Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 397
________________ ૯૫૮ અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથ પ્રશસ્તિ * અહીં‘ચિત્ર’ પછી ‘આશ્રિત્ય' અધ્યાહાર છે. તેનાથી એ કહેવું છે કે, બધી દિશાઓ પાર્વતીના સ્તનમાંથી કસ્તૂરિકાના પડવાથી કાદવવાળી હતી અને પૂ. જીતવિજયજી મહારાજાની કીર્તિથી ઉજ્જવલ હતી. આવા પ્રકારના વૈચિત્ર્યને આશ્રયીને તે દિશાઓમાં કાદવની વાર્તા પણ થતી નથી; કેમ કે બધી દિશાઓ પૂ. જીતવિજયજી મહારાજાની કીર્તિથી ધવલ થયેલી હોવાને કારણે તે દિશાઓમાં કાદવ હોવા છતાં પણ કાદવની વાર્તા થતી નથી. येषामत्युपकारसारविलसत्सारस्वतोपासनाद्, वाचः स्फारतराः स्फुरन्ति नितमामस्मादृशामप्यहो । धीर श्लाघ्यपराक्रमास्त्रिजगतीचेतश्चमत्कारिणः सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ॥ १३ ॥ જેઓના અત્યંત ઉપકારના ફળરૂપે વિલાસ પામતા એવા સારસ્વત મંત્રની ઉપાસનાથી, અહો! અમારા જેવાઓને પણ અત્યંત રૂારતર=વિશદ, વાણી સ્ફુરે છે; તે ધીર પુરુષોને વખાણવા યોગ્ય પરાક્રમવાળા, અને ત્રણે જગતના ચિત્તને ચમત્કાર પમાડનાર, તે પંડિત નયવિજય મહારાજ પ્રમોદથી મારા વડે સેવાય છે. ૧૩ तेषां प्राप्य परोपकारजननीमाज्ञां प्रसादानुगां तत्पादाम्बुजयुग्मसेवनविधौ भृङ्गातिं बिभ्रता । एतन्यायविशारदेन यतिना निःशेषविद्यावतां प्रीत्यै किञ्चन तत्त्वमाप्तसमयादुद्धृत्य तेभ्योऽर्पितम् ॥१४॥ તેઓની પરોપકારજનક પ્રસાદયુક્ત=કૃપાયુક્ત, આજ્ઞાને મેળવીને, તેઓના બે ચરણકમળની ઉપાસના કરવાની ક્રિયામાં ભ્રમરપણાને ધારણ કરતા આ ન્યાયવિશારદ યતિ વડે (ઉપાધ્યાય શ્રી યશોવિજય સાધુ વડે), સઘળા વિદ્વાનોની પ્રીતિ માટે આપ્તપુરુષોના શાસ્ત્રમાંથી કાંઇક તત્ત્વનો ઉદ્ધાર કરીને, તેઓને=નયવિજયજી આદિ ગુરુવર્યોને, અર્પણ કર્યો છે. II૧૪॥ यद्युच्चैः किरणाः स्फुरन्ति तरणेस्तत्किं तमः सञ्चयैः, स्वायत्ता यदि नाम कल्पतरवः स्तब्धैर्दुमैः किं ततः । देवा एव भवन्ति चेन्निजवशास्तत् किं प्रतीपैः परैः सन्तः सन्तु मयि प्रसन्नमनसोऽत्युच्छृङ्खलैः किं खलैः ॥१५॥ જો સૂર્યનાં કિરણો પ્રકાશી રહ્યાં છે તો અંધકારના સંચય વડે શું? જો કલ્પવૃક્ષો સ્વાધીન હોય તો અક્કડ ઊભેલાં વૃક્ષોથી શું? જો દેવો જ પોતાને વશ થયા હોય તો બીજા શત્રુઓથી શું? એમ સજ્જનો મારા ઉપર પ્રસન્ન મનવાળા છે તો ઉચ્છંખલ દુર્જનોથી શું ? II૧૫ ભાવાર્થ :- સંતપુરુષો આ ગ્રંથ જોઇને પ્રસ્તુત રચનાથી ગ્રંથકાર ઉપર પ્રસન્ન હોય તો પરના છિદ્રોમાત્ર જોવાની ટેવવાળા ઉશૃંખલના વચનથી ગ્રંથકારને શું? भिन्नस्वर्गिरिसानुभानुशशभृत्प्रत्युच्छलत्कन्दुकक्रीडायां रसिको विधिर्विजयते यावत्स्वतन्त्रेच्छया । तावद्भावविभावनैककुतुकी मिथ्यात्वदावानलध्वंसे वारिधरः स्फुरत्वयमिह ग्रन्थः सतां प्रीतिकृत् ॥१६॥ મેરુપર્વતના શિખર વડે ભેદાયેલા સૂર્યચંદ્રરૂપી ઊછળતા દડાની ક્રીડા કરવામાં જ્યાં સુધી વિધિ= કુદરત સ્વતંત્ર ઇચ્છાથી રસિક છે, ત્યાં સુધી ભાવોને પ્રકટ કરવામાં એકમાત્ર ઉત્સુકતાવાળો અને મિથ્યાત્વરૂપ દાવાનલનો નાશ કરવા માટે વાદળા જેવો, સજ્જનોને પ્રીતિ કરનાર એવો આ ગ્રંથ આ જગતમાં સ્ફુર્યા કરો, અર્થાત્ વિધિ જેમ શાશ્વત ક્રીડા કરે છે તેમ આ ગ્રંથ શાશ્વત રહો. ||૧૬॥

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400