________________
ગાથા : ૧૬૯ . . . . . • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા
:::: • • • • • ••• .... ૨૭ ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ કહેલ કે ચારિત્રમોહનીયના ક્ષયથી યથાખ્યાતચારિત્ર પેદા થાય છે અને યોગનિરોધથી પરમયથાખ્યાતચારિત્ર થાય છે અને તે શાશ્વત છે; તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતીએ કહેલ કે ચારિત્રમોહના ક્ષયથી પેદા થયેલ યથાખ્યાતચારિત્ર જ ચરમનિર્જરાની કારણતાને પામેલું સર્વસંવર કહેવાય છે, પણ નહીં કે યોગનિરોધથી યથાખ્યાતચારિત્ર કરતાં જુદું કોઈ પરમયથાખ્યાતચારિત્ર પેદા થાય છે કે જે મોક્ષનું કારણ છે; અને અહીં પરમચારિત્રને જ મોક્ષહેતુતા કહી. તેથી એ ભાસે કે યથાખ્યાત કરતાં જે પરમયથાખ્યાત જુદું છે તે જ મોક્ષનો હેતુ છે. તેથી કહે છે
ટીકાર્ય - પારણું' પારણ્ય વૈજાત્ય નથી પરંતુ વૈધર્મ છે.
ભાવાર્થ -પરમચારિત્રમાં વર્તતું પામ્ય=પરમત્વ, વૈજાત્ય=કોઇ પૃથગ જાતિરૂપ નથી, અર્થાત્ યથાખ્યાતચારિત્રમાં જેયથાખ્યાતત્વજાતિ છે તે જાતિવાળું જ આ પરમચારિત્ર છે, પરંતુ અન્ય કોઈ પૃથજાતિવાળું નથી. પરંતુ વૈધર્મ = વિશેષ ધર્મરૂપ, છે. .
જેમ સર્વ ઘટમાં ઘટત્વ જાતિ છે અને કોઇ વિશેષ રંગબેરંગી ચિત્રામણવાળો ઘટ હોય તેમાં પણ ઘટત્વ જાતિ જ છે અન્ય કોઇ જાતિ નથી, છતાં સામાન્ય ઘટ કરતાં ચિત્રામણવાળો હોવાના કારણે વિશેષ ધર્મ તે ઘટમાં છે; તેમ જે યથાખ્યાતચારિત્ર મોહના ક્ષયથી પેદા થયેલ છે તે યથાખ્યાતચારિત્ર ૧૪મા ગુણસ્થાનકના અંતમાં પણ છે. બંનેમાં યથાખ્યાતત્વજાતિ જ રહેલી છે, આમ છતાં અંતઃક્રિયારૂપ વિધર્મ તે ચારિત્રમાં છે. જેમ ચિત્રામણવાળા ઘટમાં ચિત્રામણરૂપ વિધર્મ છે તેમ ૧૪મા ગુણસ્થાનકના અંતક્ષણના ચારિત્રમાં અંતક્રિયારૂપ વિધર્મ છે.
ટીકાર્ય - “ર અને તે ધર્મ=પરમચારિત્રમાં રહેલ વૈધર્મરૂપ ધર્મ, અંતક્રિયારૂપ છે અને ચારિત્રની ઉપાધિ છે. એથી કરીને તેને જ ચારિત્રને જ, આ=અંતઃક્રિયારૂપ ધર્મ, વિશેષિત કરે છે પરંતુ જ્ઞાનાદિકને નહિ. એથી કરીને ૧૪માં ગુણસ્થાનકના અંતે પરમ કેવળજ્ઞાન માનવાના પ્રસંગરૂપ અતિપ્રસંગ નથી, એમ સિદ્ધાંતી કહે છે.
6 “જ્ઞાનવિમ્ અહીં ‘આદિ પદથી દર્શનનું ગ્રહણ કરવું.
ભાવાર્થ - અંતઃક્રિયા એ અંતમાં થનારી ક્રિયા છે યોગનિરોધરૂપ છે, અને તે ક્રિયારૂપ હોવાથી ચારિત્રની જ ઉપાધિ છે પણ જ્ઞાનની નહિ. એથી કરીને ૧૪મા ગુણસ્થાનકના અંતસમયમાં અંતક્રિયા છે અને તે જ સમયમાં જેમ
યથાખ્યાતચારિત્ર છે તેમ કેવલજ્ઞાન પણ છે, છતાં તે અંતક્રિયાથી વિશિષ્ટ એવા ચારિત્રને જેમ પરમચારિત્ર કહેવાય આ છે તેમ તે અંતક્રિયાથી વિશિષ્ટ એવા કેવળજ્ઞાનને પરમજ્ઞાન કહેવાતું નથી. કેમ કે “ક્રિયા ઈત્યાકારક પદ ચારિત્રમાં
જરૂઢ છે તેથી અંતક્રિયા એ ચારિત્રની જ ઉપાધિ છે જ્ઞાનની નહિ, તેથી તે ચારિત્રને જ વિશેષિત કરે છે, જ્ઞાનાદિકને નહિ.
ટીકાર્થ:- “ગત પત્ર’ આથી કરીને જ = અંતક્રિયારૂપ ધર્મ ચારિત્રની જ ઉપાધિ છે આથી કરીને જ, ઉપાધિરૂપ અંતક્રિયા અને ઉપાધિમાન એવા ચારિત્રની અભેદ વિવક્ષા વડે અંતક્રિયાને પણ ચારિત્ર એ પ્રમાણે કહેવાય છે.