________________
૯૨૨. . . . . ........ અધ્યાત્મ પરીક્ષા ••••••••• .. ગાથા - ૧૭૮. ટીકાર્ય - વ્યુત્પન્નાનાં-વળી અભુત્વોનું મિચ્છામિ દુક્કડના તાત્પર્યને નહિ જાણનારાઓનું પ્રતિક્રમણાદિક વ્યુત્પન્નના=ગીતાર્થના, પારતંત્ર્યથી અને અન્ય અવ્યુત્પન્નોનું) ધર્મપથપ્રવેશમાત્રથી ફલવ છે, એ પ્રમાણે વિચારવું.
ભાવાર્થ-જેઓ વ્યુત્પન્નને પરતંત્ર હોય છે એવા અવ્યુત્પન્નો પણ વ્યુત્પન્નની જેમ સંયમની મર્યાદા પ્રાપ્ત કરી શકે છે, તેઓનું પ્રતિક્રમણાદિક વ્યુત્પન્નની જેમ જ ફલવાળું છે; જ્યારે મુગ્ધ કક્ષાના અવ્યુત્પન્નોને વ્યુત્પન્નનું પાતંત્ર્ય પ્રાપ્ત થવું દુષ્કર હોય છે. તેવા અવ્યુત્પન્નો મુગ્ધ બુદ્ધિથી પ્રતિક્રમણાદિક અનુષ્ઠાન કરે છે, તેઓનું તે અનુષ્ઠાન. ધર્મપથપ્રવેશ માત્રથી ફળવાળું છે. - અહીં વિશેષ એ છે કે, માલતુષ જેવા અવ્યુત્પન્ન પણ વ્યુત્પન્નને પરતંત્ર રહે છે ત્યારે, તેમના વચનનું સમ્યગુ અવલંબન લઇને અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તે અનુષ્ઠાનથી અપેક્ષિત ભાવોને વ્યુત્પન્નના પાતંત્ર્યને કારણે પ્રાપ્ત કરી શકે છે. જ્યારે મુગ્ધ કક્ષાના અને ધર્મવૃત્તિવાળા કેટલા અવ્યુત્પન્નો પ્રતિક્રમણાદિક અનુષ્ઠાનોને સેવતા હોય છે, પરંતુ વ્યુત્પન્નના વચનાનુસાર ચાલવાની પ્રજ્ઞા તેઓમાં હજુ પ્રાદુર્ભાવ થયેલી નથી; તેથી તે અવસ્થામાં તેઓ મુગ્ધ બુદ્ધિથી જે પ્રતિક્રમણાદિક અનુષ્ઠાન સેવે છે, તે અનુષ્ઠાન સર્વથા અફળ નથી, પરંતુ ધર્મપથના પ્રવેશ માટે ફળવાળું છે, પરંતુ સર્વથા પાપનાશના ફળવાળું નથી.
टीs:- ननु पदवाक्ययोरेवार्थदर्शनात् कथमक्षराणां प्रत्येकमुक्तार्थता ? इति चेत् ? वाक्यैकदेशत्वात्पदस्येव पदैकदेशत्वाद्वर्णानामप्यर्थवत्ता, प्रत्येकमभावे समुदायेऽपि तदभावात्, सिकता समुदाये तैलाभाववदिति सम्प्रदायः । नन्वेवं पुद्गलस्कन्धरूपवर्णैकदेशानामप्यर्थवत्त्वापत्तिः । किञ्चैवं राम इत्यादौ रकारादीनामप्यर्थवत्त्वेन धातुविभक्तिवाक्यभिन्नत्वेन च नामत्वात्तदुत्तरं स्याद्युत्पत्तिप्रसङ्गः, न चार्थवत्पदं शक्त्याऽर्थवत्परं, आधुनिकसङ्केतितेभ्योऽपि चैत्रादिपदेभ्यः स्याद्युत्पत्तिदर्शनादिति चेत् ? न, वर्णैकदेशानामपि कथंचिदर्थवत्त्वाद्, अर्थवदित्यस्य योगार्थवत्परत्वात्, चैत्रादिशब्दानामपि योगार्थेऽबाधात्, सर्वे शब्दा व्युत्पन्ना एवेति पक्षाश्रयणात्, न च पदैकदेशे योगार्थः सम्भवतीति न ततः स्याद्युत्पत्तिः ।
ટીકાર્ય - નનુ' - “નનુ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પદ અને વાક્યનું જ અર્થદર્શન થતું હોવાથી પ્રત્યેક અક્ષરોની ઉક્ત અર્થતા કેવી રીતે થશે? તેનો ઉત્તર આપતાં કહે છે કે, વાક્યના એકદેશપણાથી પદની જેમ, પદના એકદેશપણાથી વર્ણોની પણ અર્થવત્તા છે; કેમ કે પ્રત્યેકના અભાવમાં સમુદાયમાં પણ તેનો=અર્થવત્તાનો અભાવ છે. સિકતાના સમુદાયમાં=રેતીના સમુદાયમાં, તેલના અભાવની જેમ, એ પ્રમાણે સંપ્રદાય છે.
ભાવાર્થ-પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પદ કે વાક્યનો જ અર્થ જણાય છે, તેથી “મિચ્છા મિ દુક્કડમાં તે તે પ્રત્યેક અક્ષરોનો પૂર્વમાં કહી ગયા એવો અર્થ શી રીતે હોય? તેનું સમાધાન આપતાં કહે છે કે, જેમ વાક્યના એકદેશભૂત હોવાથી ‘પદ' અર્થવાળું છે, તેમ પદના એકદેશભૂત હોવાથી અક્ષર પણ અર્થવાળો હોય છે. નહિતર તો રેતીના પ્રત્યેક કણમાં તેલ ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ હોતું નથી, તેમ પ્રત્યેક વર્ણમાં અર્થવત્તા ન હોય તો તેના સમુદાયભૂત પદમાં પણ અર્થવત્તા આવે નહિ, એ પ્રમાણે સંપ્રદાય છે.