________________
૯૨૬
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૭૮
ટીકાર્ય :- ‘થૈવં’-‘અથ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, એ રીતે=સંકેતવિશેષના પ્રતિસંધાનથી પદના એક દેશથી પણ અર્થના બોધનો અનુભવ થવાથી પદના એક દેશનું પણ અર્થવત્પણું છે એ રીતે, પામરાદિસંકેતિત એવા પણ શબ્દોનું અર્થવત્પણું થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ અર્થવાળા બને જ છે, પરંતુ ત્યાં= પામરાદિસંકેતિત શબ્દપ્રયોગમાં, અનુશાસનિકત્વરૂપ સાધુપણું નથી.
ભાવાર્થ :- જેનું અનુશાસન કરનાર વ્યાકરણ કે શાસ્ત્રાદિ હોય તે અનુશાસનિક કહેવાય, અને તેમાં રહેલું અનુશાસનિકત્વ એ સાધુત્વ કહેવાય. અહીં પ્રસ્તુત ‘મિચ્છા મિ દુક્કડં’માં શાસ્ત્રીય સંકેતરૂપ અનુશાસનિકત્વ છે, તેથી ત્યાં સાધુત્વ છે. જ્યારે પામર=વ્યાકરણમાં અન્ન, અને ‘આદિ’પદથી વ્યાકરણના જાણકાર પણ યથેચ્છ પ્રમાણે સંકેત કરનારાના પ્રયોગમાં, સાધુત્વ પ્રાપ્ત થશે નહીં. પરંતુ તેઓના સંકેતથી ગમે તે શબ્દના પ્રત્યેક શબ્દથી શાબ્દબોધ થઇ શકે છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે, પામરના સંકેતમાં અનુશાસનિકત્વરૂપ સાધુત્વ નથી, અને ‘મિચ્છા મિ દુક્કડં’માં અનુશાસનિકત્વરૂપ સાધુત્વ છે, કેમ કે શાસ્ત્રીય સંકેત પણ અનુશાસનિક બને છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, શક્તિલક્ષણા અન્યતરવત્ત્વ જ સાધુત્વ છે, અને તે મિચ્છા મિ દુક્કડંના પ્રત્યેક શબ્દમાં નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘ય’ - શક્તિલક્ષણા અન્યતરવત્ત્વ જ સાધુત્વ છે એ પ્રમાણે જે વળી કહે છે તે બરાબર નથી, કેમ કે ‘ઘટ: પશ્ય' ઇત્યાદિ પ્રયોગમાં પ્રથમા વિભક્તિનો દ્વિતીયાર્થરૂપે લક્ષણા વડે પ્રતિસંધાન થયે છતે પણ, અસાધુત્વજ્ઞાન થવાને કારણે શાબ્દબોધનો અનુદય છે.
ભાવાર્થ :- કોઇ વ્યક્તિ ભ્રમથી ‘ઘટ: પશ્ય’ એ પ્રયોગ કરે ત્યારે પટુ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ‘ઘટ:’એ પ્રયોગ દ્વિતીયાર્થમાં થયેલ છે. તેથી તાત્પર્યથી અનુપપત્તિ થાય ત્યારે લક્ષણા દ્વારા તાત્પર્યનું પ્રતિસંધાન કરાય છે, માટે લક્ષણા દ્વારા દ્વિતીયાર્થનું ત્યાં પ્રતિસંધાન કરે છે. અને શક્તિલક્ષણા અન્યતરવત્ત્વરૂપ સાધુત્વ કહીએ તો ‘ઘટ: પશ્ય’ એ પ્રયોગમાં લક્ષણાથી દ્વિતીયાર્થની પ્રાપ્તિ થવાથી એ પ્રયોગ સાધુ પ્રાપ્ત થાય; અને વ્યાકરણની દૃષ્ટિએ એ પ્રયોગ અસાધુ છે એવું જ્ઞાન થાય છે ત્યારે, સાંભળનાર સામી વ્યક્તિના કહેવાનો આશય જાણતો હોવા છતાં તે શબ્દોથી શાબ્દબોધ થતો નથી; પરંતુ શક્તિલક્ષણા અન્યતરવત્ત્વરૂપ જ સાધુપણું હોય તો‘ઘટઃ પશ્ય’ એ પ્રયોગમાં તે શબ્દોથી શાબ્દબોધ થવો જોઇએ; પરંતુ અસાધુત્વના જ્ઞાનને કારણે શાબ્દબોધ થતો નથી, માટે સાધુત્વ એ શક્તિલક્ષણા અન્યતરવત્ત્વ નથી.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, શક્તિલક્ષણા અન્યતરવત્ત્વ સાધુત્વ અમે કહીએ છીએ, તથા સાતત્યવૃત્તિરૂપ વૃત્તિજ્ઞાનને જ ગ્રહણ કરવાનો અમારો આશય છે. તેથી ‘યટઃ પશ્ય' એ પ્રયોગમાં લક્ષણાથી સાતત્યવૃત્તિરૂપ દ્વિતીયાર્થનું પ્રતિસંધાન નહિ હોવાને કારણે તે સાધુપ્રયોગ નથી; માટે ત્યાં શાબ્દબોધ થતો નથી. તેથી અનુશાસનિકત્વરૂપ સાધુત્વ સ્વીકારવાની જરૂર નથી. તેથી ગ્રંથકાર બીજો હેતુ કહે છે