Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 387
________________ ૯૪૮. .. . અધ્યાત્મમત પરીક્ષા .. . . . . . ગાથા : ૧૮૨ ઉત્થાના:-અહીં શંકા થાય છે, જે સાધુ સમુદાયમાં રહીને સંક્લેશને પ્રાપ્ત કરતો હોય, તેથી સમુદાયથી પૃથફ રહીને તપાદિમાં ઉદ્યમશીલ હોય અને નિર્દોષ ભિક્ષા આદિ સાધુસામાચારીમાં ઉદ્યમશીલ હોય, તે સાધુને સમુદાયમાં સંક્લેશની પ્રાપ્તિ હતી, જ્યારે એકાકી રહેવાથી તે સંક્લેશ નહી હોવા સાથે તપસંયમમાં ઉદ્યમ સારો થઇ શકે, તત્કૃત તો લાભ થશે. તેથી કહે છે ટીકાર્થ રાવતુ'- અગીતાર્થને ગુર્વાદિ પારતંત્ર વગર ગુણલેશની સંભાવના પણ નથી, ઊલટુંમોટા અનર્થનો સંપાત જ છે. કેમ કે (૧) સ્વચ્છંદ ગતિ અને મતિના પ્રચારથી ઇચ્છાકારાદિ નિયંત્રિત સામાચારીનો વિપ્લવ છે, (૨) કાર્યાકાર્યના વિવેકનું વૈકલ્ય છે, (૩) સ લંબનરૂપ સમ્યગ્દર્શનની શુદ્ધિના હેતુભૂત સૂત્રાર્થના લાભનો અસંભવ, પ્રશ્નનો અસંભવ અને ચોદવા ચાલનાદિનો અસંભવ છે, (૪) વિનય-વૈયાવચ્ચાદિથી જનિત નિર્જરાફલ વડે વંચન છે–વંચિત રહે છે, (૫) મરણાંતે ભક્તપ્રત્યાખ્યાનાદિરૂપ આરાધનાનો અસંભવ છે, (૬) નિર્ભયપણાથી એષણાદિનું ઉલ્લંઘન છે, (૭) એકાકીપણાથી નિરંતર સાધ્વસપ્રતિપંથી નિર્ભય એવા સ્ત્રીજનથી ભયનો પ્રસંગ છે, (સાધ્વસ=ભય, તેનો પ્રતિપંથી=નિર્ભય છે.) (૮) ગુર્વાદિની લજ્જાને આધીન અકાર્ય કરવાની ઇચ્છાના ઉપરમનો=અકાર્યની ઇચ્છાથી અટકવાનો, અસંભવ છે, (૯) મૂચ્છ આદિથી વિહ્વળપણું થવાના કારણે સંયમ વિરાધનાનો પ્રસંગ છે, (૧૦) શુભાશુભ પરિણામોનું જલદી પરાવર્તમાનપણું હોવાને કારણે ક્લિષ્ટ અધ્યવસાય થયે છતે અનિવારિત કદાલંબનના ગ્રહણથી ભ્રંશનો પ્રસંગ છે, (૧૧) ભગવાન વડે નિષિદ્ધ એકાકીપણાના ચરણથી આજ્ઞાનું વિરાધન છે અને (૧૨) સુઆયુક્તને પણ સુધુ અપ્રમત્તને પણ, અર્થાત્ ક્રિયામાં સમ્યગુ ઉદ્યમવાળાને પણ, સાહાયનો વિરહ હોવાથી શીઘ્ર તપ-સંયમના ભંગનો પ્રસંગ છે. ભાવાર્થ - અગીતાર્થને ગુરુ આદિના પાતંત્ર્ય વગર ગુણલેશની સંભાવના પણ નથી, ઊલટું મહાઅનર્થનો સંભવ છે. તેમાં ઉપરોક્ત ૧૨ હેતુઓ કહ્યા છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે(૧) સમુદાયથી પૃથફ રહેનારને સ્વચ્છંદ ગતિ=બાહ્યચેષ્ટા, અને મતિ-બુદ્ધિ, પ્રવર્તે છે; જ્યારે ભગવાનની આજ્ઞા છે કે સાધુઓએ ઇચ્છાકારાદિથી નિયંત્રિત સામાચારીમાં યત્ન કરવો જોઈએ. તેથી સાધુઓ ભગવદ્ વચનના નિયંત્રણ હેઠળ દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે, પરંતુ પૃથફ રહેનાર સ્વચ્છંદ ગતિ અને મતિના પ્રચારને કારણે તે પ્રમાણે પ્રવર્તતા નથી, માટે એકાકી રહેનારને મહાઅનર્થનો સંપાત થાય છે; કેમ કે ઇચ્છાકારાદિથી નિયંત્રિત સામાચારીથી જ સંયમ જીવે છે અને વૃદ્ધિ પામે છે. (૨) એકાકી વિચરનારને કાર્યકાર્યનો વિવેક હોતો નથી, તેથી એકાકીને મહાઅનર્થનો સંપાત છે. એ જ કથનને કહેનાર ઉપદેશમાલા ગાથા-૧૫૬માં કહ્યું છે કે, એકલો કઈ રીતે કાર્ય કરે? અને કઈ રીતે અકાર્યનો પરિહાર કરે? આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કેટલાંક કાર્યો એકાકી રહેવામાં થઇ શકે તેમ જ નથી; કેમ કે આહાર-પાણી આદિ લાવવાં કે સાધુક્રિયાઓ કરવી એટલું જ માત્ર કાર્ય સંયમજીવનમાં નથી, પરંતુ સાધુને ગુણસ્થાનકની વૃદ્ધિ કરવા માટે સૂત્રાર્થમાં સભ્ય યત્ન કરવાનો હોય છે; અને તે વિશિષ્ટ કૃતધરના સાન્નિધ્યથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, અને કેટલાંક અકાર્યનું વર્જન પણ વિશિષ્ટ કૃતધરના અવલંબનથી જ થઈ શકે છે. કેમ કે શ્રુતધર હોય તે જ તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીનેઆ કાર્ય છે અને આ અકાર્ય છે એમ નિર્ણય કરી શકે છે. જ્યારે એકાકી વિહરનાર અગીતાર્થ હોવાને કારણે કાર્યકાર્યનો નિર્ણય કરી શકતો નથી. તેથી સામાન્ય રીતે સાધુચર્યામાં

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400