________________
ગાથા : ૧
૩
અધ્યાત્મમત . . . . . . . • • • • • • • • • • •
• • • • • • • • •.....૮૮૧
ટીકાર્ય-‘મથ' - સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનું વિરોધી છે, અને સુખત્વરૂપે તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાન નથી. કેમ કે તેના વડે સુખત્વરૂપે તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાનથી ઇચ્છાનો વિરોધ સ્વીકારવા વડે, તે તે સુખની ઇચ્છાના વિરોધીના વશથી અનંતપ્રતિબંધકત્વની કલ્પના કરવામાં ગૌરવ છે.
ઉત્થાન -આ રીતે સુખત્વરૂપે તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાનને ઇચ્છાના વિરોધરૂપે સ્વીકારવામાં ગૌરવ બતાવીને, હવે સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનને જ ઇચ્છાના વિરોધી તરીકે સ્વીકારવામાં યુક્તિ બતાવે છે
ટીકાઃ “સમાન'- સમાનપ્રકારકપણા વડે કરીને જ તથાપણું હોવાથી સુખત્યાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનું વિરોધી છે. ‘રૂસ્થ ' અને આ રીતે સુખત્વરૂપે સિદ્ધત્વજ્ઞાનદશામાં તત્ તત્ સુખથી ભિન્નપણા વડે કરીને જ સિદ્ધ જ એવા તે તે સુખમાં ઇચ્છા થાય છે, અને) પ્રોષિતને પણ જ્ઞાત એવું કાંતાનું અવલોકન હોતે છતે જ્ઞાતથી અન્ય સ્વીય કાંતાના અવલોકનપણા વડે કરીને ઇચ્છા છે.
અહીં સુત્વારિ કહ્યું ત્યાં “આદિપદથી “ધનત્વાદિ ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે પોતાને ધન પ્રાપ્ત થયું છે તે વખતે પ્રાપ્ત થયેલા ધનમાં ધનત્વ છે, અને એ જ અધિકરણમાં વિષયતાસંબંધથી સિદ્ધત્વજ્ઞાન છે, તે ધનની ઇચ્છાનું વિરોધી છે.
ભાવાર્થ-પૂર્વપક્ષી સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાના વિચ્છેદનો સંભવ છે તે બતાવવા અર્થે કહે છે કે, સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનું વિરોધી છે; અર્થાત્ જે વખતે જીવ સુખનો અનુભવ કરતો હોય તે વખતે જીવમાં સુખનું અસ્તિત્વ હોય છે, અને તે સુખમાં સુખત્વધર્મ રહે છે; અને તે સુખના અનુભવકાળમાં વિષયતાસંબંધથી સિદ્ધત્વજ્ઞાન થાય તો, અર્થાત્ મને સુખ સિદ્ધ થયું છે એ પ્રકારનું જ્ઞાન થાય તો, સુખની ઇચ્છા થાય નહિ; અને તે તે સુખમાં સુખત્વરૂપે સિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનું વિરોધી નથી; કેમ કે તેમાં સ્વીકારવામાં ગૌરવદોષ
આનાથી એ પ્રાપ્ત થાય કે, જો સુખત્વરૂપે તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાન હોય તેને જ સુખની ઇચ્છાનું વિરોધી માનીએ, તો પરદેશ ગયેલા પુરુષને સુખત્વરૂપે તે તે કાંતાના અવલોકનજન્ય સુખમાં સિદ્ધત્વજ્ઞાન છે, તેથી ફરી સુખની ઇચ્છા થઈ શકે નહિ; અને પરદેશ ગયેલા પુરુષને ફરી સુખની ઇચ્છા થાય છે, તેથી તે પ્રકારનો પ્રતિબધ્ધપ્રતિબંધકભાવ માનીએ તો, સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ સ્વીકારી શકાય નહિ. કેમ કે પરદેશ ગયેલા પુરુષને કાંતાનું અવલોકન સિદ્ધ હોવા છતાં ફરી કાંતાના અવલોકનની ઇચ્છા થાય છે. પરંતુ સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનને સુખની ઇચ્છાનું વિરોધી સ્વીકારીએ તો, પરદેશ ગયેલા પુરુષને સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન નથી, કેમ કે અત્યારે કાંતાના અવલોકનકૃત સુખ તેને નથી, પરંતુ
જ્યારે કાંતા સાથે રહેતો હતો ત્યારે કાંતાના અવલોકનનું સુખ તેને અનુભૂત હતું, તે વખતે તે સુખમાં સુખત્વધર્મ હતો, અને તે જ અધિકરણમાં તેને સિદ્ધત્વજ્ઞાન હતું, તેથી સુખની ઇચ્છા થતી ન હતી; તે રીતે જે વ્યક્તિને મને