થિત છે. ‘ઉર્જા ચ’ અને કહ્યું છે – તે કારણથી નિપુણ શાસ્ત્રની યુક્તિઓ વડે તદન્યના લાભના અંતરાયના વિષયવાળું આ સૂત્ર ગીતાર્થ અંગે છે=પોતાનાથી અન્ય એવા સંયમી સાધુની પ્રાપ્તિનો અભાવ હોય ત્યારે ગીતાર્થ એકાકી વિહાર કરે તેમ જણાવનારું આ સૂત્ર જાણવું. * ‘ત્તિ’ શબ્દ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. I૧૮૨ અવતરણિકા :- ત્ર ચ મહાત્ વિસ્તારાધિનામનુશાસનપ્રાત:, સ ચ ન ર્ત્યનાદ વિધાતુનુચિત:, प्रसंगायातस्यातिविस्तराऽयोगात्, तथापि सकलसम्मतमिदमनुशास्यते - અવતરણિકાર્ય :- અને અહીંયાં=અધ્યાત્મ ઉપનિષમાં અર્થાત્ ગાથા- ૧૭૧ થી ૧૮૨ સુધી કહ્યું ત્યાં, વિસ્તારાર્થીઓને મહાન અનુશાસનનો પ્રકાર છે, અને તે સંપૂર્ણપણે અહીં કહેવા યોગ્ય નથી; કેમ કે પ્રસંગથી આવેલાનો અતિ વિસ્તારનો અયોગ છે, તો પણ સકલસંમત આ અનુશાસન કરાય છે.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400