________________
૯૫૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા..૧.૮૩-૧૮૨૪ ઉત્પત્તિ છે, એ પ્રમાણે સર્વને અભિમત છે. અને તે પ્રકારે=રાગદ્વેષના ક્ષયથી જ મોક્ષની ઉત્પત્તિ છે તે પ્રકારે, તેના વિજયના ઉપાયમાં જ પ્રવર્તવું જોઇએ. જ્ઞાનનિષ્ઠપણાથી, ક્રિયાનિષ્ઠપણાથી, તપોનિષ્ઠપણાથી, એકાકીપણાથી અથવા અનેકાકીપણાથી જે જે ઉપાય વડે માધ્યસ્થ્યભાવના પ્રગટે, તે તે જ ઉપાયો સેવવા યોગ્ય છે. અહીં=આ ઉપાયના સેવનમાં, વિશેષ આગ્રહ ન કરવો; જે કારણથી કાર્ય સમુપસ્થિત થયે છતે ઇષ્ટદેશમાં જવાની ઇચ્છાવાળો જીવ અનુપસ્થિત હાથી ઉપર આરોહ કરવા માટે પ્રતીક્ષા કરતો નથી, પરંતુ ઉપસ્થિત તુરંગ ઉપર=ઘોડા ઉપર, આરોહ નથી કરતો એવું નથી; અર્થાત્ ઉપસ્થિત તુરંગ ઉપર આરોહણ કરીને જાય છે.
‘ફ ૢ હજુ થી નારોહતીતિ' સુધી કહેલા કથનનું નિગમન કરતાં કહે છે
21st :- तस्मादेनामेव भगवतः परमाज्ञामवगम्य तदाराधना विधेया, तयैव सर्वार्थसिद्धेरिति सर्वमवदातम्
॥૮॥
ટીકાર્ય :- ‘તસ્માત્' - તે કારણથી આને જ=રાગ-દ્વેષનો શીઘ્ર વિલય થાય તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી આને જ, ભગવાનની પરમઆજ્ઞા જાણીને, તેની આરાધના=રાગ-દ્વેષવિલયના ઉપાયભૂત એવી પરમઆજ્ઞાની આરાધના, કરવી જોઇએ. કેમ કે તેનાથી જ=આજ્ઞાની આરાધના કરવાથી જ, સર્વ અર્થની=સર્વ પ્રયોજનની, સિદ્ધિ થાય છે. એ પ્રકારે સર્વ અવદાત છે. II૧૮૩
અવતરણિકા :-નિવન્યસિદ્ધિ વિનિવેદ્ય શોધયિતું વિશેષજ્ઞાનમ્યર્થયતે -
-
અવતરણિકાર્ય :- નિબંધ(પ્રબંધ)સિદ્ધિનું નિવેદન કરી વિશેષજ્ઞોને શોધન કરવા માટે અભ્યર્થના કરતાં ગ્રંથકાર કહે છે
अज्झप्पमयपरिक्खा एसा सुत्तीहिं पूरिया जुत्ता ।
सोहंतु पसायपरा तं गीयत्था विसेसविऊ ॥ १८४॥ (अध्यात्ममतपरीक्षैषा सूक्तिभिः पूरिता युक्ता । शोधयन्तु प्रसादपरा तां गीतार्था विशेषविदः ||१८४||)
ગાથાઃ
ગાથાર્થ :- સારી ઉક્તિઓ વડે પુરાયેલ એવી આ અધ્યાત્મમતપરીક્ષા યોજાઇ છે=રચાઇ છે. તેને= અધ્યાત્મમતપરીક્ષાને, પ્રસાદ કરવામાં તત્પર અને વિશેષજ્ઞ એવા ગીતાર્થો શુદ્ધ કરો=અનાભોગાદિથી કોઇ શાસ્ત્રવિરુદ્ધ લખાણ હોય તો તેની શુદ્ધિ કરો, એ પ્રકારની ગ્રંથકારશ્રીની અભ્યર્થના છે. II૧૮૪॥
ટીકા ઃ- સ્પા ૮૪૫
ટીકાઈ :- સ્પષ્ટ છે. ૧૮૪મા