________________
ગાથા : ૧૭૪ .
અધ્યાત્મમતપરીક્ષા
૯૦૫
ટીકાર્ય :- ‘વિજ્જ ’ - અને વળી આ પ્રમાણે=જે પ્રમાણે વિઘુલ્લતા જેવા ચંચળ જીવિતનો નિર્ણય નથી, છતાં ભાવિમાં સંયમનો વિચાર જે રીતે કરે છે, એ પ્રમાણે, જે અવિરતિપ્રત્યય કર્મબંધથી ડરતો નથી તેને જ આવા પ્રકારનો અભિલાષ થાય, પરંતુ સંસારભીરુને ન થાય. એથી કરીને ફલાર્થીએ ફલના ઉપાયની પ્રવૃત્તિમાં વિલંબ કરવો નહીં.
વીર અહીં એ ધ્યાનમાં રાખવું કે ટીકાના પ્રારંભમાં કહ્યું કે, વિદ્યુલ્લતા જેવા ચંચળ જીવિતનો નિર્ણય થઇ શકતો નથી, એનો અન્વય પ્રસ્તુત ગાથાની ટીકાના અંતે ‘કૃત્તિ’ શબ્દ છે તેની સાથે છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે, વિદ્યુલ્લતા જેવા ચંચળ જીવિતનો નિર્ણય નથી, એથી કરીને ફલાર્થીએ ફલના ઉપાયમાં વિલંબ કરવો નહીં. એ જ રીતે ‘ન્નિ'થી જે કહ્યું તેનો અન્વય પણ ટીકાના અંતે ‘કૃતિ’ શબ્દ છે તેની સાથે છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે, જે અવિરતિપ્રત્યય કર્મબંધથી ડરતો નથી તેને જ આવા પ્રકારનો અભિલાષ થાય, પરંતુ સંસારભીરુને ન થાય. એથી કરીને ફલાર્થીએ ફળના ઉપાયની પ્રવૃત્તિમાં વિલંબ કરવો નહીં.
એ જ રીતે ‘હિં ચાયતો..'થી ટીકામાં આગળ કહે છે કે, ભવિષ્યમાં વાર્ધક્ય પ્રાપ્ત થયે છતે તેવા પ્રકારના કાયબલાદિનો અભાવ હોવાથી કેવી રીતે ચારિત્રમાં પ્રવૃત્તિ થશે? અને ચારિત્રમાં અપ્રવૃત્તિ હોતે છતે ઇષ્ટસિદ્ધિ કેવી રીતે થશે? તેનો પણ અન્વય ‘કૃત્તિ’ સાથે છે. તે આ રીતે- એથી કરીને ફલાર્થી વડે ફળના ઉપાયની પ્રવૃત્તિમાં વિલંબ કરવો જોઇએ નહીં.
આ રીતે ત્રણે કથનો સાથે ‘કૃતિ’નો અન્વય સમજવો.
ટીકાર્ય :- ‘ન ચ’- અને સંસારભીરુતા વિના ધર્માધિકાર હોતો નથી. વળી તેવા પ્રકારના જીવોને = સંસારભીરુ જીવોને, “હે ગૌતમ ! એક સમય (પણ) પ્રમાદ ન કર' ઇત્યાદિ ઉપદેશથી પરિકર્મિત મતિ હોવાથી પ્રતિક્ષણ અપ્રમાદમાં જ મતિ=બુદ્ધિ, ઉદય પામે છે. અને તે ઉદિત થયે છતે=અપ્રમાદમાં મતિ ઉદિત થયે છતે, પ્રવૃત્તિનો વિલંબ સંભવિત નથી, કેમ કે સામગ્રીનું સામ્રાજ્ય છે.
ભાવાર્થ :- જે જીવ અવિરતિ નિમિત્તક કર્મબંધથી ડરતો નથી, તેને જ સંસારમાં ભોગો ભોગવીને ભોગકર્મનો નાશ થયા પછી હું સંયમ ગ્રહણ કરીશ, એવો અભિલાષ થાય છે; પરંતુ સંસારભીરુ આત્માને આવો અભિલાષ થતો નથી, અને સંસારભીરુતા વગર ધર્મનો અધિકાર નથી. યદ્યપિ ધર્મનો અધિકારી એવો સમ્યગ્દષ્ટિ જીવ પણ અવિરતિના કારણે સંયમમાં યત્ન કરતો નથી, તો પણ તેને આવો અભિલાષ હોતો નથી કે ભોગો ભોગવીને પછી હું સંયમ ગ્રહણ કરીશ, પરંતુ સંયમને અનુકૂળ વિશેષ પરિણામ નહીં થવાના કારણે અવિરતસમ્યદૃષ્ટિનો સંયમમાં યત્ન હોતો નથી; તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે ભવપાર્થક્યના વિષયના અપ્રમાદભાવમાં તેની બુદ્ધિ વર્તે છે, તેથી તે ધર્મનો અધિકારી છે.
અહીં ‘“સમય ગોયમ! મા પમાય'' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જે જીવ સમ્યગ્ રીતે સંસારના સ્વરૂપઅવલોકનથી ભયભીત થયેલ હોય, તે જીવે પોતાના સત્ત્વ અને જ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણે સન્માર્ગમાં યત્ન કરવામાં એક ક્ષણ પણ પ્રમાદ કરવો જોઇએ નહીં, જેથી ધીરે ધીરે સંસારનો ઉચ્છેદ થાય. અને આવા ઉપદેશથી પરિકર્મિત મતિ સભ્યદૃષ્ટિની હોવાથી ભોગકાળમાં પણ સંસારના પાર્થક્યના વિષયમાં તેનો યત્ન વર્તે છે. તેથી જ