Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 345
________________ . . . . . . . . . . . . . . . . . . . . . ૯૦૬ અધ્યાત્મમતપરીયા. . . . . . • • • • ગાલા . . . .ગાથા - ૧૭૪:૧૭૫ સમ્યગ્દષ્ટિ જીવની ભોગક્રિયા અસંજ્ઞી જેવી બને છે, અને ધર્માનુષ્ઠાન સંજ્ઞી જેવાં બને છે, અને અપ્રમાદમતિ ઉદિત થયે છતે પ્રવૃત્તિનો વિલંબ થતો નથી; કેમ કે સામગ્રીનું સામ્રાજય છે. એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જે જીવને અપ્રમાદભાવના ઉપદેશરૂપ ભગવાનનું વચન હૈયામાં સ્થિર છે, તે જીવ શક્તિ હોય તો સંયમની પ્રવૃત્તિમાં વિલંબ કરે નહીં. કેમ કે શક્તિરૂપ સામગ્રી વિદ્યમાન છે, અને તેના અંગરૂપ અપ્રમાદભાવની મતિ પણ વિદ્યમાન છે; તેથી પૂર્ણ સામગ્રી હોય તો અવશ્ય સંયમમાં પ્રવૃત્તિ થાય જ, પરંતુ ભોગો ભોગવીને પછી સંયમ લઇશ તેવો વિચાર આવે નહીં. ક્વચિત્ પોતાની સેવા પ્રકારની શક્તિનું વૈકલ્ય હોય અથવા તો સંયમને અનુકૂળ પરિણામ ઉસ્થિત થઈ શકે તેમ ન હોય, તો દેશવિરતિ આદિના અભ્યાસના ક્રમથી સર્વવિરતિ માટે વિલંબથી પ્રવૃત્તિ કરે તે સંભવે; પરંતુ વર્તમાનમાં ભોગોને ભોગવીને પછી ભવિષ્યમાં સંયમ ગ્રહણ કરીશ, તેવી મતિ થાય નહીં. ટીકાર્ય - “વિ' અને વળી આયતિમાં=ભવિષ્યમાં, વાર્ધક્ય પ્રાપ્ત થયે છતે તેવા પ્રકારના કાયબળાદિનો અભાવ હોવાથી જેવા પ્રકારના કાયબળાદિ યુવાવસ્થામાં છે તેવા પ્રકારના કાયબળાદિનો અભાવ હોવાથી, કેવી રીતે ચારિત્રમાં પ્રવૃત્તિ થશે? અને તેમાં અપ્રવૃત્તિ હોતે છતે=ચારિત્રમાં અપ્રવૃત્તિ હોતે છતે, કેવી રીતે ઇષ્ટની સિદ્ધિ થશે? એથી કરીને ફલાર્થી વડે ફલના ઉપાયની પ્રવૃત્તિમાં વિલંબ કરવો જોઇએ નહીં. ll૧૭૪ અવતરણિકા - નનુ તથાપિતસંહનરાશાન્નેિ પ્રવર્તતાં, તુમ્રતા હીનયવત્નાતે બિનવૈદ્ય जानाना अपि तत् श्रद्दधाना अपि संसारभीरवोऽपि कथमसिधारासमाने योगमार्गे प्रवर्त्तन्ताम् ? इत्याशंकायामाह - અવતરણિકાર્ય -'થી પૂર્વપક્ષી કહે છે કે, તો પણ ગાથા-૧૭૪માં કહ્યું કે આયુષ્યને કોઈ ભરોસો નથી, પ્રતિક્ષણ અવિરતિપ્રત્યયિક કર્મબંધ ચાલુ છે, અને વૃદ્ધાવસ્થામાં કાયા ક્ષીણ થવાથી ચારિત્રમાં પ્રવૃત્તિ થઈ શકશે નહિ, માટે મોક્ષના અર્થીએ ચારિત્ર ગ્રહણ કરવામાં વિલંબ કરવો જોઈએ નહિ; તો પણ, દઢસંઘયણવાળા ચારિત્રમાં પ્રવર્તી, વળી જેઓ રોગગ્રસ્ત અને હીનકાયબળવાળા છે તેઓ, જિનવચનને જાણતા છતાં પણ, તે જિનવચનને, શ્રદ્ધા કરતા હોવા છતાં પણ, સંસારભી પણ, અસિધારા જેવા=તલવારની ધારા જેવા, યોગમાર્ગમાં કેવી રીતે પ્રવર્તે? એ પ્રમાણે પૂર્વપક્ષીની આશંકામાં ગ્રંથકાર કહે છે - ગાથા - देहबलं जइ न दढं तह वि मणोधिइबलेण जइयव्वं । __तिसिओ पत्ताभावे करेण किं णो जले पियइ? ॥१७५॥ (देहबलं यदि न दृढं तथापि मनोधृतिबलेन यतितव्यम् । तृषितः पात्राभावे करेण किं नो जलं पिबति? ॥१७५॥) ગાથાર્થ - જો દેહબળ=કાયબળ, દઢ ન હોય તો પણ મનના ધૃતિબળથી (સંયમમાં) યત્ન કરવો જોઈએ. તૃષિત-તરસ્યો માણસ, પાત્રના અભાવમાં હાથ વડે શું જલ પીતો નથી? અર્થાતુ પીવે છે. ll૧૭૫ll

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400