________________
ગાથા : ૧૭૮-૧૯. . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. .• • •
૯૩૩ ઉત્થાનઃ- વળી જેઓ અભિનિવેશથી પ્રતિજ્ઞાનો ભંગ કરે છે, તેઓને અન્ય પણ દોષો પ્રાપ્ત થાય છે, તે તથાથી બતાવતાં કહે છે
ટીકાર્ય - ‘તથા' - અને વેષમાત્રથી પરરંજન વડે માયાનિકૃતિનો પ્રસંગ છે, ઇત્યાદિ મહાન અનર્થો ભ્રષ્ટચારિત્રવાળાને પ્રગટ થાય છે. વધારે કહેવાથી શું? તીવ્ર ક્લેશ વડે અનંત સંસારનો અનુબંધ પણ થાય છે. 3 ર' - અને કહ્યું છે - પાંચ મહાવ્રતોરૂપી ઉત્તુંગ પ્રાકાર=ઊંચો કિલ્લો, જેના વડે ભાંગી નંખાયો છે, તે ચારિત્રભ્રષ્ટ લિંગજીવીનો સંસાર અનંત=અપરિમિત, હોય છે.
ભાવાર્થ- વેષમાત્રથી લોકોનું રંજન થવાને કારણે માયાનો પ્રસંગ આદિ મોટા અનર્થો ભ્રષ્ટચારિત્રવાળાને થશે એમ કહ્યું, તે અભિનિવેશપૂર્વક પ્રતિજ્ઞા ભંગ કરનારને આશ્રયીને છે. કેમ કે તેવા જીવો પોતાની અનુચિત પ્રવૃત્તિમાં પણ બીજાઓને સાધુતાનો ભ્રમ પેદા કરાવે છે, અને તેમનાથી લોકો પ્રભાવિત થઈને જે કાંઈ તેમની ભક્તિ કરે છે તેમાં તેમનો વેષ કારણ છે. તેથી વેષમાત્રથી લોકોને ભક્તિ કરવા માટે પ્રેરણા આપવારૂપ પરરંજન તેમના વેષમાં છે, અને તેના કારણે બીજાને ઠગવાનો અધ્યવસાય તેઓને છે. જ્યારે સંવિજ્ઞપાક્ષિક તો પ્રસંગોપાત પોતાની હીનતા બતાવીને વેષમાત્રથી લોકોને ભ્રમિત કરતા નથી, તેથી તેમને માયાને પ્રસંગ આવતો નથી. આ રીતે સાધુના વેષમાં રહીને પોતાની અનુચિત પ્રવૃત્તિમાં ઉચિતપણાની બુદ્ધિરૂપ મિથ્યાત્વને કારણે તેને તીવ્ર ક્લેશ થાય તો અનંત સંસારનો અનુબંધ પણ થાય. ll૧૭૮
અવતરણિકા -પર્વર શ્રાવકત્વમપિ સુકૃતાં, નાવીક્ષાં ગૃહીત્વ તલ્લે વેષમાત્રોનીવિત્વમિત્સુશિક્તિ
અવતરણિકાર્ય અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે સર્વવિરતિની પ્રતિજ્ઞા કરીને જે સમ્યફ પાલન કરતા નથી, તેઓને સર્વવિરતિ અને દેશવિરતિ ઉભયનો અભાવ હોય છે, અને અભિનિવેશથી પ્રતિજ્ઞાનો ભંગ હોય તો મિથ્યાત્વ હોય છે એ રીતે, શ્રાવકપણું પણ સુષુતર સારું છે, પરંતુ દીક્ષા ગ્રહણ કરીને તેના ભંગથી દીક્ષાના ભંગથી, વેષમાત્રઉપજીવીપણું સારું નથી, એ પ્રકારે ઉપદેશ આપતાં ગ્રંથકાર કહે છે
ગાથા -
चुयधम्मस्स उ मुणिणो सुट्ठयरं किर सुसावगत्तंपि ।
पडियंपि फलं सेयं तरुपडणाओ न उच्चपि ॥१७९॥ (च्युतधर्मणो मुनेः सुष्ठुतरं सुश्रावकत्वमपि । पतितमपि फलं श्रेयस्तरुपतनानोच्चमपि ॥१७९॥)
ગાથાર્થ - (સાધુધર્મથી) ટ્યુતધર્મવાળા મુનિથી સુશ્રાવકપણે પણ શ્રેષ્ઠતર છે. (જમીન પર) પડેલું પણ ફળ શ્રેયઃકારી છે, તરુ ઉપરથી પડવાનો ભય હોવાથી ઉચ્ચ ફળ પણ શ્રેય કારી નથી. II૧૭૯II
ભાવાર્થ - કોઇ માણસ વૃક્ષ ઉપર ચડીને ઉચ્ચ ફળને ગ્રહણ કરવા માટે યત્ન કરતો હોય અને પડવાનો ભય પ્રાપ્ત થાય, તો ઉચ્ચ ફળને છોડીને જમીન ઉપર પડેલા ફળને ગ્રહણ કરવું ઉચિત છે. તેમ સંયમવેષરૂપ વૃક્ષનું અવલંબન