Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 378
________________ અધ્યાત્મમતપરીક્ષા ૯૩૯ ગાથા : ૧૮૦ ભાવાર્થ :- સંયમયોગમાં અભ્યસ્થિત જીવ પણ બધા પરમઉપેક્ષા માટે યત્ન કરી શકે તેમ હોતા નથી, પરંતુ સંયમયોગની અંદર યત્નનો અતિશય થવાથી સંયમની ક્રિયાઓની પરિણતિ જેમને સહજ રીતે આત્મસાત્ થઇ છે, તેવી વિશિષ્ટક્રિયાપરિણતિવાળા થાય છે ત્યારે પરમઉપેક્ષામાં યત્ન કરવા સમર્થ બને છે. અને તેવો જીવ જે કાળે ઉપદેશાદિને અનુકૂળ કાળ વર્તતો હોય ત્યારે તેમાં યત્ન કરે, પરંતુ શેષકાળમાં પરમઉપેક્ષામાં જ યત્ન કરે; અર્થાત્ સંસારનાં તત્ત્વોના સમ્યક્ પર્યાલોચનથી જનિત આગમાનુસાર ધ્યાનવિશેષમાં યત્ન કરે; કેમ કે ધ્યાનથી જ સમતાનો પ્રાદુર્ભાવ થાય છે. અહીં ‘૫૨મઉપેક્ષા’ એટલા માટે કહેલ છે કે, સામાન્ય રીતે સંયમગુણસ્થાનકમાં વર્તતા જીવોને સંસારનાં સુખ-દુઃખ અને તેની સાધનભૂત સામગ્રી પ્રત્યે ઉપેક્ષા હોય છે; પરંતુ તેઓને સંયમના ઉપાયભૂત આલંબન પ્રત્યે રાગ હોય છે, અને તેના વ્યાઘાતક પ્રત્યે દ્વેષ હોય છે. જ્યારે પરમઉપેક્ષામાં સંપૂર્ણ પણ રાગ-દ્વેષનો અવકાશ હોતો નથી. અને તે પરમઉપેક્ષા નિર્વાણસુખની વર્ણિકારૂપ છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, સિદ્ધવર્તી જીવોને સર્વથા ઉપપ્લવ=ઉપદ્રવ, રહિત અવસ્થા પ્રાપ્ત થવાથી પરમ વિશ્રાંતિનું સુખ હોય છે, અને તેના અંશરૂપ ચિત્તના ઉપપ્લવ=ઉપદ્રવ, રહિત એવી પરમઉપેક્ષા છે. તેથી જ તેમાં યત્ન કરતો મુનિ ધીરે ધીરે નિર્વાણસુખને પામે છે. ટીકાર્ય :- ‘તસ્યાં’ - અને તેમાં=૫૨મઉપેક્ષામાં, નિવિશમાન આમને=મુનિને, પર વડે કાંઇ કાર્ય=પ્રયોજન, હોતું નથી; કેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનું ત્યારે=૫૨મઉપેક્ષામાં વર્તતો હોય ત્યારે, આત્મસ્વભાવમાં અંતર્ભૂતપણું હોવાથી, તેના માટે પણ=જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે પણ, પરઅપેક્ષાનો વિરહ છે. વળી ઇતરાર્થ=જ્ઞાન-દર્શનચારિત્રથી ઇતર એવા ભોગાદિ અર્થ માટે તો સમપ્રિય- અપ્રિયવાળા એવા આને=મુનિને, પરઅપેક્ષા હોતી નથી. ‘વાર્થં – જે કારણથી આર્ષ છે -‘ચન્નપુત્ત’ત્યાગ કર્યો છે પુત્ર અને કલત્રનો=ભાર્યાનો, જેણે એવા નિર્વ્યાપારવાળા ભિક્ષુને કાંઇ પ્રિય હોતું નથી (અને) અપ્રિય પણ કાંઇ હોતું નથી. * ત્તિ ઉત્તરાધ્યયનના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ :- ૫૨મઉપેક્ષામાં નિવિષ્ટ કેવલી કે ઉપશાંતમોહવાળા વીતરાગ છે, કેમ કે તેમને પરમઉપેક્ષાના વ્યાઘાતક એવા મોહનીયકર્મનો ઉદય હોતો નથી, કે જેને દૂર કરવા માટે યત્ન કરવો પડે. અને તેની પૂર્વની ભૂમિકામાં વર્તતા એવા મુનિઓને મોહનીયકર્મનો ઉદય હોય છે, જે પરમઉપેક્ષામાં વ્યાઘાતક છે. તેને અવરુદ્ધ કરીને પરમઉપેક્ષામાં તેઓ યત્ન કરી રહ્યા છે, તેથી તેઓ પરમઉપેક્ષામાં નિવિશમાન છે. અને તે વખતે તેમનો યત્ન ફક્ત પોતાનામાં વિદ્યમાન જે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે, તેને યથાર્થરૂપે પ્રવર્તાવવામાં છે. તેથી તેઓના શ્રુતજ્ઞાનનો ઉપયોગ જ જગતના ભાવો પ્રત્યે ઉપેક્ષાની વૃત્તિને પામતા વીતરાગભાવના ઉપયોગ તરફ પ્રસર્પણવાળો હોય છે. તેથી અંતરંગ રીતે ઉદયમાન કષાયો ક્ષીણ-ક્ષીણતર થાય છે, અને શ્રુતજ્ઞાનનો જ ઉપયોગ અનુભવજ્ઞાનમાં વિશ્રાંત થઇને વીતરાગભાવનું કારણ બને છે. અને તે વખતે તેઓને પોતાના આત્માથી ભિન્ન કોઇ પદાર્થ વડે કાર્ય નથી; કેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનું આત્મસ્વભાવમાં અંતર્ભૂતપણું હોવાથી, જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે પણ પરમઉપેક્ષાવાળા મુનિઓને ૫૨અપેક્ષાનો વિરહ હોય છે; જ્યારે બીજા કોઇ પ્રયોજન માટે તો સમપ્રિય-અપ્રિયવાળા સંયમીને પરાપેક્ષા હોતી જ નથી.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400