________________
ગ્રંથ પ્રશસ્તિ .. . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .................૯૫૫
ग्रन्थप्रशस्तिः ગ્રંથ પ્રશસ્તિઃ
एतां वाचमुवाच वाचकवरो वाचंयमस्याग्रणीरस्या एव च भाष्यकृत्प्रभृतयो निष्कर्षमातेनिरे । एतामेव वहन्ति चेतसि परब्रह्मार्थिनो योगिनो रागद्वेषपरिक्षयाद्भवति यन्मुक्तिर्न हेत्वन्तरैः ॥१॥
આ વાણીનેસકલસંમત જે અનુશાસન ગાથા-૧૮૩માં બતાવ્યું તે વાણીને, વાચંયમના અગ્રણી એવા વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહી છે, અને ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ વગેરે આચાર્યોએ આના જ નિષ્કર્ષનો વિસ્તાર કર્યો છે. (તથા) પરબ્રહ્મના અર્થી યોગીઓ આને જ ચિત્તમાં વહન કરે છે, જે કારણથી રાગદ્વેષના પરિક્ષયથી મુક્તિ છે બીજા હેતુઓથી નહિ. IITI
ઉપરના કથનને જ પુષ્ટ કરતાં કહે છેलावण्योपचयो यथा मृगदृशः कान्तं विना कामिनं भैषज्यानुपशान्तभस्मकरुजः सद्भक्ष्यभोगो यथा । अप्रक्षाल्य च पङ्कमङ्कसिचये कस्तूरिकालेपनम् रागद्वेषकषायनिग्रहमृते मोघ( घः )प्रयासस्तथा ॥२॥
જેમ કામી એવા પતિ વગર સ્ત્રીઓના લાવણ્યનો ઉપચય (નકામો છે), ઔષધથી અનુપશાંત ભસ્મકરોગવાળાને સદ્ભક્ષ્યનો ભોગ સુંદર ભોજન જેમ વ્યર્થ છે અને કાદવને ધોયા વિના શરીરના સિંચન માટે કસ્તુરિકાનું વિલેપન જેમ નકામું છે, તેમ રાગ-દ્વેષ અને કષાયના નિગ્રહ વગર (યોગમાર્ગમાં) પ્રયાસ નિષ્ફળ છે. શા आत्मध्यानकथार्थिनां तनुभृतामेता गिरः श्रोत्रयोः श्रीमज्जैनवचोऽमृताम्बुधिसमुद्भूताः सुधाबिन्दवः । एता एव च नास्तिकस्य नितरामास्तिक्यजीवातवः सन्तप्तत्रपुसम्भवद्रवमुचः पीडाकृतः कर्णयोः ॥३॥ - આત્મધ્યાન અંગેની કથાના અર્થી એવા જીવોને, બે કાનમાં શ્રીમદ્ જૈનવચનરૂપ અમૃતના સમુદ્રમાંથી ઉદ્દભવેલ આ વાણી સુધાના બિંદુ જેવી છે. અને આસ્તિક્યની જીવાતુ-જીવાડનાર એવી આ વાણી =ગાથા૧૮૩માં બતાવેલ આ વાણી, નાસ્તિકના બે કાનમાં તપાવેલા સીસાના રસને ઝરાવનારી હોય (તમ) પીડા કરનારી છે. ilal ઉત્થાન -આ રીતે વાણીનું મહત્ત્વ બતાવ્યા પછી હવે પોતાની પૂર્વ પરંપરાની સ્તવના કરતાં ગ્રંથકારશ્રી કહે છેआशाः श्रीमदकब्बरक्षितिपतिश्चित्रं द्विषद्भामिनी-नेत्राम्भोमलिनाश्चकार यशसा यस्ताः सिताः प्रत्युत । एकः सैन्यतुरङ्गनिष्ठरखुरक्षुण्णां चकार क्षमा-मन्यस्तां हृदये दधार तदपि प्रीतियोः शाश्वती ॥४॥
(એક) શ્રીમાનુ અકબરરાજાએ દિશાઓને શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી મલિન કરી, (અને બીજા) જેણે યશ વડે તેને દિશાઓને બબ્બે ઉજ્જવળ કરી. વળી એક અકબરે પૃથ્વીને સૈન્યના ઘોડાઓની કઠોર ખરીઓથી ઉખેડી નાંખી, બીજા=શ્રી હીરસૂરિ મહારાજે હૃદયમાં ક્ષમાને ધારણ કરી તે કારણથી પણ બંનેની=પૂજ્ય હીરસૂરિ મહારાજ અને અકબરની શાશ્વતી પ્રીતિ થઇ. Irall