Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 392
________________ ધ્યાત્મમતપરીક્ષા किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पट्टियव्वं एसा आणा जिणिदाणं ॥ १८३॥ (किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रयतितव्यमेषाज्ञा जिनेन्द्राणाम् ||१८३||) ગાથા : ૧૮૩ ગાથા ૯૫૩ ગાથાર્થ :- વધારે કહેવાથી શું? અહીં રાગ-દ્વેષ જે જે રીતે શીઘ્ર વિલય પામે તે તે રીતે પ્રવર્તવું. આ આજ્ઞા શ્રી જિનેશ્વર દેવોની છે. ૧૮૩૫ टीst :- इह खलु रागद्वेषौ संसारस्य कारणम्, तन्मूलकप्रवृत्तिजनितधर्माऽधर्माभ्यामेवापरापरशरीरसन्तानरूपसंसारोत्पादनात् तद्विलये च तदनुत्पत्त्या पुंसामपुनर्भवः सम्भवतीति निर्विवादम् । एवं च यैस्तत्त्वज्ञानादेव मुक्तिरभिधीयते तैरपि तत्त्वज्ञानेन मिथ्याज्ञानादिनाशक्रमेणैव तदुत्पत्त्यभ्युपगमात् रागद्वेषविलयस्य तद्धेतुत्वमवश्यमभ्युपेयम् । यैरपि कर्मण एव प्राधान्येन मुक्तिहेतुत्वमभ्युपेयते तैरपि तत्कर्मणो रागद्वेषनाशादुत्पत्तिः [ पाठान्तरम् - नाश एव तदुत्पत्तिः ] अभ्युपेया, हेतूच्छेदे पुरुषव्यापारात्। येऽपिस्याद्वादामृतपानपीनहृदया ज्ञानकर्मणोः समुच्चित्य मोक्षकारणत्वमाहुः, तेऽपि ताभ्यां रागद्वेषविलयेन वीतरागत्व प्राप्त्यैव तदुत्पत्तिमाहुः, ततस्तदुभयक्षयादेव मोक्षोत्पत्तिरिति सर्वेषामभिमतम्, तथा च तद्विजयोपाय एव प्रवर्त्तितव्यम्, ज्ञाननिष्ठतया क्रियानिष्ठतया, तपोनिष्ठतया, एकाकितयाऽनेकाकितया वा येन येनोपायेन माध्यस्थ्यभावना समुज्जीवति स स एवोपायः सेवनीयो, नात्र विशेषाग्रहो विधेयोः, न हि समुपस्थिते कार्ये इष्टदेशं यियासुरनुपस्थितगजारोहायैव प्रतीक्षते न तूपस्थितमपि तुरगं नारोहतीति । ટીકાર્ય :- ‘FF’ – અહીં ખરેખર રાગ અને દ્વેષ સંસારનું કારણ છે, કેમ કે તદ્ભૂલક પ્રવૃત્તિજનિત=રાગદ્વેષમૂલક પ્રવૃત્તિજનિત, ધર્મ અને અધર્મ વડે અપર અપર શરીરસંતાનરૂપ સંસારનું ઉત્પાદન છે. અને તેનો વિલય થયે છતે=રાગદ્વેષનો વિલય થયે છતે, તેની અનુત્પત્તિથી=રાગદ્વેષની અનુત્પત્તિથી, પુરુષોને અપુનર્ભવ સંભવે છે, એ પ્રકારે નિર્વિવાદ છે. ‘વં ચ’ - અને એ રીતે=પૂર્વમાં કહ્યું કે રાગ-દ્વેષના વિલયથી મોક્ષ થાય છે એ રીતે, જેઓ વડે તત્ત્વજ્ઞાનથી જ મુક્તિ કહેવાય છે, તેઓ વડે પણ તત્ત્વજ્ઞાન વડે મિથ્યાજ્ઞાનાદિના નાશના ક્રમથી જ તેની ઉત્પત્તિનો=મોક્ષની ઉત્પત્તિનો, અભ્યપગમ હોવાને કારણે, રાગ-દ્વેષના વિલયનું તદ્વેતુપણું=મોક્ષનું હેતુપણું, અવશ્ય સ્વીકારવું જોઇએ. ‘વૈરવિ’ – જેઓ વડે પણ પ્રધાનપણાથી કર્મનું જ=ક્રિયાનું જ, પ્રધાનપણાથી મુક્તિનું હેતુપણું સ્વીકારાય છે, તેઓ વડે પણ તે કર્મથી=મોક્ષને અનુકૂળ એવી તે ક્રિયાથી, રાગ-દ્વેષના નાશમાં તેની ઉત્પત્તિ=મુક્તિની ઉત્પત્તિ, સ્વીકારવી જોઇએ; કારણ કે હેતુના ઉચ્છેદમાં પુરુષનો વ્યાપાર છે=મોક્ષને અનુકૂળ એવી ક્રિયા દ્વારા સંસારના હેતુ એવા રાગ-દ્વેષના ઉચ્છેદમાં પુરુષનો વ્યાપાર છે. ‘ચેપિ’ - સ્યાદ્વાદરૂપ અમૃતના પાનથી પુષ્ટ હૃદયવાળા એવા જેઓ પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય કરીને મોક્ષકારણત્વ કહે છે, તેઓ પણ તે બંને વડે=જ્ઞાન અને ક્રિયાવડે, રાગ-દ્વેષનો વિલય થવાને કારણે વીતરાગપણાની પ્રાપ્તિથી જ તેની=મોક્ષની, ઉત્પત્તિ કહે છે. તે કારણથી ઉભયના ક્ષયથી જ=રાગ-દ્વેષના ક્ષયથી જ, મોક્ષની

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400