Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 376
________________ ગાથા -૧૭૯ ............. અધ્યાત્મમત પરીક્ષા ................ ૯૩૭ ઉપેક્ષાનો ભાવ હોવાથી પૂર્વની દીર્ઘ સંયમની આરાધના પણ અકિંચિત્કર બની જાય છે. ફક્ત તેનાથી ઉત્પન્ન થયેલા સુસંસ્કારો સંસારમાં પરિભ્રમણ કર્યા પછી સંયમભંગથી નિષ્પન્ન થયેલ કર્મ ક્ષીણ થાય ત્યારે, સંયમની પ્રાપ્તિમાં ઉપકારક બને છે. ટીકા - વંતિવીધ્યમને ય ર થઈ પ્રતિપદ, દ્રવ્યતિફ મિથ્યાષ્ટિવં મન ૩૨ - 'सेसा मिच्छद्दिट्ठी गिहिलिङ्गकुलिङ्गदव्वलिङ्गेहिं ॥ ति। [ उप. माला ५२० पूर्वार्द्धः] ટીકાર્ય - વં' - આ રીતે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે સંયમનો ભંગ થાય ત્યારે દેશવિરતિમાં યત્ન કરવો જોઇએ, કેમ કે સંયમના ભંગ પછી લિંગમાત્રના ઉપજીવનમાં ઘણા દોષો પ્રાપ્ત થાય છે એ રીતે, (ગુરુ દ્વારા) પ્રતિબોધ કરાતો હોવા છતાં પણ જે જીવ ધર્મને સ્વીકારતો નથી શક્તિ હોય તો ફરી ઉદ્યત થઈને સર્વવિરતિરૂપ ધર્મને સ્વીકારતો નથી, તે દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિપણાને પામે છે. i a' - અને કહ્યું છે- ગૃહિલિંગ, કુલિંગ અને દ્રલિંગ વડે બાકીના મિથ્યાદષ્ટિ છે. “ત્તિ' ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ:- અહીં વિશેષ એ છે કે, ઉપદેશમાલા ગાથા-પ૨૦ની સાક્ષીથી કહ્યું કે શેષ=બાકીના મિથ્યાષ્ટિ છે, તો ત્યાં પ્રશ્ન થાય કે કોનાથી શેષ મિથ્યાદૃષ્ટિ છે? તો તે ઉપદેશમાલા ગાથા-૫૧૯માં બતાવેલ છે કે, સાવદ્યયોગની પરિવર્જનાથી સર્વોત્તમ યતિધર્મ છે, બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિજ્ઞપાક્ષિક પથ છે; અને તેનાથી બાકીના ગૃહિલિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગ વડે જેઓ રહે છે, તેઓ મિથ્યાદૃષ્ટિ છે. અને આ પ્રમાણે હોતે છતે ત્રણ જ મોક્ષમાર્ગો છે, (૧) સુસાધુ, (૨) શ્રાવક અને (૩) સંવિજ્ઞપાક્ષિકરૂપ ત્રણ મોક્ષમાર્ગો છે. તે પ્રમાણે ત્રણ જ સંસારમાર્ગો છે, (૧) ગૃહસ્થ, (૨) ચરકાદિ અને (૩) પાર્થસ્થાદિરૂપ ત્રણ સંસારમાર્ગો છે, એ પ્રાપ્ત થયું. - ટીકા-વંત્ર સંચિતૂરવા, તદ્વિદેવમહાપાપામવા રેશવિરતિપ્રતિપાદિત સ્વ$િનિર્થવ तत्र प्रयतितव्यम्, प्रतिपन्नस्य च तस्य यतनया यावज्जीवं निर्वाहः कर्त्तव्य इत्युपदेशसर्वस्वम् ॥१७९॥ ટીકાર્ય - વં ' - અને આ રીતે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે, જયારે સંયમ ભગ્ન થાય ત્યારે સંસારભી સાધુ શ્રાવકધર્મ સ્વીકારે અને લિંગમાત્ર ઉપજીવનમાં ઉક્ત દોષો છે એ રીતે, સંયમનું દૂરપણું દુષ્કરપણું, હોવાથી અને તેના ભંગમાં વ્રતના ભંગમાં, મહાપાપનો સંભવ હોવાથી, દેશવિરતિ સ્વીકારાદિથી સ્વશક્તિનો નિર્ણય કરીને જ ત્યાં=સર્વવિરતિમાં, પ્રવર્તવું જોઇએ; અને પ્રતિપન્ન એવા તેનો=ચારિત્રનો, યતના વડે માવજીવ નિર્વાહ કરવો જોઈએ. એ પ્રમાણે ઉપદેશનું સર્વસ્વ છે અર્થાત્ સઘળા ઉપદેશનો આ સાર છે. અહીં વંર નો અન્વય તત્ર પ્રતિતવ્યમ્ અને નિર્વાહ કર્તવ્ય ની સાથે છે. अस्य उत्तरार्धः - जह तिन्नि उ मोक्खपहा, संसारपहा तहा तिण्णि ॥५२०।। शेषा मिथ्यादृष्टयो गृहिलिङ्गकुलिङ्गद्रव्यलिङ्गैः । यथा त्रयः तु मोक्षपथाः संसारपथास्तथा त्रयः ॥

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400