________________
ગાથા : ૧૭૩. . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ................. ૮૯૧ ટીકાર્થ “યત્રત' - જે વળી મોક્ષસુખમાં બલવાન દુઃખાનુબંધિત્વ જ્ઞાત નથી, ઊલટું તઅનનુબંધિત્વ=બલવાન દુઃખ અનનુબંધિત્વ જ જ્ઞાત છે, તે મોક્ષસુખમાં દ્વેષનો અભાવ હોવાથી મુમુક્ષુની ઇચ્છાનો વિચ્છેદ થતો નથી, બલ્ક વધે છે. કેમ કે સામગ્રીનું સત્ત્વ છે=ઈષ્ટત્વના જ્ઞાનરૂપ મોક્ષની ઇચ્છાની સામગ્રીનું સત્ત્વ છે. દૂર ‘તિશબ્દ સિદ્ધાંતકારના કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ-જીવને સુખની ઇચ્છા રાગદશામાં સદા હોય છે, અને અનાદિકાળથી ભૌતિક પદાર્થોમાં સુખજનકત્વનું જ્ઞાન હોવાથી ત્યાં જ ઈષ્ટસાધનતાનું જ્ઞાન વર્તે છે, અને તજ્જન્ય જે ભૌતિક સુખ છે તેમાં જ ઈષ્ટત્વની બુદ્ધિ હોય છે; પરંતુ જ્યારે વિવેકપ્રાદુર્ભાવ થાય છે ત્યારે, મુમુક્ષુને મોક્ષસુખમાં જઈષ્ટત્વની બુદ્ધિ પેદા થાય છે, અને તે આત્મિક સુખ સાંસારિક સુખનીજેમ દુઃખાનુબંધી નથી તેવું જ્ઞાન થવાના કારણે આત્મિક સુખમાંષ થતો નથી. તેથી જેમ સંસારના સુખમાં વિરક્તને દ્વેષ થાય છે તેમ મોક્ષસુખમાં દ્વેષ થતો નથી, માટે મોક્ષની ઇચ્છાનો વિચ્છેદ થતો નથી બલ્ક તેની ઇચ્છા વધે છે. કેમકેમોક્ષસુખની ઇચ્છાની વૃદ્ધિની સામગ્રીરૂપે મોક્ષસુખમાં ઇષ્ટત્વનું જ્ઞાનવિદ્યમાન છે.
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ જીવ જ્યારે મુમુક્ષુ બને છે ત્યારે મોક્ષમાં ઈષ્ટત્વનું જ્ઞાન હોય જ છે, પરંતુ ઈષ્ટત્વના જ્ઞાનને કારણે તેના ઉપાયમાં જેમ જેમ જીવ યત્ન કરે છે, તેમ તેમ ઉપશમભાવના સુખનો અનુભવ તેને થાય છે. તેથી પરાકોટિના ઉપશમભાવરૂપ પરિપૂર્ણ નિષ્કલઅવસ્થારૂપ એવું જે મોક્ષસુખ છે, તેનું સ્પષ્ટ સ્પષ્ટતર જ્ઞાન તેને થાય છે, અને તે જ્ઞાન મોક્ષસુખની ઇચ્છાની વૃદ્ધિ પ્રતિ સામગ્રીરૂપ છે. તેથી પ્રથમ જ્યારે જીવ મુમુક્ષુ બને છે ત્યારે મોક્ષમાં ઈષ્ટત્વનું જ્ઞાન હોવા છતાં, પાછળથી મોક્ષના સુખની ઇચ્છા બલવાન બલવાનતર બનતી જાય છે.
“થ થી સામગ્રીસત્તાવિતિ' સુધીના કથનનો સંક્ષિપ્ત સારાંશ પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે, ભોગસુખોનો અનુભવ થયા પછી સિદ્ધત્વજ્ઞાન થાય છે, અને જ્યારે ભોગોને ભોગવ્યા પછી પોતાની ઇચ્છા સંતોષાયતે ભૂમિકાનું સિદ્ધત્વજ્ઞાન થાય, ત્યારે સુખત્વેન સિદ્ધત્વજ્ઞાન પ્રગટ થાય છે, તેથી સુખની ઇચ્છા થતી નથી. આ પ્રકારે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ માનવામાં લાઘવ છે. અને સિદ્ધાંતકારે પૂર્વમાં સ્થાપન કર્યું કે, સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન એ ઇચ્છાનો પ્રતિબંધક છે એમ માનવામાં ગૌરવ છે. અને સિદ્ધાંતકારે સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાનને ઈચ્છાનું પ્રતિબંધક કહ્યું ત્યાં સિદ્ધાંતકારનો એ આશય છે કે, જ્યારે જીવને આત્મભાવમાં જ સુખદેખાય અને બાહ્ય ભાવોમાં સુખ નથી તેવું દેખાય, ત્યારે સુખ–ાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન થઈ શકે. તોપણ પૂર્વપક્ષીયૂલદષ્ટિથી જોઈને કહે છે કે, સુખત્યાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન ત્યારે જ સંભવે કે, જગતનાં તમામ સુખો પોતાને પ્રાપ્ત થઈ જાય. કોઈ જીવને સર્વસુખો પ્રાપ્ત થઈ જાય તે સંભવે નહિ એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું એજ ઉચિત છે; અને તેમ માનવામાં લાઘવ બતાવ્યા પછી જે સ્થાનમાં આપત્તિ આવે છે તે સ્થાનનું નિવારણ પૂર્વપક્ષી ઉત્તેજકની કલ્પનાથી કરે છે. તે આ રીતે
જેમ કોઈ વ્યક્તિને એક જ વસ્તુમાં સિદ્ધત્વજ્ઞાન વિદ્યમાન હોય ત્યાં જ ફરી તેને ઉપભોગની ઇચ્છા થાય છે, તેવા સ્થાનમાં, ફરીતે ઉપભોગજનક અષ્ટવિશેષને ઉત્તેજકરૂપસ્વીકારીને પૂર્વપક્ષી સંગતિ કરે છે; અને જેની કાંતા મૃત્યુ પામી હોય તેવી વ્યક્તિને ફરી તેવું અદષ્ટઉત્તેજકરૂપે સ્વીકારી શકાય નહિ, કેમકે ફરી કાંતાના અવલોકનજન્ય સુખ તેને પ્રાપ્ત થઈ શકે તેમ નથી, તેથી ત્યાં સુખજનક અદષ્ટ તેનું નથી, ત્યાં કાંતામરણના જ્ઞાનાભાવને ઉત્તેજક તરીકે સ્વીકારીને સંગતિ કરે છે. અને વળી કોઇ વ્યક્તિને કાંતામરણનું જ્ઞાન પણ હોય, છતાં ફરી કાંતાના અવલોકનની