Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 382
________________ ગાથા : ૧૮૧ અધ્યાત્મમતપરીક્ષા ૯૪૩ કારણો કયાં છે, તેનું સમ્યક્ પર્યાલોચન કરવાથી સંસારથી પણ અત્યંત ભય પામેલા છે; અને પોતાની ઉપદેશાદિ પ્રવૃત્તિથી પણ શાસ્ત્રવિરુદ્ધ કાંઇ થાય તો સંસારની અવશ્ય વૃદ્ધિ થાય, તેથી સૂત્રની આશાતનાથી અત્યંત ભીરુ છે, તેઓ સંવેગવાળા છે. અને આથી જ કહ્યું છે કે, “સંવેગ વિના ઉપદેશાદિમાં પ્રવૃત્તિ છે તે લોકરંજનાદિ માટે છે, તેથી આત્માર્થીઓએ આત્મબોધમાં જ યત્ન કરવો જોઇએ.’ આનાથી એ પ્રાપ્ત થાય છે કે, આત્માર્થી જીવ પણ સંવેગ વગરનો છે, તેથી આત્મબોધમાં યત્ન કરવા દ્વારા તેમને સંવેગનિષ્પત્તિનો ઉપદેશ આપેલ છે. તેથી આત્માર્થી પણ સંવેગ વગરનો હોય, અને જગતને ઉપદેશ આપવો એ જ મારું કર્તવ્ય છે એવી કેવળ બુદ્ધિથી તેમાં યત્ન કરતો હોય, તો પણ અર્થથી તેની તે પ્રવૃત્તિ લોકરંજન માટે જ છે. કેમ કે જે પરિણામ હજુ પોતાનામાં નિષ્પન્ન થયેલ નથી, તેને બીજામાં નિષ્પત્તિ કરવા માટે યત્ન કરવો તે અતાત્ત્વિક છે. ફક્ત અસંવિગ્ન જીવ પોતાની તે ઉપદેશાદિની પ્રવૃત્તિથી લોકના ચિત્તને રંજન કરી શકે છે, પણ શ્રોતામાં ભાવ નિષ્પન્ન કરી શકતો નથી. કેમ કે ‘ભાવાત્ ભાવપ્રભૂતિઃ’=ભાવથી ભાવની પ્રસૂતિ છે, માટે સંવેગરહિતની ઉપદેશાદિની પ્રવૃત્તિ અર્થથી લોકરંજન માટે જ છે. ટીકાર્ય :-‘વં’- એ રીતે=સંવેગ વગર ગીતાર્થને ઉપદેશાદિનો અધિકાર નથી એ રીતે, સંવિશ પણ અગીતાર્થને ઉપદેશાદિમાં અધિકાર નથી, કેમ કે અગીતાર્થને બહુજનમધ્યમાં પ્રજ્ઞાપનમાં=ઉપદેશ આપવામાં, અરિહંતાદિની આશાતનાનો પ્રસંગ છે. ઉત્થાન :- ‘ન હતુ .. થી પ્રશ્નŞાત્ સુધીના કથનનું નિગમન કરતાં કહે છે टी$1 :- तस्मात् संविग्नगीतार्थस्यैव तत्राधिकारो नान्यस्येति स्थितम् । अत एव तादृशस्यैवोपदेशेऽविकल्पेन तथाकार: प्रज्ञप्तः, यदागमः "१ कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संजमतवड्डगस्स उ अविगप्पेणं तहक्कारो ॥ " ( आ. नि.६८० ) त्ति । एवं चान्योपदेशे परीक्षादिविकल्पेन तथाकार इत्युक्तं भवति । आह च - "इयरम्मि विगप्पेणं जं जुत्तिखमं तहिं न सेसंमि । " त्ति ॥ १८१ ॥ ટીકાર્ય :- ‘તસ્માત્’- તે કારણથી સંવિજ્ઞ-ગીતાર્થને જ ત્યાં=ઉપદેશાદિમાં, અધિકાર છે અન્યને નહિ, એ પ્રમાણે સ્થિત છે. ‘અત વ’ - આથી કરીને જ=સંવિજ્ઞ-ગીતાર્થને જ ઉપદેશાદિમાં અધિકાર છે આથી કરીને જ, તેવા પ્રકારની વ્યક્તિના જ ઉપદેશમાં=સંવિજ્ઞ-ગીતાર્થના જ ઉપદેશમાં, અવિકલ્પથી તથાકાર=તહત્તિ ક૨વું, અર્થાત્ જે પ્રમાણે આપ કહો છો તે પ્રમાણે જ આ છે. ‘વવામ:' જે કારણથી આગમ છે- ‘જથ્થાબ્વે' - ક્લ્યાકલ્પમાં પરિનિષિતનાં=જ્ઞાનનિષ્ઠા પામેલાનાં, તથા . कल्पाकल्पे परिनिष्ठितस्य स्थानेषु पञ्चसु स्थितस्य । संयमतपआढ्यकस्याऽविकल्पेन तथाकारः ॥ ૨. अस्योत्तरार्धः - संविग्गपक्खिए वा गीए सव्वत्थ इयरेणं ॥ [ पंचाशक- ५६०] . इतरस्मिन्विकल्पेन यद्युक्तिक्षमं तत्र न शेषे । संविग्नपाक्षिके वा गीते सर्वत्रेतरेण ॥

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400