________________
૮૮૦. . . . . . . .
અધ્યાત્મમત પરીક્ષા ...
' : ' . . . . .ગાથા : ૧૭૩ ભાવાર્થ- સામાન્ય રીતે સંસારી જીવો સંસારવર્તી પદાર્થોમાં વિશેષને જોનારા હોય છે, પરંતુ જ્યારે જીવને વૈરાગ્યનો પ્રકર્ષ થાય છે ત્યારે તેને બધા પદાર્થો પ્રત્યે સમતા વર્તે છે. તેથી જગતના તમામ પદાર્થો પોતાના માટે સમાન છે એ રીતે જુએ છે, તેવા જીવો સામાન્યદર્શી છે; અને તેવા સામાન્યદર્શી જીવોને સામાન્યધર્માવચ્છેદન સિદ્ધત્વબુદ્ધિ થઈ શકે છે. કેમ કે જગતના તમામ પદાર્થો જીવે અનંતીવાર ભોગવ્યા છે, તેથી બધાં સુખો પોતાને સિદ્ધ થઈ ચૂકેલાં છે, માટે તે બધાં સુખો પ્રત્યે વિમુખભાવ તેવા સમતાવાળા જીવોને હોઇ શકે છે. પરંતુ વિશેષદર્શી જીવોને ભોગના સાધનભૂત યાવ આશ્રય=ભોગની બધી સામગ્રી, એક સાથે પ્રાપ્ત થઈ શકે નહિ, તેથી યાવત્ આશ્રયમાં સિદ્ધત્વબુદ્ધિ તેઓને થઈ શકે નહિ; તેથી યત્કિંચિત્ ભોગસામગ્રી ભોગવી લીધા પછી પણ અન્ય અન્ય સામગ્રીમાં અસિદ્ધત્વબુદ્ધિ તેઓને હોય છે. તેથી સામાન્યધર્માવચ્છેદન સિદ્ધત્વબુદ્ધિ ગમે તેટલા ભોગો ભોગવવા છતાં જીવોને સંભવતી નથી. આથી જ આ ભવમાં પણ એકને એક વસ્તુનો અનેક વખત ઉપભોગ કરવા છતાં ફરી ફરી ઉપભોગની બુદ્ધિ થયા કરે છે. ક્વચિત્ કોઈક એક વસ્તુવિષયક ઇચ્છા સંપૂર્ણ શાંત થાય, તો પણ અન્ય - વસ્તુવિષયક ઇચ્છા તેને થવાની. કેમ કે જીવ સુખનો અર્થી છે, અને સુખ તેને બાહ્ય ભોગ પદાર્થમાં દેખાય છે. અને બાહ્ય ભોગ પદાર્થો જગતમાં અનેક પ્રકારના છે, તેથી એક ભાગમાંથી ચિત્ત વિશ્રાંત થાય તો પણ અન્ય ભોગમાં યત્ન થાય છે. આ રીતે જીવન સમાપ્તિ સુધી ઇચ્છાના વિચ્છેદનો સંભવ નથી. અને તે ઉપભોગો દ્વારા બાહ્ય પદાર્થવિષયક સુખના અનુભવના સંસ્કારો દઢ બને છે, તેથી વૈરાગ્યકૃત સુખના અનુભવ માટે તેની ભૂમિકા પણ દૂર થતી જાય છે. આવી ભોગસામગ્રીથી દૂર રહીને જીવ વૈરાગ્ય માટે યત્ન કરે, તો જ ધીરે ધીરે તે જીવ સામાન્યદર્શી બની જાય; અને તો જ શાસ્ત્રના વચનના બળથી તે વિચારી શકે છે કે, આ સંસારના તમામ ભોગો મેં અનંતીવાર ભોગવ્યા છતાં તેનાથી મને કાંઇ પ્રાપ્ત થયું નહિ, વસ્તુતઃ સુખ મારે સ્વાધીન છે. તેથી સામાન્યધર્માવચ્છેદન સિદ્ધત્વબુદ્ધિ તેને થઇ શકે છે.
ઉત્થાન - પૂર્વમાં અથ'થી પૂર્વપક્ષીએ કહ્યું કે, સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાના વિચ્છેદનો સંભવ છે, ત્યાં સિદ્ધાંતકારે દોષ આપીને એ સ્થાપન કર્યું કે, એક જ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન હોવા છતાં પણ એ જ અધિકરણમાં ફરી ઇચ્છા થાય છે, તેથી સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છા વિશેષદર્શીને થઇ શકે નહિ. ત્યાં પૂર્વપક્ષી સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે, એ સ્થાપન કરવા અર્થે ‘નથથી કહે છે
ટીકા - અથ સુવવાદિસામાનધરપષ્યના સિદ્ધવજ્ઞાનપેવેચ્છાવિધિ, રત્ર () સુદ્ધન તત્તજુવે सिद्धत्वज्ञानं, तेन तत्तत्सुखेच्छाविरोधिवशेनानन्तप्रतिबन्धकत्वकल्पने गौरवात्, समानप्रकारकत्वेनैव तथात्वात् । इत्थं च सुखत्वेन सिद्धत्वज्ञानदशायां तत्तत्सुखभिन्नत्वेनैव सिद्ध एव तत्तत्सुख इच्छा, प्रोषितस्यापि ज्ञात एव कान्तावलोकने ज्ञातान्यस्वीयकान्तावलोकनत्वेनेच्छेति चेत् ? न, तथापि सामान्येच्छाविच्छेदेऽपि विशेषेच्छाऽविच्छेदप्रसङ्गात्, तावदिच्छानां भ्रमत्वकल्पनापेक्षया समानविषयत्वप्रत्यासत्त्या समानप्रकारकसिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया न्याय्यत्वात्, तत्तत्सुखभिन्नत्वेन सुखेच्छानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेष्टसाधनताज्ञानानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेच्छाहेतुत्वकल्पनापेक्षयावच्छेदकावच्छेदेनैव सिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया युक्तत्वाच्च ।