________________
૮૮૮..... • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા............ ગાથા : ૧૭૩
ટીકાર્ય - વૈ'-અને આ રીત=સુખત્વેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાન પ્રતિબંધક છે એમ કહ્યું એ રીતે, સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનની ઉત્તરમાં સામાનાધિકરણ્યથી ઇચ્છાના અપલાપનો પ્રસંગ આવશે એમ ન કહેવું, કેમ કે અનન્યગતિથી બીજો કોઈ ઉપાય નહિ હોવાથી, સુખજનકઅદષ્ટવિશેષનું ઉત્તેજકપણારૂપે સ્વીકાર છે, તેથી સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનની ઉત્તરમાં સામાનાધિકરણ્યથી ઇચ્છાના અપલાપનો પ્રસંગ નહિ આવે.
ભાવાર્થ - આ રીતે એક જ વસ્તુવિષયક ઉપભોગ પછી સિદ્ધત્વજ્ઞાન થવાના કારણે ફરી તે વસ્તુની ઇચ્છા થવી જોઈએ નહિ, કેમ કે સુખત્વેન સિદ્ધત્વજ્ઞાન પ્રતિબંધક હોવાના કારણે ફરી ઇચ્છા થવી જોઇએ નહિ; અને તે વસ્તુની ફરીથી ઇચ્છા થાય છે, તે સર્વ અનુભવિક હોવાથી પૂર્વપક્ષીને ફરીથી ઇચ્છા થઈ તેના અમલાપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેનું નિવારણ પૂર્વપક્ષી ઉત્તેજકની કલ્પનાથી કરે છે, તે આ રીતે-યદ્યપિ એક વસ્તુમાં સુખની સિદ્ધિ પછી ત્યાં સિદ્ધત્વજ્ઞાન થવાના કારણે ફરી ઇચ્છા થઈ શકે નહિ, પરંતુ ઇચ્છા થાય છે, તેથી તેના નિવારણનો બીજો કોઇ ઉપાય નથી, તેથી અવશ્ય માનવું પડશે કે, ફરીથી ઇચ્છા થાય છે તેમાં તવિષયક સુખનો જનક અદષ્ટવિશેષ તે વ્યક્તિનું છે, જે પ્રતિબંધકની હાજરી હોવા છતાં ઉત્તેજકરૂપે થઈને ઇચ્છા પેદા કરે છે.
ઉત્થાન - આ રીતે પૂર્વપક્ષીએ ઉત્તેજક તરીકે સુખજનક અદષ્ટવિશેષની કલ્પના કરી, ત્યાં પ્રાપ્ત થતી અન્ય આપત્તિનું નિવારણ કરતાં પૂર્વપક્ષી કહે છે
ટીકાર્ય પર્વર'- અને આ રીતે=અનન્યગતિથી સુખજનક અદષ્ટવિશેષનો ઉત્તેજકરૂપે સ્વીકાર કર્યો એ રીતે, પરદેશ ગયેલા પુરુષને પણ મૃત કાંતાના અવલોકનની ઇચ્છાનું પ્રતિબંધક તત્કાંતાઅવલોકન—ન સિદ્ધત્વજ્ઞાન હોતે છતે કાંતામરણજ્ઞાનાભાવાદિક ઉત્તેજકરૂપે કહેવા જોઇએ. દૂર અહીં ‘વત્તામUજ્ઞાનામાવલિ' કહ્યું ત્યાં “મરિથી ગાઢ રાગ ઉત્તેજક સમજવો.
ભાવાર્થ -પરદેશ ગયેલા પુરુષને પણ મૃત કાંતાના અવલોકનની ઇચ્છાનું પ્રતિબંધક એવું તત્કાંતાઅવલોકન—ન સિદ્ધત્વજ્ઞાન છે, તેથી ફરીથી તે કાંતાઅવલોકનત્વની ઇચ્છા થઈ શકે નહિ, અને તે કાંતાના અવલોકનથી થનારું સુખ પણ સંભવી શકે નહિ; કેમ કે સુખજનક અદષ્ટવિશેષનો ઉત્તેજક તરીકે સ્વીકાર કર્યો એટલે તે અદથી કાંતાના અવલોકનના સુખની પ્રાપ્તિ થવી જોઇએ, પરંતુ કાંતા મૃત હોવાને કારણે તે અસંભવિત છે. આમ છતાં કાંતાઅવલોકનની જે ઇચ્છા થાય છે ત્યાં ઉત્તેજક કાંતાના મરણના જ્ઞાનનો અભાવ છે.
કહેવાનો આશય એ છે કે, પરદેશ ગયેલા પુરુષને કાંતામરણના સમાચાર મળ્યા નથી, તેથી કાંતામરણના જ્ઞાનના અભાવરૂપ ઉત્તેજકને કારણે ફરી તેને કાંતાઅવલોકનની ઇચ્છા થાય છે. અને કોઈક પુરુષને પૂર્વમાં કાંતાનું અવલોકન થયેલ છે અને કાંતામરણના સમાચાર પણ મળી ગયા છે, તેથી ફરી કાંતાઅવલોકનની ઇચ્છા થવી જોઈએ નહિ; અને કાંતા મૃત્યુ પામી છે તેથી કાંતાના સુખજનક અદેવિશેષ પણ ત્યાં ઉત્તેજકનથી, અને કાંતામરણના જ્ઞાનાભાવરૂપ પણ ઉત્તેજક નથી, કેમ કે કાંતામરણનું જ્ઞાન તે વ્યક્તિને થઈ ગયું છે; આમ છતાં વારંવાર કાંતાઅવલોકનની ઇચ્છા થાય છે, તેવા સ્થળમાં કાંતા પ્રત્યેનો ગાઢ રાગ ઉત્તેજક છે. તેથી ત્રણ પ્રકારના ઉત્તેજકની