________________
ગાથા : ૧૭૩-૧૭૪ . . . . અધ્યાત્મમત પરીક્ષા
૯૦૩ અંતરંગ ભોગકર્મનો નાશ થાય ત્યારે જ બાહ્ય રીતે ભોગનો દ્વેષ થાય છે, તેથી ભોગકર્મની નિવૃત્તિને કારણે ભોગેચ્છાની નિવૃત્તિ અને ભોગનો દ્વેષ બંને થાય છે. ન્વેિવ' - અહીં પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે–તમે કહ્યું કે સ્વકારણને આધીન ભોગકર્મની નિવૃત્તિ થયે છતે ભોગેચ્છાની નિવૃત્તિ થાય છે એ રીતે, ભોગકર્મનો નાશ ભોગથી થઈ શકે છે. તેથી ભોગ વડે જ ભોગકર્મનો નાશ થતો હોવાના કારણે, ભોગકર્મના નાશના અર્થીએ ભોગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ત્યાં ગ્રંથકારે “સત્ય' કહીને એ કહ્યું કે તારી વાત અડધી સાચી છે, કેમ કે જેમનાં ભોગએકનાશ્ય કર્મ છે તે અપેક્ષાએ તારી વાત સાચી છે; પરંતુ જેમનાં ભોગકર્મો બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનને કારણે નાશ થાય તેવાં છે, તેવા જીવોની અપેક્ષાએ ભોગનાશનો ઉપાય ભોગ નથી; અને જેમને પોતાનાં કર્મો ભોગએકનાશ્ય છે તેવો નિર્ણય નથી, એવી વ્યક્તિએ તો સંસારના સ્વરૂપનું સમ્યજ્ઞાન કરવા માટે યત્ન કરવો જોઈએ; કે જેથી ભોગકર્મ નાશ પામે. આમ છતાં, ભોગએકનાશ્ય કર્મનો નિર્ણય નહિ હોવાથી ભોગકર્મના નાશ માટે ભોગમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તો તે પ્રવૃત્તિ વિપરીત પ્રયોજનવાળી છે=પોતાના ભોગકર્મની વૃદ્ધિના પ્રયોજનવાળી છે. ૧૭૩
અવતરણિકા - પિ મ પ્રવૃત્તેિ નાશ: નિ:, માર્જિવી #7મવિયત્વીવાય योगप्रवृत्तिरपि सन्दिग्धा, प्रतिक्षणमविरतिप्रत्ययिककर्मबन्धश्च बलवदनिष्टसाधनं भगवद्वचनान्निर्णीतमेवेति कथमेवंविधाभिलाषो विवेकिनामुज्जृम्भेतेत्युपदिशति - અવતરણિકાર્ય - અને વળી ભોગપ્રવૃત્તિથી ભોગનો નાશ સંદિગ્ધ છે, અને આયુષ્યના નિર્ણયને કરવા માટે અશક્યપણું હોવાથી આયતિમાં ભવિષ્યમાં, યોગપ્રવૃત્તિ પણ સંદિગ્ધ છે, અને પ્રતિક્ષણ બલવાન અનિષ્ટના સાધનભૂત અવિરતિપ્રત્યયિક કર્મબંધ ભગવાનના વચનથી નિર્મીત જ છે; એથી કરીને વિવેકીઓને આવા પ્રકારનો અભિલાષ=ભોગપ્રવૃત્તિથી ભોગનાશ થયા પછી યોગપ્રવૃત્તિ કરીશું આવા પ્રકારનો અભિલાષ, કેવી રીતે થાય? એ પ્રકારે ગ્રંથકાર કહે છે
ગાથા:- #ો વા નિયવસાન વિષ્ણુનીવંવનંમિ માનિ |
सज्जो निरुज्जमो जइ जराभिभूओ कहं होही ॥१७४॥ (को वा जीवविश्वासो विद्युल्लताचंचल आयुषि । सज्जो निरुद्यमो यदि जराभिभूतो कथं भविष्यति भवान् ॥१७४||) ગાથાર્થ વિદ્યુતની લતા જેવું ચંચળ આયુષ્ય હોતે છતે જીવનનો વિશ્વાસ શું? (અ) જો નિરુદ્યમ છે તો જરાથી અભિભૂત થયેલો કેવી રીતે સજ્જ બનીશ? II૧૭૪||
ટીકા - વસ્તુ વિદ્યુતારøત્ની ગીવિતી નિર્ણયો નામ, શસ્ત્રવિન રિતિ તદુપમમવાર च कालज्ञानादिशास्त्रादायुनिर्णीयायतौ प्रवर्तिष्यत इति वाच्यम्, ततस्तथा निर्णयाभावात्, अन्यथा प्रवृत्तिकालस्यापि ततो निर्णये शङ्कान्तरानवकाशात्, तथा निर्णये तु भोगेच्छानिवृत्तये विषयेऽपि प्रवृत्तिः कस्यचित् प्रतिपादितैव ।