________________
ગાથા : ૧૭૮
અધ્યાત્મમતપરીક્ષા
૯૨૧
न चायमर्थो निर्मर्यादानां सम्भवतीति तेषां निष्फलमेव तद् । अव्युत्पन्नानां तु प्रतिक्रमणादिकं व्युत्पन्नपारतन्त्र्येण धर्मपथप्रवेशमात्रेण च फलवदिति ध्येयम् ।
ટીકાર્ય :- ‘નનુ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અતીત જ=ભૂતકાળનાં જ, પાપની ગર્હ છે, પરંતુ અનાગત= ભવિષ્યકાળનાં પાપની નહિ; અને તે રીતે=અતીત જ પાપની ગર્હ છે પરંતુ અનાગત પાપની ગઈ નથી તે રીતે, તેની આસેવનામાં પણ=પાપની આસેવનામાં પણ, અતીતપાપનિવર્તક મિથ્યાદુષ્કૃતદાનનું નિષ્ફળપણું નહિ થાય. ‘ન’– તેનો ઉત્તર આપતાં ગ્રંથકા૨ કહે છે કે એમ ન કહેવું, કારણ કે દ્રવ્યમિથ્યાદુષ્કૃતદાન જ ફલવત્ નથી, પરંતુ ભાવમિથ્યાદુષ્કૃતદાન ફલવત્ છે.
‘ન ચ’ - અને તેવા પ્રકારનું દુષ્કૃતદાન=ભાવમિથ્યાદુષ્કૃતદાન, મર્યાદાઅનવસ્થિત પુરુષોને હોતું નથી; કેમ કે ત્યાં=મર્યાદાઅનવસ્થિતમાં તદ્ અક્ષરાર્થનો=મિથ્યાદુષ્કૃતપદના અક્ષરાર્થનો, અયોગ છે.
‘તથા હિં’ – તે આ પ્રમાણે- ‘મિ’ – એ પ્રમાણે આ વર્ણ કાયનમ્રતારૂપ મૃદુત્વ અને ભાવનમ્રતારૂપ માર્દવ અર્થક છે. ‘છ’ – એ પ્રમાણે (વર્ણ) અસંયમદોષછાદન અર્થક છે. ‘મિ’- એ પ્રમાણે આ વર્ણ ચારિત્રરૂપ મર્યાદા અર્થક છે. ‘દુ’– એ પ્રમાણે આ વર્ણ દુષ્કૃતકર્મ ક૨ના૨ આત્માની હું જુગુપ્સા કરું છું એ અર્થમાં છે. ‘R ’ – એ પ્રમાણે (વર્ણ) મારા વડે પાપ કરાયું એ પ્રમાણે અભ્યપગમ અર્થમાં છે, અને ‘ૐ' એ પ્રમાણે (વર્ણ) ઉપશમ વડે હું તેને=પાપને, અતિક્રમું છું, એ પ્રમાણે અર્થમાં છે.
તવુńથી તેમાં સાક્ષી આપતાં કહે છે
‘તવૃત્ત’ તે કહ્યું છે - ‘મિત્તિ' - ‘મિ' એ પ્રમાણે (વર્ણ) મૃદુ-માર્દવપણામાં વર્તે છે, અને ‘છ’ એ પ્રમાણે (વર્ણ) દોષના=અસંયમયોગલક્ષણ દોષના, છાદનમાં છે. અને ‘મિ' એ પ્રમાણે (આ વર્ણ) મર્યાદામાં=ચારિત્રરૂપ મર્યાદામાં, હું રહેલો છું (એ પ્રમાણે અર્થનો અભિધાયક છે). ‘૩’ એ પ્રમાણે (આ વર્ણ) આત્માની-દુષ્કૃતકર્મ કરનાર આત્માની, હું જુગુપ્સા=નિંદા કરું છું, (એ પ્રમાણે અર્થમાં વર્તે છે.). ‘રુત્તિ’ – ‘’ એ પ્રમાણે (આ વર્ણ) મારા વડે પાપ કરાયું (એ પ્રમાણે અભ્યપગમ અર્થમાં વર્તે છે), અને‘ૐ' – એ પ્રમાણે (વર્ણ) તેને=દુષ્કૃતને, ઉપશમ વડે હું લંઘું છું. (એ પ્રમાણે અર્થમાં છે.) આ મિથ્યાદુષ્કૃત પદનો અક્ષરાર્થ સમાસથી=સંક્ષેપથી, જાણવો. દૂર ‘ત્તિ' શબ્દ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્થ :- ‘ન ચ’ અને આ અર્થ=‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રત્યેક પદનો જે અર્થ કર્યો એ અર્થ, નિમર્યાદાવાળાને= સંયમની મર્યાદામાં નહિ રહેનારાઓને, સંભવતો નથી. એથી કરીને તેઓનું=જેઓ સંયમની મર્યાદામાં રહેલા નથી તેઓનું, તે=મિથ્યાદુષ્કૃતદાન, નિષ્ફળ જ છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે, સંયમની મર્યાદામાં જેઓ રહેલા નથી તેઓનું મિથ્યાદુષ્કૃત નિષ્ફળ છે, આનાથી એ પ્રાપ્ત થાય કે, સંયમની મર્યાદામાં રહેલ દેશવિરતિધર અને સર્વવિરતિધરનું મિથ્યાદુષ્કૃત ફલવાળું છે, બીજાઓનું નહિ. અને તે મર્યાદાને પ્રાપ્ત કરવા માટે અવ્યુત્પન્નો સમર્થ થતા નથી, તેથી તેઓનું મિથ્યાદુષ્કૃત નિષ્ફળ જશે. તેથી કહે છે