Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 375
________________ ૯se . . . . . . . . . . . . . . ::::::::::::... • . અધ્યાત્મમત પરીક્ષા ... . . . . . . ગાથા : ૧૭૯ ટીકાર્ય -“ન' આનાથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે વ્રતનો ભંગ થયે છતે વ્રતમાત્રજીવિત એવા ગુણમાત્રનો ભંગ છે એનાથી, તપનું વિચિત્રકર્મક્ષયમાં હેતુપણું હોવાથી તેનાથી જ તપથી જ, તેની=વેષધારી સાધુની, શુદ્ધિ થશે, એ પણ નિરસ્ત જાણવું. અને તેને જ સ્પષ્ટ કરતાં બતાવે છે- ખરેખર જેનાં મૂળિયાં ઊખડી ગયાં છે એવા મોટા વૃક્ષની મોટી પણ શાખાઓ ફળને પેદા કરતી નથી; અથવા સમુદ્રમાં જેનું વહાણ ભાંગી ગયું છે એવા પુરુષને કીલિકાના આદાનથીઃખીલી ગ્રહણ કરવાથી, રક્ષણ થતું નથી. દ‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે. ‘૩ ' - અને કહ્યું કે - “મહબૂથ' - મહાવ્રત અને અણુવ્રતોનો ત્યાગ કરીને જે અન્ય તપને આચરે છે, તે અજ્ઞાની (જે કારણથી) મૂઢ એવો તે નૌબૌદ્ર=નાવમાં બેસીને બૂડેલા જેવો, એટલે કે જેની સમુદ્રમાં નાવ ભાંગી ગઈ છે, તેથી સમુદ્રમાં બૂડતાં બચવા માટે લોઢાની ખીલીને મૂર્ખપણાથી ગ્રહણ કરે તેના સમાન જાણવો. એ રીતે પ્રસ્તુતમાં સંયમનૌકાનો ભંગ થયા પછી ભવજલધિમાં નિમજ્જનપણું હોવાથી ગૃહીત તારૂપી લીહખીલાનું પણ ગ્રહણ વ્યર્થ છે. તે કારણથી મહાવ્રત અને અણુવ્રત બંનેમાં પણ યત્ન કરવો જોઈએ. ઈ ‘ત્તિ' શબ્દ ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે, વ્રતના ભંગમાં ગુણમાત્રનો ભંગ છે, માટે કોઈ ધર્માતરનો પણ સંભવ નથી, તેથી વ્રત ભંગ કરનાર સંસારમાં પરિભ્રમણને પામે છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પણ પૂર્વમાં જે દીર્ધ સંયમ પાળેલ છે તેના બળથી તે સાધુનું રક્ષણ થશે. તેથી કહે છે ટીકા-પર્વ ૨ તકે પૂર્વપર્યાયવાહિત્યમથાઝિર રણવ્યમ, અરતિતરિનાનાવ પરિણાનાત્ | ૩ ૨ - 'ण तहिं दिवसा पक्खा मासा वरिसा व संगणिज्जंति । जे मूलउत्तरगुणा अक्खलिया ते गणिज्जंति ॥ त्ति। [૩૫. માન- ૪૭૨] ટીકાર્ય - વંદ'- અને આ રીતે= જે રીતે વ્રતના ભંગમાં ગુણમાત્રનો ભંગ છે એ રીતે તેના ભંગમાં વ્રતના ભંગમાં, પૂર્વપર્યાયની બહુલતા પણ અકિંચિત્કર જાણવી. કેમ કે અસ્મલિત દિવસોની જ પરિગણના છે. ‘૩ ત્ર' - અને કહ્યું કે તહં - ત્યાં ચારિત્રધર્મના વિચારમાં, દિવસો-પક્ષો-મહિના કે વર્ષો ગણાતાં નથી; પરંતુ જે મૂળ-ઉત્તરગુણો અસ્મલિત=નિરતિચાર, હોય છે તે જ ગણાય છે. અર્થાત્ તે જ ઈષ્ટપ્રાપક છે. ‘ત્તિ ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ - કહેવાનો આશય એ છે કે, જ્યાં સુધી સંયમનો નાશ ન થયો હોય ત્યાં સુધી જ સંયમપર્યાયની ગણના છે, પરંતુ જ્યારે સંયમનો ભંગ થાય ત્યારે પૂર્વના દીર્ઘ સંયમનું પાલન પણ ગણાતું નથી. તેથી પૂર્વની દીર્ઘ સંયમપર્યાય પણ વ્રતથી મૃત થયેલાને સંસારના પરિભ્રમણથી રક્ષણ કરી શકતો નથી. કેમ કે વ્રતભંગ પછી વ્રતની १. न तत्र दिवसाः पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते । ये मूलोत्तरगुणा अस्खलितास्ते गण्यन्ते ।।

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400