________________
ગાથા : ૧૭૪
ટીકાર્થ :- ‘ન હતુ’ ખરેખર વિદ્યુલ્લતા જેવા ચંચળ જીવિતનો નિર્ણય થઇ શકતો નથી. કેમકે શસ્ત્રાદિથી શીઘ્ર તેના ઉપક્રમનો= આયુષ્યના ઉપક્રમનો, સંભવ છે.
૯૦૪
અધ્યાત્મમતપરીક્ષા
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે, યદ્યપિ શસ્ત્રાદિના ઉપક્રમ વગર પણ ગમે ત્યારે આયુષ્ય સમાપ્ત થઇ શકે છે, માટે જીવિતનો નિર્ણય નથી; તો પણ શસ્ત્રાદિથી આયુષ્યના ઉપક્રમનો સંભવ છે, તે જ રીતે ઉપલક્ષણથી એ પણ સમજી લેવાનું કે, ગમે ત્યારે આયુષ્યની સમાપ્તિથી તેનો નાશ થાય છે, માટે જીવિતનો નિર્ણય નથી.
સ્વકથનની પુષ્ટિ કરતાં ગ્રંથકાર કહે છે–
--
ટીકાર્થ :- ‘૧ ચ’ - કાલજ્ઞાનાદિ શાસ્ત્રોથી આયુષ્યનો નિર્ણય કરીને આયતિમાં=ભવિષ્યમાં, પ્રવર્તશે; અર્થાત્ મોક્ષનો અર્થી સંયમમાં પ્રવર્તશે, એમ ન કહેવું; કેમ કે તેનાથી=કાલજ્ઞાનાદિ શાસ્રોથી, તે પ્રકારના નિર્ણયનો અભાવ છે. એવું ન માનો તો= કાલજ્ઞાનાદિ શાસ્ત્રોથી તે પ્રકારનો નિર્ણય માનો તો, પ્રવૃત્તિકાળનો પણ તેનાથી તે શાસ્ત્રોથી, નિર્ણય થયે છતે શંકાંતરનો અનવકાશ છે. કેમ કે તે પ્રકારે નિર્ણય થયે છતે ભોગેચ્છાની નિવૃત્તિ માટે કોઇની વિષયમાં પણ પ્રવૃત્તિ પ્રતિપાદિત જ છે.
ભાવાર્થ :- કાલજ્ઞાનાદિ શાસ્ત્રોથી સામાન્યથી પોતાનું આયુષ્ય કેટલું છે તે જાણી શકાય છે, તો પણ શસ્ત્રાદિ દ્વારા ઉપક્રમ નહીં જ લાગે અને અમુક નિયત કાલમાન સુધી હું અવશ્ય જીવીશ, એવા પ્રકારના નિર્ણયનો અભાવ છે. અને જો તેવા પ્રકારનો તે શાસ્ત્રોથી નિર્ણય માનવામાં આવે, તો તે શાસ્ત્રથી સંયમમાં પ્રવૃત્તિકાળનો પણ નિર્ણય થઇ શકે; તેથી શંકાંતરનો અવકાશ રહે નહીં=મને સંયમ પ્રાપ્ત થશે કે નહીં? એવી શંકાનો તો અવકાશ રહે નહીં, પરંતુ હું ભોગમાં પ્રવૃત્તિ કરીશ તો મારા ભોગકર્મનો નાશ થશે કે નહીં એવી શંકાંતરનો અવકાશ રહે નહીં. કેમ કે તે પ્રકારનો નિર્ણય થયે છતે, અર્થાત્ શાસ્ત્રોથી એ નિર્ણય થાય કે અમુક કાળ પછી અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થશે એવો નિર્ણય થયે છતે, નિકાચિત કર્મના કારણે સંયમના અર્થી એવા કોઇકની ભોગેચ્છાની નિવૃત્તિ માટે વિષયમાં પ્રવૃત્તિ પણ પ્રતિપાદિત જ છે. તેથી વિષયોની પ્રવૃત્તિ એ ભોગના નાશનું કારણ છે એ પ્રકારનો નિર્ણય પણ શાસ્ત્ર દ્વારા થઇ શકે છે, પરંતુ સામાન્ય રીતે કાલજ્ઞાનાદિ શાસ્ત્રો દ્વારા પરિપૂર્ણ નિર્ણય થવારૂપ આયુષ્યાદિનું જ્ઞાન થઇ શકતું નથી. તેથી કલ્યાણના અર્થી જીવોએ ભોગેચ્છાની નિવૃત્તિ માટે ત્યાગમાં જ યત્ન કરવો જોઇએ.
ast :- किञ्च य एवमविरतिप्रत्ययिककर्मबन्धान्न बिभेति तस्यैवेद्गभिलाषः स्यान्न तु संसारभीरोः । न च संसारभीरुतां विना धर्माधिकारो नाम, तथाभूतस्य तु "" समयं गोयम ! मा पमायए " [ उत्तराध्ययनदशमाध्ययने ] इत्याद्युपदेशपरिकर्मितमतेः प्रतिक्षणमप्रमाद एव मतिरुदेति, तस्यां चोदितायां न प्रवृत्तिविलम्बः सम्भवी, सामग्रीसाम्राज्यात् । किं चायतौ वार्द्धक्ये तादृशकायबलाद्यभावात्कथं चारित्रे प्रवृत्ति: ? कथं च तदप्रवृत्ताविष्टसिद्धिः ? इति फलार्थिना फलोपायप्रवृत्तौ न विलम्बो विधेयः ॥ १७४॥
.
સમયં ગૌતમ ! મા પ્રમાઘેઃ ।