________________
.૨૯
ગાથા : ૧૭૩ . . ..
. અધ્યાત્મમત પરીક્ષા અનંતીવારભોગો ભોગવ્યા તો પણ અપૂર્વની જેમ માને છે, તેથી તે બધા ભોગો તેને સિદ્ધ હોવા છતાં સિદ્ધત્વનિશ્ચયનો અભાવ છે, તેથી તે ઇચ્છાની સામગ્રીરૂપ બને છે. આ પ્રમાણે સ્વકથનને અન્ય રીતે સંગત કરીને પોતાની વાત બતાવતાં પૂર્વપક્ષી કહે છે
ટીકા - અથ સિદ્ધિનિશ્ચયમાવાપેક્ષથી નાયવસિદ્ધવજ્ઞાનમેવેછિિત સિદ્ધવાને તત્રિવૃત્તविच्छानिवृत्तिरिति चेत् ? न, सामानाधिकरण्येन सिद्धत्वज्ञानस्य सामानाधिकरण्येनाऽसिद्धत्वज्ञानाऽविरोधित्वात्, सामान्यतः सिद्धत्वप्रमायाश्चाऽसम्भवात् ।
ટીકાર્ય-‘કથ'-'૩'થી પૂર્વપક્ષી કહે છે કે, સિદ્ધત્વનિશ્ચયના અભાવની અપેક્ષાએ લાઘવથી અસિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનો હેતુ છે. એથી કરીને સિદ્ધત્વજ્ઞાન થયે છતે (અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થાય છે) અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થયે છતે ઇચ્છાની નિવૃત્તિ થશે. ર' - તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. સામાનધરપળે' - કેમ કે સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનનું સામાનાધિકરણ્યથી અસિદ્ધત્વજ્ઞાનનું અવિરોધીપણું છે. (તેથી સિદ્ધત્વજ્ઞાન થયે છતે અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થશે એ વાત બરાબર નથી.)
ભાવાર્થ - પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, સિદ્ધાંતકારે પૂર્વમાં તદ્ધિ... થી કહ્યું કે ઉપદેશમાલાના ગાથા૨૦૨ના કથનમાં જીવ અપૂર્વની જેમ માને છે તે ઇચ્છાની સામગ્રીરૂપ છે, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગો અપૂર્વ નથી એમ નિર્ણય થઇ જાય એટલા માત્રથી ઇચ્છાની નિવૃત્તિ થઈ શકતી નથી. કેમ કે કોઈ વ્યક્તિને આ ભોગો અપૂર્વ નથી એવો નિર્ણય થવા છતાં ફરી તેમાં ઈચ્છા થઈ શકે છે. તેથી એ કથન દ્વારા સિદ્ધત્વનિશ્ચયનો અભાવ એ ઇચ્છાની સામગ્રીરૂપે પ્રાપ્ત થયો. પરંતુ તેમ માનવામાં ગૌરવ છે, તે આ રીતે - સિદ્ધત્વના નિર્ણયના અભાવને કારણ માનવાથી પ્રતિયોગી અને તદ્અભાવથી ઉપસ્થિતિ કરીને કાર્ય-કારણભાવ થાય છે, માટે ઉપસ્થિતિકૃત ગૌરવ છે. તેથી સિદ્ધત્વનિશ્ચયના અભાવને બદલે લાઘવથી અસિદ્ધત્વજ્ઞાનને ઇચ્છાનો હેતુ માનવો ઉચિત છે; અને તે પ્રમાણે ઇચ્છા પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન જેમ જરૂરી છે, તેમ અસિદ્ધત્વનું જ્ઞાન પણ હેતુભૂત છે. અને કોઇ વ્યક્તિને સિદ્ધત્વનો નિશ્ચય થઈ જાય, તેનાથી અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થશે, તેથી ઈષ્ટસાધનતાનું જ્ઞાન હોવા છતાં ઇચ્છા થશે નહિ. માટે ભોગથી ઇચ્છાની નિવૃત્તિમાં સિદ્ધત્વજ્ઞાન પ્રાપ્ત કરીને સંયમમાં યત્ન કરવો જોઈએ. ' તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકારે સામાનાધિરન્થન. વિરોધી હેતુ કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, કોઈ વ્યક્તિને એક જ વસ્ત્રવિષયક અધિકરણમાં વિષયતાસંબંધથી સિદ્ધત્વજ્ઞાન વર્તે છે ત્યાં, વિષયતાસંબંધથી અસિદ્ધત્વજ્ઞાન રહી શકે છે. તેથી વિષયતાસંબંધથી તે વસ્ત્રવિષયક એક અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન અને અસિદ્ધત્વજ્ઞાન બંને રહી શકે છે. માટે સિદ્ધત્વજ્ઞાનથી અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થશે નહિ.
અહીં વિશેષ એ છે કે, એક જ વસ્ત્રરૂપ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન અને અસિદ્ધત્વજ્ઞાન બંને રહી શકે છે, આથી જે વસ્ત્રનો પોતે ઉપભોગ કર્યો છે એ વસ્ત્રને ફરી ફરી પહેરવાની ઇચ્છા અસિદ્ધત્વજ્ઞાનને કારણે થાય છે. કેમ કે એ વસ્ત્રવિષયક સુખ પૂર્વમાં સિદ્ધ હતું તેમ ભાવિમાં તે વસ્ત્ર પહેરવાથી થનારું સુખ તેને અસિદ્ધ છે, તેવી પણ પ્રતીતિ થાય છે. B-૨૨