________________
ગાથા : ૧૭૫-૧૬-૧૭૭. ...... અધ્યાત્મમત પરીક્ષા ................ ૯૧૧
ભાવાર્થ:- શરીરના સામર્થ્યને અનુરૂપEસામર્થ્યને ગોપવ્યા કે ઓળંગ્યા વગર, કરાતી તપમાં પ્રવૃત્તિ નિર્જરાદિનું કારણ બને છે, જ્યારે શક્તિને ઓળંગીને તપ કરવાથી શરીરની અસહનશીલતા થવાથી ચિત્ત સુધાદિના ચિંતવનમાં રહે અથવા તો નિદ્રાદિના પરિણામવાળું બને તો તે તપ આર્તધ્યાનજનક બને છે; અને શરીરની શક્તિ ગોપવીને અલ્પ તપમાં પ્રવૃત્તિ કરે તો શરીરનું મમત્વ પુષ્ટ બને છે. તેથી નિર્જરા, ભેદજ્ઞાન કે ઇન્દ્રિયદમન થતું નથી. તે જ રીતે સંયમમાં અભ્યસ્થિત યતિ, સંયમની વૃદ્ધિના કારણભૂત એવા ધ્રુવયોગોનો=નિત્યવ્યાપારોનો, નાશ ન થાય તે રીતે તપમાં યત્ન કરે. પરંતુ જો તે રીતે ન કરે તો તપની અતિરુચિથી તપમાં યત્ન કરવાથી ધ્રુવયોગોમાં શિથિલ યત્ન થવાના કારણે જે ભાવોની વૃદ્ધિ થતી હતી તેનો નાશ થાય છે. તેથી એવો તપ અવિવેકમૂલક બનવાને કારણે કર્મક્ષયનું કારણ બનતો નથી. જયારે ધ્રુવયોગના નાશ વગર જેમ જેમ તપમાં યત્ન વધતો જાય છે તેમ તેમ વિવેકીને વિપુલ કર્મક્ષય, દેહાદિથી પૃથક્તાનું જ્ઞાન અને ઇન્દ્રિયદમન થાય છે. I૧૭પ
અવતરણિકા - ૨ તુ વનવાનશોઘનર્ચવાનચોપરંત: શT પિ રાત્રિ નાદિયને તે પ્રાન્ત जरामरणभयभीतास्तन्निवृत्त्युपायाऽप्रवृत्त्या प्रार्थनामात्रेण प्रार्थितं सुखमप्राप्नुवन्तो बाढमात्मानं शोचन्ति, ततश्चार्तध्यानोपहता एव बालमरणेन म्रियन्त इत्युपदिशति -
અવતરણિકાર્ય - જેઓ વળી બળ-કાળની શોચનાથી દીનતાથી, આળસથી ઉપહત થયેલા, શક્તિમાન હોવા છતાં પણ ચારિત્રને આદરતા નથી; તેઓ અંતે જરા અને મરણથી ભયભીત થયેલા, તેની નિવૃત્તિના ઉપાયમાં અપ્રવૃત્ત હોવાને કારણે પ્રાર્થનામાત્રથી પ્રાર્થિત સુખને નહિ પામતા, આત્માને અત્યંત શોકાતુર કરે છે; અને ત્યારપછી આર્તધ્યાનથી હણાયેલા જ બાળમરણ વડે મૃત્યુ પામે છે. એ પ્રકારનો ગ્રંથકાર ઉપદેશ આપે છે
ભાવાર્થ - જેઓ ચારિત્રને અનુકૂળ શક્તિવાળા હોવા છતાં પણ, કાળ વિષમ છે અને આ કાળમાં શરીરબળ નબળું છે એ પ્રકારની વિચારણાથી ઉપહત થઈને ચારિત્રમાં યત્ન કરતા નથી, તે તેમનું વાસ્તવિક પર્યાલોચન નથી; પરંતુ મિથ્યાત્વના ઉદયને કારણે તેવું વિચારે છે. યદ્યપિ અવિરતસમ્યગ્દષ્ટિ પણ પ્રમાદને કારણે ચારિત્રમાં
ક્વચિત્ યત્ન ન કરે તો પણ, તેમનો તે પ્રમાદ પ્રબળ ચારિત્રમોહનીય કે નિકાચિત કર્મના ઉદયકૃત હોઈ શકે; તો પણ તેઓ સભ્ય પદાર્થનું પર્યાલોચન કરનાર હોવાથી, ભોગકાળમાં પણ તીવ્ર સંશ્લેષ નહિ હોવાને કારણે સાનુબંધ અવિરતિઆપાદક કર્મ બાંધતા નથી.
* જ્યારે વિપર્યાસ બુદ્ધિવાળા, સંસારથી ભય પામેલા એવા પણ જીવો, સંઘયણ કે કાળબળના અવલંબનથી આળસવાળા બનીને ચારિત્રમાં યત્ન કરતા નથી; તેઓ જરા-મરણથી ભય પામેલા, છતાં તેની નિવૃત્તિના ઉપાયમાં અપ્રવૃત્તિ હોવાના કારણે પ્રાર્થનામાત્રથી પ્રાર્થિત સુખને પ્રાપ્ત કરતા નથી; અર્થાત ભગવાનની ભક્તિ દ્વારા સંયમના ભાવોની પ્રાર્થના કરે છે, પરંતુ સંયમમાં વીર્યને ફોરવતા નથી, તેથી સંયમના પરિણામરૂપ પ્રાર્થિત સુખને પામતા નથી. અને મરણના અંત સમયે તેવું ઉત્તમ ચિત્ત નહિ પ્રાપ્ત થયેલું હોવાના કારણે આત્માને શોકાતુર કરે છે; અર્થાત મારો આખો જન્મ પ્રમાદમાં ગયો, પણ કોઈ સંયમના પરિણામની નિષ્પત્તિ મને થઈ નહિ. તેથી સંસારના જન્મ