________________
૯૫૧
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૮૨ અનિયતવાસી હોય= માસાદિકલ્પદ્વારા અનિયત વિહાર કરતો હોય અને (૫) જે આયુક્ત હોય=પ્રતિક્રમણાદિ ક્રિયામાં ઉપયોગપૂર્વક યતમાન હોય, (આ) પાંચ પદોના સંયોગથી સંયમઆરાધકો કહ્યા છે.
-
ટીકાર્ય - ‘અત્તિ ચ’- અને વળી જાતકલ્પવાળાને પણ પાંચથી પણ ન્યૂનતામાં અસમાપ્તકલ્પત્વનું અભિધાન છે. ‘ń વ’ – અને કહ્યું કે ‘નાઓ’ – જાત અને અજાત (એમ) બે પ્રકારના કલ્પ જાણવા યોગ્ય છે. તેમ જ એકેક પણ=જાતકલ્પ અને અજાતકલ્પ એ એકેકના પણ, સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ એમ બે પ્રકાર છે. ‘નીઅથો’ ગીતાર્થ જાતકલ્પ છે અને વળી અગીતાર્થ અજાતકલ્પ છે. પાંચનો=પાંચ સાધુનો સમૂહ, સમાપ્તકલ્પ છે અને તેનાથી ન્યૂન અસમાપ્તકલ્પ કહેવાય છે.
*
‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્થ :- ‘યાત્વસૌ' – વળી જયારે આ=ગીતાર્થ, સ્વોચિત સહાયને મેળવતો નથી, ત્યારે તેના અલાભમાં=સ્વોચિત સહાયના અર્થાત્ નિપુણ સહાયના અલાભમાં, તેને આધીન=સ્વોચિત સહાયને આધીન, ગુણલાભનો વિરહ હોવાને કારણે, અનિપુણ સહાય પ્રયુક્ત ઊલટો દોષનો જ સંભવ છે. તેથી સંગના પરિત્યાગથી જ્ઞાનના મહિમા વડે કામમાં આસક્ત થયા વગર એકાકી પણ વિહરે.
‘વાળમ: ' - જે કારણથી આગમ છે -‘ળ યા’– ગુણાધિક કે ગુણથી સમાન નિપુણ સહાય ન મળે તો (ગીતાર્થ), પાપોને વર્જતો, કામમાં નહિ લેપાતો, એકલો પણ વિહરે.
‘ä’ અને આ પ્રમાણે આનું જ=ગીતાર્થનું જ, દ્રવ્ય-ભાવ ઉભયથી એકપણું સંભવે છે.
‘નવૃત્ર’ - ‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે કે, આ સૂત્રમાં=‘ળ યા નમિન્ના’ - એ પ્રકારે દશવૈકાલિકના સૂત્રમાં વિશેષનું અનભિધાન હોવાથી ગીતાર્થનું જ શૃંગગ્રાહીપણાથી કેવી રીતે ગ્રહણ કરો છો? તો કહે છે- પાપનું વિવર્જન અને કામભોગમાં અસંગપણા વડે એકાકી વિહરણના અનુજ્ઞાનથી આક્ષેપ હોવાને કારણે, ગીતાર્થનું જ અધિકારીપણા વડે લાભ છે. કેમ કે અગીતાર્થને તેનો=પાપના વર્ઝનનો, અને કામમાં અનાસક્તિનો અસંભવ છે. ગીતાર્થને અપારતંત્ર્યથી વિહરતો અગીતાર્થ, પાપને વર્જવા માટે શક્ત નથી=સમર્થ નથી, કેમ કે જ્ઞાન વગર સમ્યક્ સ્વરૂપના અવિવેકને કારણે તેના વર્જનનો=પાપના વર્ઝનનો, અસંભવ છે.
-
‘sń વ’ – અને કહ્યું છે “અજ્ઞાની શું કરશે? અથવા તો (આ) છેકને=હિતકરને, અને પાવકને=અહિતકરને, કેવી રીતે જાણશે?’’
‘F’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
‘મત વ’ - આથી કરીને જ=અજ્ઞાની શું કરશે? અથવા હિત-અહિતકરને કેવી રીતે જાણશે? આથી કરીને જ, તેને=અજ્ઞાનીને, કામનો અનભિષ્યંગ પણ સંભવતો નથી; કેમ કે જ્ઞાનની સહાયતાનો વિરહ હોવાથી તેના દોષનું અવારણ છે, અને કેવલ અગીતાર્થના વિહારના નિષેધથી આ સૂત્રનું ગીતાર્થવિષયપણું છે.
‘ૐ =’ – અને કહ્યું છે – fîગસ્ત્યો – (પ્રથમ) ગીતાર્થનો વિહાર અને બીજો ગીતાર્થમિશ્રનો=ગીતાર્થ અને તેને આશ્રયીને રહેલા અગીતાર્થોનો, (વિહાર) કહેલો છે. આનાથી ત્રીજો વિહાર જિનેશ્વરો વડે અનુજ્ઞાત નથી.
*
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.