Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 369
________________ અધ્યાત્મમતપરીક્ષા . ગાથા . ૧૭૮ ટીકાર્ય :- ‘તેન’ આનાથી=‘રૂવ . ..'થી માંડીને ઉપદેશમાલા ગાથા-૫૦૩ની સાક્ષી આપી એનાથી, સાધુઓને સાધુધર્મઅયોગ્ય શ્રાવકધર્મના કરણમાં શ્રાવકધર્મમાં અનુપ્રવેશ છે, એ પ્રમાણે દિગંબરની ઉક્તિ=વચન, અપાસ્ત જાણવું; કેમ કે અપ્રતિજ્ઞાત એવા ત્યાં=શ્રાવકધર્મમાં, અનુપ્રવેશનો અભાવ છે. ૯૩૦ ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે, શ્રાવકધર્મની પ્રતિજ્ઞા નહિ હોવા છતાં શ્રાવકધર્મની આચરણાથી શ્રાવકધર્મમાં અનુપ્રવેશ થઇ શકે છે. તેથી કહે છે ટીકાર્ય :- ‘પ્રતિજ્ઞમાં’- પ્રતિજ્ઞા વગર પણ તેના ભાવમાં=શ્રાવકપણાના ભાવમાં, પ્રતિજ્ઞાના વૈયર્થ્યનો પ્રસંગ છે. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, સાધુધર્મ લેતાં પૂર્વે શ્રાવકધર્મ પાળ્યો હોય, તેથી બાર વ્રતાદિની પ્રતિજ્ઞા લીધી હોવાથી સાધુધર્મથી ભ્રષ્ટ થાય ત્યારે શ્રાવકધર્મમાં કેમ પ્રવેશ ન થાય? તેથી કહે છે – ટીકાર્ય :- ‘પૂર્વ’ - કેવલજ્ઞાનથી મતિજ્ઞાનાદિની જેમ મહાવ્રતના એકદેશરૂપ પૂર્વમાં ગ્રહણ કરાયેલ પ્રતિજ્ઞાનો, મહાપ્રતિજ્ઞા દ્વારા જ=સર્વવિરતિની મહાપ્રતિજ્ઞા દ્વારા જ, વિનાશ થાય છે. (તેથી સાધુને શ્રાવકધર્મમાં અનુપ્રવેશ નથી.) ભાવાર્થ :- દિગંબરને એ કહેવું છે કે, સાધુધર્મને અયોગ્ય એવી શ્રાવકની કોઇપણ પ્રવૃત્તિ સાધુ કરે તો તે સાધુ દેશવિરતિધર્મને પ્રાપ્ત કરે છે. આ કથન પૂર્વના કથનથી અપાસ્ત છે; કેમ કે પૂર્વમાં કહ્યું કે સર્વવિરતિની પ્રતિજ્ઞા કરીને તે પ્રમાણે જે ન કરે તે ઉભય વિરતિથી ચૂકે છે, તેથી સાધુને દેશવિરતિ કે સર્વવિરતિ બેમાંથી એકેય પ્રાપ્ત થાય નહિ. અને તે વાતને જ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે, સાધુની પ્રતિજ્ઞા સર્વવિરતિની છે દેશવિરતિની નથી, આમ છતાં સાધુ દેશવિરતિની ક્રિયા કરે તો દેશવિરતિગુણસ્થાનકમાં સાધુનો પ્રવેશ થાય નહિ. અહીં પૂર્વપક્ષી કહે કે, દેશવિરતિની પ્રતિજ્ઞા નથી, આમ છતાં દેશવિરતિના આચરણના બળથી સાધુને દેશવિરતિમાં પ્રવેશ થઇ શકે. તેથી ગ્રંથકાર કહે છે કે પ્રતિજ્ઞા વગર પણ આચરણામાત્રથી દેશવિરતિની પ્રાપ્તિ થતી હોય તો દેશવિરતિની પ્રાપ્તિ પ્રત્યે પ્રતિજ્ઞાની કારણતા રહે નહિ. પરંતુ દેશવિરતિની પ્રાપ્તિ પ્રત્યે જેમ આચરણા આવશ્યક છે તેમ પ્રતિજ્ઞા પણ આવશ્યક છે, માટે આચરણામાત્રથી સાધુને દેશવિરતિની પ્રાપ્તિ થાય નહિ. અહીં પૂર્વપક્ષી કહે કે, સંયમ ગ્રહણ કર્યા પૂર્વે કોઇએ દેશવિરતિની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ હોય, અને પાછળથી સર્વવિરતિની પ્રતિજ્ઞા લીધેલી છે, તેથી યાવજ્જીવની પૂર્વની દેશવિરતિની પ્રતિજ્ઞાના બળથી સાધુને પણ દેશવિરતિની પ્રાપ્તિ સ્વીકારી શકાય. તેથી ગ્રંથકાર કહે છે કે, સર્વવિરતિરૂપ મહાપ્રતિજ્ઞાથી જ દેશવિરતિરૂપ પૂર્વની પ્રતિજ્ઞાનો નાશ થાય છે. તેથી સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી શ્રાવકધર્મની આચરણા કરે તો દેશવિરતિની પ્રાપ્તિ થઇ શકે નહિ. અહીં વિશેષ એ છે કે, મરુદેવામાતાએ સર્વવિરતિની પ્રતિજ્ઞા નહિ કરેલ હોવા છતાં તેમને વિરતિના ગુણસ્થાનકની પ્રાપ્તિ થઇ, તેથી જ ક્ષપકશ્રેણિ આદિ પ્રાદુર્ભાવ થયા, માટે પ્રતિજ્ઞા વગર પણ ગુણસ્થાનક આવી શકે છે એમ સામાન્યથી દેખાય; પરંતુ તે ગુણસ્થાનકની પ્રાપ્તિ સમતાના પરિણામથી મરુદેવાને થયેલ છે, તેથી ત્યાં

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400