Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 368
________________ ગાથા : ૧૭૮ . . . . અધ્યાત્મમત પરીક્ષા , . . . .૯૨૯ મર્યાદામાં રહીને હું પાપનો ઉપશમ કરું છું, એ રૂપ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, તેથી તે અતથાકાર છે. અર્થાત્ જેવું પ્રતિજ્ઞામાં બોલે છે તેવું કરતો નથી. તેથી તેમની તે ગહ મિથ્યાત્વરૂપ જ છે; કેમ કે અતથાકાર જ મિથ્યાત્વનું લક્ષણ છે. અર્થાત્ જે પ્રકારે પ્રતિજ્ઞા કરેલી હોય તે પ્રકારે કરવું તે તથાકાર છે, અને તેનાથી વિપરીત કરવું તે અતથાકાર છે. ટીકાર્ય - સતાવ'- આથી કરીને જ=અતથાકાર મિથ્યાત્વ જ છે આથી કરીને જ, સર્વસાવઘયોગનું પ્રત્યાખ્યાન કરીને ફરીથી તે જ જે સાવઘયોગનું પ્રત્યાખ્યાન કર્યું છે તે જ, સાવને આચરતો, સર્વવિરતિની પ્રતિજ્ઞાનો ભંગ થયો હોવાને કારણે તેનાથી સર્વવિરતિથી, ભ્રંશ થયેલો છે. વળી દેશવિરતિનું અપ્રતિજ્ઞાતપણું હોવાથી જ તેના લાભની=દેશવિરતિના લાભની, હીનતા છે. અને ઉભય વિરતિના અભાવથી=સર્વવિરતિ અને દેશવિરતિરૂપ ઉભય વિરતિના અભાવથી, મિથ્યાદષ્ટિપણું થાય. દર “રૂતિ' શબ્દ વં ચા સુધીના કથનની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ:- અહીં વિશેષ એ છે કે, ઉભય વિરતિના અભાવને કારણે અવિરતિની પ્રાપ્તિ થાય, પરંતુ મિથ્યાષ્ટિપણું ન થાય. આમ છતાં, અભિનિવિષ્ટ વ્યક્તિને આશ્રયીને જ મિથ્યાષ્ટિપણે કહેલ છે તે વાત આગળના કથનથી સ્પષ્ટ થાય છે, માટે કોઈ દોષ નથી. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, પ્રતિજ્ઞા કર્યા પછી ભંગવાળાને મિથ્યાષ્ટિપણું પ્રાપ્ત થતું હોય તો સંવિજ્ઞપાક્ષિક કોઇ થશે નહિ. તેથી કહે છે ટીકાર્ય - રૂવંત્ર'-અને આ=મિથ્યાષ્ટિપણું, અભિનિવેશથી ભગ્નચારિત્રવાળાને જાણવું. વળી અનભિનિવિષ્ટ જીવને-અભિનિવેશ વગરના જીવને, સમ્યગ્દર્શનના કાર્યભૂત પશ્ચાત્તાપાદિના દર્શનથી તથાપણું મિથ્યાત્વપણું, નથી, પરંતુ વિરતિનું વૈકલ્ય=વિરતિનો અભાવ, બંનેને પણ અભિનિવિષ્ટ અને અનભિનિવિષ્ટબંનેને પણ જાણવો. તવું'તે કહ્યું છે- સર્વએ ઉપલક્ષણ હોવાથી સર્વસાવદ્યયોગનું માવજીવ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરું છું, એ પ્રમાણે કહીને જેમની વિરતિ સર્વિકા=સર્વ, નથી જ, તે સર્વવિરતિવાદી દેશથી અને સર્વથી=દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી, ચૂકે છે ભ્રષ્ટ થાય છે. ટીકા -“સાધૂન સાધુધડો શ્રાવધર્મરને શ્રાવધનુષવેશ:"તિવિGિરોપિસ્તા, अप्रतिज्ञाते तत्रानुप्रवेशाभावात्, प्रतिज्ञां विनापि तद्भावे प्रतिज्ञाया वैयर्थ्यप्रसङ्गात्, पूर्वप्रतिज्ञायास्त्वेकदेशरूपाया महाप्रतिज्ञयैव विनाशात्, मतिज्ञानादेरिव केवलज्ञानेन ।अपि च तादृशधर्मं साधुराभोगेन कुर्यादनाभोगेन वा? नाद्यः,अप्रमादिनस्तादृशप्रवृत्त्यसम्भवात् ।न द्वितीयः,अनाभोगस्यातिचारमात्रजनकत्वाद्, अभिनिवेशेन तत्करणेच मिथ्यादृष्टित्वमेवेति व धर्मानुप्रवेशः? एतेन "श्रावकपदमविरतसम्यग्दृष्टिपरम्" इत्यपि परास्तम् ।

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400