Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 386
________________ અધ્યાત્મમતપરીક્ષા ૯૪૭ ગાથા : ૧૮૨ . ટીકાર્થ :- ‘ય: જીતુ' જે ગચ્છમાં વસતો ઉપરિત અસદ્ભૂતવ્યવહારનયથી દ્રવ્યથી અનેક છે, તે જ ગુરુ આદિના ઉપદેશથી પરિકર્મિત મતિથી પ્રસૂત એકત્વભાવનાથી પાવન=પવિત્ર, અંતઃકરણ હોવાથી, ભાવથી પણ એકાકીપણું પ્રાપ્ત કરે છે. દી‘ભાવતોપ’અહીં‘પિ’થી એ ગ્રહણ કરવું છે કે, દ્રવ્યથી એકાકીપણું નહીં પામતો હોવા છતાં ભાવથી પણ એકાકીપણું પામે છે. ‘અસ્તુ’- (અને) અન્ય વળી ઉŻખલપણાથી તેનાથી વિપરીત ભાવનાને ભાવતો, દ્રવ્યથી એકાકી પણ ભાવથી અનેક જ છે. ભાવાર્થ ઃ- ગચ્છમાં વસતો સાધુ તત્ત્વથી તો એકાકી જ છે, કેમ કે સંસારમાં વસતો દરેક જીવ તત્ત્વથી એકાકી જ છે; પરંતુ ઉપરિત અસદ્ભૂતવ્યવહારનયથી તે સાધુ સમુદાયમાં રહેતો હોવાથી એકાકી નથી, અર્થાત્ અનેક છે. પરંતુ સમુદાયમાં વસતા સાધુને સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય છે કે, તત્ત્વથી દરેક જીવ મારાથી પૃથ—જુદો, છે અને પુદ્ગલાદિથી પણ પોતે પૃથ—જુદો, છે. આવા પ્રકારના ઉપદેશથી જ્યારે બુદ્ધિ પરિકર્મિત થાય છે ત્યારે તેનાથી એકત્વભાવના પ્રાદુર્ભાવ થાય છે, અને તેના કારણે પવિત્ર અંતઃકરણ પેદા થાય છે; અર્થાત્ પોતાનાથી પૃથદ્ભૂત એવાં સર્વ પુદ્ગલ અને સર્વ જીવો પ્રત્યે લેશપણ પ્રતિબંધ ન રહે તેવું પવિત્ર અંતઃકરણ પેદા થાય છે. તેથી ભાવથી સર્વ જીવો પ્રત્યે પ્રતિબંધ નહિ હોવાના કારણે, દ્રવ્યથી અનેક હોવા છતાં ભાવથી એકત્વ પ્રાપ્ત કરે છે. તેથી જ્યારે એ એકાકીભાવ સ્થિરભાવરૂપે પામે છે ત્યારે, સમુદાયમાં થતા સંક્લેશો કે પ્રતિબંધો તે સાધુને સ્પર્શતા નથી. યપિ સમુદાયમાં રહેનાર સાધુને પ્રાથમિક ભૂમિકામાં તે સંક્લેશો કે પ્રતિબંધો સ્પર્શતા હોય છે, તેથી ભાવથી એકાકીપણું હોતું નથી; પરંતુ સમુદાયમાં સમ્યગ્ ઉપદેશક ગુરુના સાન્નિધ્યથી ધીરે ધીરે તેવી મતિ થાય છે, તેથી ક્વચિત્ ક્વચિત્ ભાવથી એકાકીપણું પણ અભ્યાસદશાનું પ્રાદુર્ભાવ થાય છે; તે વખતે જ્યારે એકાકીભાવનામાં ઉપયુક્ત હોય ત્યારે સંક્લેશનાં નિમિત્તો પણ પ્રાયઃ સ્પર્શતાં નથી. અને જ્યારે સંક્લેશનાં નિમિત્તો સ્પર્શે છે ત્યારે ભાવથી એકાકીપણું મ્લાન થાય છે કે નાશ પામે છે, છતાં સદ્ગુરુના ઉપદેશથી ફરી તે ઉદ્ભવ પામી શકે છે. વળી ગચ્છને છોડીને નીકળનાર ઉચ્છંખલ એટલા માટે છે કે, જો તે સમ્યગ્ વિચારક હોય તો સમજી શકે છે કે સમ્યગ્ ઉપદેશક ગુરુના સાન્નિધ્યથી વારંવાર સન્માર્ગનો સૂક્ષ્મબોધ થાય છે, તેથી જીવમાં તાત્ત્વિક એકાકીભાવ ગચ્છમાં રહીને આવી શકશે; પરંતુ પોતાની સ્વરુચિ અનુસાર કરવાની વૃત્તિને કારણે વસ્તુતત્ત્વને નહિ જોવાની વૃત્તિ હોવાથી તે ઉશૃંખલ છે. તેથી જ સમુદાયમાં સંક્લેશો થાય છે તેવો વિચાર કરીને અનેકાકીભાવનાને ભાવે છે, કેમ કે એકાકીભાવનાવાળા જીવને બધા પદાર્થમાં વર્તતા ભાવોની અસર થતી નથી. પરંતુ સમુદાયમાં અન્ય જીવના ભાવોની પોતાને અસર થાય છે એ પ્રકારનો તે વિચાર કરે છે, તે જ એકાકીભાવનાથી વિપરીત ભાવના છે; અને તે જ વિપરીત ભાવનાને ભાવતો સમુદાયને છોડીને દ્રવ્યથી એકાકી થાય છે, તો પણ ભાવથી અનેક જ છે. કેમ કે તત્ત્વના પર્યાલોચનથી એકાકીભાવના તેનામાં પ્રાદુર્ભાવ પામી નથી, ફક્ત હું એકાકી છું એમ માનીને સર્વના સંગને તે છોડે છે. આમ છતાં, સર્વ પદાર્થોની અસરને તે સાધુ સ્વીકારે છે, આથી જ સમુદાયમાં તેને સંક્લેશ ભાસિત થાય છે, તેથી ભાવથી તે અનેક જ છે. B-૨૫

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400